Abtak Media Google News

દ્વાપરયુગનો પ્રારંભ પણ શિવરાત્રીએ થયો હોય આ દિવસનો અનેરો મહિમા

સુષ્ટિ સંહારના અધિષ્ઠાતા દેવ, પ્રલયકારી દેવ એટલે શિવ, શિવજીને મહા માસની અંધારી ચૌદશ રાત્રિ અતિ પ્રિય છે તેથો તેને મહાશિવરાત્રિ કહેવાય છે.

મહા વદ ચૌદસને દિવસે આવતી મહાશિવરાત્રિ માનવને શિવ બનવાની પ્રેરણા આપે છે. સૃષ્ટિને શિવત્વનો સંદેશ સંભળાવે છે. મહાશિવરાત્રીએ દ્વાપર યુગનો પ્રારંભ પણ આ જ દિવસે થયો હતો તેથી આ દિવસનો ઘણો મહિમા છે.

આ દિવસની એક સુંદર પૌરાણિક કથા તો આપણે જાણીએ એક વખત તે બીલીના વૃક્ષ પર ચડી મોડી રાત સુધી શિકારની પ્રતિક્ષા કરતો રહ્યો. એ રાત્રિ મહાશિવરાત્રીની હતી. રાત્રી વીતવા લાગી ત્યાં જ એક મૃગલી પાણી પીવા આવી તેને જોઇ પારધિએ તેને હણવા ધનુષ્ય તૈયાર કર્યુ. પરંતુ હરણીની આજીજી સાંભળી, તેના વચન પર વિશ્ર્વાસ રાખી પારધિ હરણીને તેનાં બાળકોને મળવા જવાની રજા આપે છે. હરણોની રાહ જોતો શિકારી આખી રાત બીલીના વૃક્ષ પર બેસી રહે છે અને બિલિપત્ર તોડી તોડી નીચે નાખે છે. તે બીલીપત્રો વૃક્ષ નીચેના શિવલિંગ પર પડ્યા કરે છે. આમ રાતભરનુ જાગરણ અને બિલિપત્રથી શિવલિંગનું અનયાસે જ પૂજન થઇ જાય છે. પારધિનું ચિત્ત શધ્ધ થાય છે. ત્યાંજ સવાર પડતા જ હરણીને આખા પરિવાર સાથ આવેલી જોઇ તેનું હૃદય દ્રવિત થઇ જાય છે. હરણાઓનું વચન પાલન તેનું હૃદય પરિવર્તન કરે છે અને તેનામાં શિવતવ પ્રગટ કરે છે.

સરસ્વતી સ્કુલના સંચાલકો પ્રદિપભાઇ ખીમાણી, જગદીશભાઇ ખીમાણી, નરેશભાઇ ખીમાણી, રઘુભાઇ ખીમાણી તથા ગોપીબેન ખીમાણીનએ વધુમાં ઉમેરે છે કે, આવી કથાઓના શ્રવણ સાથ ભારતભરમાં મહાશિવરાત્રીના દિવસે બીલીપત્ર ચડાવીને તથા ઉપવાસ કરીને શિવ પૂજન કરવામાં આવ છે. આ દિવસે ઉપવાસ, શિવ પૂજન તથા જાગરણનું વિશેષ મહત્વ છે. શિવ પુરાણમાં આ વ્રતના નિયમો દર્શાવીને ભક્તોની શ્રદ્ધાને દ્રઢ કરવામાં આવી છે.

શિવ એ જ્ઞાનના દેવ છે તેમના મસ્તકમાંથી સદાય જ્ઞાનગંગા વહેતી રહે છે. ભગવાન શિવ હિમ આચ્છાદિત ધવલ ગિરિશુંગ પર બેઠા છે તેમાં જ્ઞાનની બેઠક વિશુદ્ધ હોવી જોઇએ એવું સૂચન રહેલું છે. વળી, કૈલાશના ઉચ્ચ શિખરે બિરાજતા શિવ એવું પણ સમજાવે છે કે ‘શિવ’ એટલ કે ‘કલ્યાણ’ને પામવા જીવનની ઉચ્ચ શિખરે બિરાજતા શિવ એવું પણ સમજાવે છે કે ‘શિવ’ એટલ કે ‘કલ્યાણ’ને પામવા જીવનની ઉચ્ચ ભાવનાઓ સુધી પહોંચવું જોઇએ. શિવજી ત્રિલોચન છે. ત્રીજી આંખથો તેમને કામદહન કર્યુ હતું. તે સમજાવે છે કે સાચા જ્ઞાની પર થતાં કામના પ્રહારો પણ વ્યથ નીવડે છે. ભગવાન શિવ દિગંભર છે તેમણે દિશાઓનાં વસ્ત્ર ધારણ કર્યા છે.

શિવ નીલકંઠ છે. સમુદ્ર મંથનમાંથી નીકળેલુ અમૃત બધાએ પીધું પરંતુ ઝેર નીકળતાં જ બધા ભાગ્યા સુષ્ટિ કલ્યાણ માટે એ ઝેર શિવજીએ પી નાખ્યું. આમ, કોઇપણ કાર્યમાં, સમાજમાં ઝેર પીવાની, કડવા ઘૂંટડા પચાવવાની જવાબદારી મોટા માણસની છે. શિવજીએ બીજ ચંદ્રને મસ્તક પર ધારણ કર્યો છે. બીજાના ગુણોને આ રીત માથ ચડાવવાની હિંમત જ્ઞાનીને મહાનતા અર્પે છે. શિવમંદિરમાં પ્રવેશતી વખતે પહેલાં નંદી અને કાચબાને નમન કરીએ છીએ. નંદી શિવને વહન કરે છે. તેમ આપણે પણ સાચા જ્ઞાનના વાહન બનીને કાચબો સંયમનું પ્રતીક છે. શિવ પાસે જવું હોય તો જીવન સંયમી હોવું જોઇએ. ઇન્દ્રયાના ગુમાલ હોય તે શિવને પામી શકે નહીં. ભગવાન શિવજી પર રહેલી જલધારી અને તેમાંથી ટપકતું ટીપું ટીપું પાણી સાતત્ય સૂચવે છે. ભગવાન પરનો આપણો ભક્તિ અભિષેક સતત ચાલુ રહેવો જોઇએ. શિવમંદિરમાં ગૌમુખને ન ઓળંગવાનું એક રહસ્ય છે. આપણે ગોમુખનું ઉલ્લઘન કરતા નથી તેને ઉલ્લઘવાથો માણસ શકિતદીન બની જાય તેથી શિવમંદિરમાં આપણે સંપૂર્ણ પ્રદક્ષિણા કરતા નથી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.