Abtak Media Google News

કાલે સંતવાણી, અખંડ જીવણ જયોત કુંભ એવોર્ડ વિજેતા ભજનીક કલાકારો, દાત્તાઓ અને અગ્રણીઓનું સન્માન કરાશે

ઘોઘાવદર ખાતે સંત દાસી જીવણ સાહેબની જગ્યામાં આવેલ ગૌશાળા ટ્રસ્ટ દ્વારા ગરીબ દિકરીઓનાં સમુહ લગ્નોનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે તા.૨૪ના રોજ પર દિકરીઓના સમુહ લગ્નનું આયોજન કરાયું છે. તા.૨૩ને બુધવારે ભવ્ય સંતવાણી યોજાશે આ પ્રસંગે અખંડ જીવણ જયોત કુંભ એવોર્ડના વિજેતા ભજનીક કલાકારો, દાતાઓ તથા સમાજ અગ્રણીઓ સ્વયંસેવકોનું સન્માન કરવામાં આવશે. આ કાર્યક્રમનું દીપ પ્રાગટય સવારે ૧૧ કલાકે કલેકટર ડો. રાહુલ ગુપ્તાના હસ્તે કરવામાં આવશે.

ગુજરાત મેઘવાળ સમાજના દાનના ભામાશા એવા વિનુભાઈ પરમાર ચેનપુરવાળા મનસુખભાઈ સાગઠીયા, રાજકોટ મહાનગર પાલીકા ટાઉન પ્લાનીંગ એન્જી. રાણાદાદા મેલડીમાતાના ભુવા જાદવજીભાઈ મકવાણા, ક્રિષ્ના ટ્રાવેલ્સ વાપી વાલાભાઈ નાજાભાઈ પરમાર, તથા રાજકોટ ગ્રામ્ય ધારાસભ્ય લાખાભાઈ સાગઠીયા, કાલાવાડ ધારાસભ્ય પ્રવિણભાઈ મુછડીયા, સમાજ અગ્રણીઓ સંતો મહંતોનું સન્માન કરવામા આવશે.

સમુહ લગ્નના દાતા વીનુભાઈ રતીલાલ પરમાર (ચેનપુરવાળા) રહ્યા છે. સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે ધારાસભ્ય લાખાભાઈ સાગઠીયા, ગીતાબા જાડેજા, પ્રવિણભાઈ મુછડીયા, અનિ‚ધ્ધસિંહ જાડેજા, હરદેવસિંહ જાડેજા, સહિતના અગ્રણીઓ હાજરી આપશે.સમુહ લગ્નમાં પર દિકરીઓનો કરીયાવરમાં અનેક જ‚રી ચીજ વસ્તુઓ આપવામા આવશે.આ સાથે રામધૂન મહિલા મંડળ તરફથી દરેક દિકરીને રૂ.૧ લાખનો વિમો આપવામાં આવશે.

સમુહ લગ્નને સફળ બનાવવા મહંત શામળદાસજી મહારાજ જેતીભાઈ પુનાભાઈ પરમાર, મેઘમાયા ટ્રસ્ટના પ્રમમુખ, ભરતભાઈ પરમાર, સતિષબાપુ ઘોઘાવદર, ત્રિલોકબાપુ, ઘોઘાવદર, પ્રાગજીભાઈ રાઠોડ, ચલાળા, નારણભાઈ જીવાભાઈ બગડા, માવજીભાઈ ચનાભાઈ સોલંકી, જલારામ ધામ ટ્રસ્ટના પ્રમુખ લાભુભાઈ એલ. આહિર, સવજીભાઈ નાગજીભાઈ સાગઠીયા તુલશીભાઈ ગોંડલીયા સહિતના જહેમત ઉઠાવી રહ્યા છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.