Abtak Media Google News

સાયન્સ પ્રવાહ ભૂષણ સાયન્સ સ્કૂલનું 98.50 ટકા પરિણામ

ગુજરાત ઉચ્ચ માધ્યમિક વિભાગના ધોરણ12ના વિજ્ઞાન પ્રવાહના જાહેર થયેલા પરિણામમાં રાજકોટ ની અગ્રણી કેળવણી સંસ્થા ભુષણ સાયન્સ સ્કૂલ નું પરિણામ જાહેર થયું છે શાળાનું સાયન્સનું પરિણામ 98.59 ટકા આવ્યું છે રાજકોટ  ભૂષણ સ્કૂલ બાળ કેળવણી પરિણામદાયી શિક્ષણ અને જીવન ઘડતર માટે ખુબ જ નામના ધરાવે છે એવું જ પરિણામ ગઈકાલે 12 સાયન્સમાં મેળવ્યું હતું 2008થી અભ્યાસક્રમ શરૂ કર્યા બાદ દર વર્ષે પરિણામમાં અવલ રહેવાની સ્કૂલ ની પરંપરા આ વખતે પણ જળવાઈ રહી હોય તેમ શાળાના એ અને બી ગ્રુપના વિદ્યાર્થીઓ દેશની અનેક કોલેજોમાં ઉચ્ચ સ્થાન મેળવવામાં સફળ રહ્યા છે,

શાળામાં દરરોજ એક કલાક ના અભ્યાસ કાર્ય સાથે બોર્ડ ગુજકેટ જેઈ ઈ,નીટ માંઉત્તમ પરિણામ મેળવવા માટે કારણભૂત બન્યો છે, શાળામાં અભ્યાસ કરતા કોઈપણ વિદ્યાર્થીને એક્સ્ટ્રા કોચિંગ ની જરૂર રહેતી નથી ,ગઇ કાલે જાહેર થયેલા ધોરણ 12 સાયન્સના પરિણામમાં પટેલ હિંમતને ગુજકેટમાં 120 માંથી 118.75 માર્ક મેળવી રાજકોટમાં જ નહીં પરંતુ સમગ્ર ગુજરાતમાં 99.99 ટકા સાથે પ્રથમ સ્થાન મેળવ્યું હતું શાળાના તમામ વિદ્યાર્થીઓ ને જવલંત સફળતા બદલ  મેહુલભાઈ પરડવા એ શુભેચ્છા આપી હતી અને તમામ શિક્ષકો ની ટીમને કાર્યદક્ષતા બદલ બિરદાવી હતી

અમારી શાળાનું 98 ટકા રીઝલ્ટ આવેલ: મેહુલ પરડવા ભૂષણ સ્કૂલ આચાર્ય

Vlcsnap 2022 05 13 15H04M47S670

‘અબતક’ સાથેની વાતચીતમાં ભૂષણ સાયન્સ સ્કૂલના આચાર્ય મેહુલ પરડવાએ જણાવ્યું હતું કે ધો.12 સાયન્સનું પરિણામ જાહેર થયું છે. જેમાં અમારી શાળામાં વિજ્ઞાન પ્રવાહમાં 27 વિદ્યાર્થીઓ એ-ગ્રુપમાં 60 વિદ્યાર્થીઓ બી-ગ્રુપમાં હતાં. ટોટલ 87 વિદ્યાર્થીઓમાંથી 4 વિદ્યાર્થીઓ નાપાસ થયેલ.

અમારી શાળાનું 98 ટકા રીઝલ્ટ આવેલ છે. વિદ્યાર્થીઓને ધો.11 થી જ શાળાના સંપૂર્ણ 7 કલાકનું દૈનિક કાર્ય કરાવતા ત્યારબાદ વિદ્યાર્થીઓના ફોલોઅપ માટે રીવીઝન કરાવતા. રવિવારના દિવસે જો કોઇ વિદ્યાર્થીને પર્સનલ સોલ્યુશન કરવું તો તેઓ માટે સમય ફાળવામાં આવતો. અમે એક-એક ચેપ્ટરની પરીક્ષા લેતા. જેથી દરેક વિદ્યાર્થીને 11માંથી 12માં આવ્યાં છે તે તમામ વિદ્યાર્થીઓને અત્યારથી જ તૈયારી કરાવીએ છીએ.

અમે વિદ્યાથીઓને ધો.11માં જે કચાસ રહી ગઇ હોય તે તમામ ચેપ્ટરનું એક મહિના દરમિયાન રીવીઝન કરાવીએ છીએ ત્યારબાદ ધો.12 શરૂ કરીએ. ગુજકેટ 120 માર્ક્સની લેવામાં આવે છે. કેમેસ્ટ્રી, ફીઝીક્સ, મેથ્સ અને બાયોલોજી તેમાંથી અમારી શાળાનો વિદ્યાર્થી પટેલ હિંમત 118.75 સાથે બોર્ડ પ્રથમ 99.99 પીઆર લાવેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.