Abtak Media Google News

શ્યામ સુંદર ભગવાનને રાજભોગ ધરાવાયો: બાબરીયાવાડના આગેવાનો, સામાજીક અગ્રણીઓ સહિત અનેક મહંતોની હાજરી

ગીર જંગલમાં બાબરીયાવાડની પુરણ પ્રસિધ્ધ તીર્થધામ તુલસીશ્યામ શ્યામધામમાં આજે શનિવારે ધર્મોત્સવ યોજાયેલ જેમાં શ્યામ પરિવાર અને યાત્રાળુઓની બહોળી ઉપસ્થિતિ રહી હતી. તુલસીશ્યામ તિર્થધામના મહંત પૂ. ભોળાદાસ બાપુની વિદાયને ચાર વર્ષ પૂર્ણ થતા તા.૨ જૂનના રોજ પૂ. દિવંગત મહંતની ચોથી પૂણ્યતિથિ ભાવભેર ઉજવાઈ હતી. આ પ્રસંગે તેમને પુષ્પાંજલી અર્પી વંદના કરવામાં આવેલ સાથે સત્યનારાયણ ભગવાનની કથા તથા શ્યામ યુવક મંડળ વડ ગામ, પ્રતાપભા, વરૂ માજી ધારાસભ્ય નાગેશ્રી અને ગભરૂભાઈ જેઠુરભાઈ વરૂ મોટા માણસા દ્વારા શ્યામ સુંદર ભગવાનને થાળ રાજભોગ ધરાવવામાં આવેલ આ ધર્મોત્સવમાં ટ્રસ્ટીઓ શ્યામ પરિવાર તથા ભકતજનો અને યાત્રાળુઓ બહોળી સંખ્યામાં સામેલ થયા હતા.

Img 20180603 Wa0024આ પ્રસંગે સુરજદેવળના મહંત પૂ. શાંતી બાપુ, રૂડખ ભગતની વાવડી મહંત પૂ. બાબભાઈ બાપુ, મમાઈ માતાજી જગ્યાના મહંત પૂ. લક્ષમણદાસબાપુ, લંગાળાના અમરદાસબાપુ સહિતના સંતો મહંતો ઉપસ્થિત રહ્યા હતા. ડાયરામાં કલાકારો મેરાણ ગઢવી, નાથુદાન ગઢવી સહિતના કલાકારોએ સંતના સંભારણા સાથે શ્યમા ગુણગાન અને ગોળાદાસબાપુને વંદને કરેલ હતી.

તુલસીશ્યામ ટ્રસ્ટના ટ્રસ્ટી પ્રતાપભાઈ વરૂએ સૌ મહેમાનોને આવકારેલ ટ્રસ્ટી ભીમબાપુ બોરીચા વડ ખાસ ઉપસ્થિત રહેલ હતા રાજુલા નગરપાલીકાના ઈન્ચાર્જ પ્રમુખ સતુભાઈ ધાખડા, શિક્ષણ સમિતિના ચેરમેન દિપકભાઈ માલાણી, તાલુકા પંચાયતના પ્રમુખ કરણભાઈ પટેલ તથા પૂર્વ પ્રમુખો સર્વ ગૌતમભાઈ વરૂ, હનુભાઈ ધાખડા, જાદવભાઈ સોલંકી, નાજભાઈ બાંભણીયા, મનુભાઈ વાઝા તથા ખડીયા દરબાર અને બાબરીયાવાડ આગેવાનો, શ્યામ પરિવાર મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલ હતા.

સમગ્ર ધર્મોત્સવને સફળ બનાવવા પ્રતાપભાઈ વરૂ સહિતના ટ્રસ્ટીઓનાં માર્ગદર્શન તળે તુલશીશ્યામ ટ્રસ્ટના મેનેજર રણજીત ભાઈ વરૂ અને અશોકભાઈ ગઢવી તથા મંદિરનાં સ્વયં સેવકોએ જહેમત ઉઠાવેલ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.