Abtak Media Google News

૩ જૂન સુધી રાજકોટમાં રોકાણ : વિવિધ કાર્યક્રમોનું ભવ્ય આયોજન : હરિભક્તોમાં હરખની હેલી

8 7

બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિર, કાલાવડ રોડના આંગણે આજે સાંજે બી.એ.પી.એસ. સંસના છઠ્ઠા આધ્યાત્મિક અનુગામી મહંતસ્વામી મહારાજ ૩ મહિના અને ૧૧ દિવસ એટલે કે  ૧૧૧ દિવસ બાદ ફરી પાછા ગુજરાતની ધરાને રાજકોટમાં પધારીને પાવન કરી છે ત્યારે તેઓના આગમન નિમિત્તે સાંજે ભવ્યાતિભવ્ય સ્વાગતસામૈયું યોજવામાં આવ્યું હતું.

7 13

6 15

મહંતસ્વામી મહારાજ તા. ૩ જૂન રવિવાર સુધી કુલ ૧૪ દિવસ રાજકોટમાં રોકાણ કરશે જે દરમ્યાન વિશિષ્ટ કાર્યક્રમો યોજવામાં આવશે.મહંતસ્વામી મહારાજના સ્વાગત માટે મંદિર પરિસરમાં અદ્દભુત કાઠીયાવાડી ગામડાનો માહોલ ઉભો કરવામાં આવ્યો હતો જેમાં કાઠીયાવાડી વોમાં શોભતા યુવકોએ પરંપરાગત રીતે સ્વામીનું સ્વાગત કર્યું હતું.

2 44

સ્વાગત સભામાં અમદાવાદની એજ પરંપરાગત આંબલીવાળી પોળને તાદ્રશ્ય કરતું સુંદર સ્ટેજ સુશોભિત કરવામાં આવ્યું હતું. પ્રમુખવરણી દિનની સ્મૃતિ કરતા મહંતસ્વામી મહારાજે, પ્રમુખસ્વામી મહારાજનું પૂજન કરી પુષ્પોની ચાદર અર્પણ કરી હતી. સ્વાગત સભામાં બી.એ.પી.એસ. સંસના વરિષ્ઠ સદ્દગુરુવર્ય સંત ત્યાગવલ્લભ સ્વામીએ  મહંતસ્વામી મહારાજને સત્કારતા તેઓના ભાલે ચંદનની અર્ચા કરી, રાજકોટના મંદિરના કોઠારી બ્રહ્મર્તી સ્વામીએ પુષ્પનો હાર પહેરાવ્યો,સંત નિર્દેશક અપૂર્વમુનિ સ્વામીએ નાડાછડી બાંધી,  ધર્મવલ્લભ સ્વામી થતા નિર્દોષમૂર્તિ સ્વામીએ ચાદર અર્પણ કરી અને  અક્ષરયોગી સ્વામીએ પ્રસાદ અર્પણ કર્યા હતા.

1 64ઉપસ્તિ તમામ હરિભક્તોએ મહંતસ્વામી મહારાજને વધાવતા સમૂહ આરતી ઉતારવાનો લાભ પ્રાપ્ત કર્યો હતો અને પોતાના ઘરેથી વિવિધ મિષ્ટાનો અને વાનગીઓ મહંતસ્વામી મહારાજને અર્પણ કરી હતી.

10 5 આ સ્વાગત સમારોહમાં સમગ્ર સૌરાષ્ટ્રભરમાં ૫૦ થી વધૂ મહંત સ્વામી મહારાજના આજરોજી ૩ જૂન સુધીના રોકાણ દરમ્યાન પ્રતિદિન સવારે ૫:૦૦ થી ૭:૩૦ દરમ્યાન પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજના પૂજાદર્શન-આશીર્વાદનો લાભ પ્રાપ્ત શે તેમજ પ્રતિદિન સાંજે૫:૩૦ થી ૮ વાગ્યા સુધી સાયંસભામાં વરિષ્ઠ સંત અને વિદ્વાન વક્તા  આત્મસ્વરૂપ સ્વામી શાશ્વત સત્પુરૂષ વિષય પર પારાયણનો લાભ આપશે તેમજ દરરોજ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો અને  મહંતસ્વામી મહારાજના આશીર્વચનનો પણ લાભ પ્રાપ્ત થશે.

5 16

9 4સ્વામિનારાયણ મંદિરે આધ્યાત્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોનો લાભ લેવા માટે પરિવાર મિત્રમંડળ સહિત પધારવા કોઠારી બ્રહ્મર્તી સ્વામી અને સંત નિર્દેશક અપૂર્વમુનિ સ્વામી સહિત સૌસંતોએ રાજકોટવાસીઓને અંતરનું આમંત્રણ પાઠવ્યું છે.

4 28

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.