Abtak Media Google News

શહેરના બી ડીવીઝન પોલીસ મથકના પી.આઈ એસ.બી. વસાવાના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફના કર્મચારીઓ માધાપર ચોકી વિસ્તારમા હતા. તે દરમ્યાન  પો.હે. કોન્સ. સુરજભાઇ વેગડાની બાતમીના આધારે હરીઓમ પાર્કમાથી ભારતીય બનાવટનો પરપ્રાંતીય ઇંગ્લીશ દારૂનો જથ્થો પકડી કાયદેસરની કાર્યવાહી કરેલ હાથ ધરી છે. જેમાં આરોપી પુનમબેન હાર્દીકભાઇ ગોસ્વામી ઉ.વ .૨૧ રહે . હરીઓમપાર્ક માધાપર તા. ભુજ, અને ધર્મીષ્ઠાબેન અશોકભાઇ શાહ ઉ.વ .૪૪ રહે. હરીઓમપાર્ક પાણીના ટાંકાની સામે માધાપર તા.ભુજના કબજામાંથી ભારતીય બનાવટનો પરપ્રાંતિય ઇંગ્લિશ દારૂની બોટલ ૧૨૦ કિંમત રૂપિયા ૪૮૦૦૦ તથા મોટરસાયકલ નંગ બે કિંમત રૂ.૫૦,૦૦૦ તેમજ મોબાઇલ નં ૨ કિંમત રૂપિયા ૭૦૦૦ એમ કુલ રૂપિયા ૧,૦૫૦૦ના મુદ્દામાલ સાથે ઝડપાઈ ગયા હતા જ્યારે આરોપી હાર્દીક ઉમેશગર ગોસ્વામી રહે. હરીઓમપાર્ક માધાપર તા.ભુજને ઝડપી પાડી પોલીસે ત્રણે આરોપીઓના ભજ્ઞદશમ-૧૯ની તપાસ માટે મોકલી આપ્યા હોવાનું જાણવા મળ્યું હતું આ મુદ્દામાલ આરોપીઓએ કોનીપાસેથી ખરીદ્યો હતો અને કોને આપવાની હતી તેમજ મોબાઈલ કોલ ડિટેલ પણ ચકાસણી હાથ ધરવામાં આવશે એવું જાણવા મળ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.