Abtak Media Google News
  • લંડન, અમેરિકા, આફ્રિકા પ્રવાસ કરતા સમયે પ્રવાસીઓને ચેકઈન નહિ કરવું પડે

પ્રવાસીઓની આતુરતાનો આવ્યો અંત, ભુજ-મુંબઈ ફ્લાઇટ શરૂ થતાં લંડન એર કનેક્ટિવિટી મળશેઆજથી ભુજ-મુંબઇ વચ્ચે એર ઇન્ડિયાની 120 મુસાફરની બેઠક ક્ષમતાવાળી દૈનિક વિમાની સેવા શરૂ થઇ છે અને કચ્છના પ્રવાસીઓની આતુરતાનો અંત આવ્યો છે. પહેલી વખત કચ્છવાસીઓને ભુજથી સીધી લંડન એર કનેક્ટિવિટી મળશે.ભુજ: એરપોર્ટ પર આજે એર ઇન્ડિયાની પ્રથમ ફલાઇટ આવી પહોંચી હતી જેનું વોટર સેલ્યુટ આપીને સ્વાગત કરવામાં આવ્યું હતું. કચ્છની જનતા જેનો લાંબા સમયથી રાહ જોતી હતી તેવી ભુજ-મુંબઈ માટેની દૈનિક વિમાની સેવા એર ઇન્ડિયા દ્વારા આજથી શરૂ કરવામાં આવી છે.

અગાઉ ભુજથી મુંબઈ જવા માટે એક જ ફ્લાઇટ હતી જ્યારે આજે નવી ફ્લાઇટ શરૂ થતાં ટિકિટના ભાડા પણ વ્યાજબી થશે અને સાથે લોકોને વિદેશની કનેક્ટિવિટી પણ સરળતાથી મળી રહેશે કારણ કે અગાઉ લોકોને લંડન, મસ્કત, અમેરિકા, આફ્રિકા અને ઓમાન પ્રવાસ કરતા સમયે પ્રવાસીઓને ડબલ ચેક ઇન કરવું પડતું હતું. સામાનની હેરાફેરી અને બોર્ડિંગ પાસમાં સમય વેડફાતો હતો તે બચશે અને પ્રવાસીઓની મુસાફરી સરળ બનશે. ભુજ એરપોર્ટ ખાતે એક વખત ચેક ઈન કર્યા બાદ અન્ય કનેક્ટિંગ ફલાઇટમાં ચેક ઇન કરવાની જરૂર પડશે નહિ મુસાફરો સીધા ફલાઇટમાં બેસીને મુસાફરી કરી શકશે.

આજે શરૂ થયેલી ફલાઇટમાં 122 લોકો મુસાફરી કરી શકે તેવી વ્યવસ્થા છે જેમાં આજે ભુજથી મુંબઈ જવા માટે 112 જેટલા લોકો મુસાફરી કરી રહ્યા છે. આગામી સમયમાં બીજી ફ્લાઈટ ચાલુ કરવામાં આવે ત્યારે બન્ને ફ્લાઈટોની વિદેશી વિમાની સેવા સાથે સીધી કનેકટીવીટી કરવામાં આવે તેવી માંગ પણ મુસાફરો કરી રહી છે. ઉપરાંત આ એર કનેકટીવીટી નિયમિત રહે અને જરૂરીયાત મુજબ એર કનેકટીવીટી વધારવામાં આવે તો કચ્છના પ્રવાસીઓ માટે ખૂબ સારું કહેવાશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.