Abtak Media Google News

ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ મુખ્ય અતિથિ: પૂ.પરમાત્માનંદ સ્વામીના આશિર્વચન આપશે

સમાજનો કોઇપણ સામાન્ય પરિવાર ધ્યેય તેને લગ્નના મોંઘા ખર્ચ પોષાય તેમ નથી ત્યારે આવા પરિવારની દીકરીઓને સમૂહલગ્નના માધ્યમથી મદદરૂપ થવું એવો રાજકોટના ઉદ્યોગપતિ અને સામાજિક યવા અગ્રણી મયૂરધ્વજસિંહ એમ . જાડેજ નો શુભ સંકલ્પ છે . જેને અનુલક્ષી મંગળવાર તા .17.05.2022 ના રોજ રાજકોટના આંગણે પારિજત પાર્ટી પ્લોટ 150 ફૂટ રીંગ રોડ ખાતે ભવ્યાતિભવ્ય સર્વજ્ઞાતિ સર્વધર્મ સમૂહલગ્નોત્સવ જાલીના વધુમાં , .. કન્યાદાન  નું અનેરૂ આયોજન થયું છે .

Advertisement

જેમાં દીકરીઓને કરિયાવર પણ અપાશે જેમાં મુખ્ય અતિથી રૂપે  પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ રહેશે જ્યારે આર્ષ વિદ્યા મંદિરના પૂ . પરમાત્માનંદ સ્વામી આશિર્વચન પાઠવશે.જેએમ જે ગ્રુપના મયુરધ્વજસિંહ જાડેજા એ જણાવ્યું હતું કે , ભારતીય લગ્ન સંસ્કાર પ્રણાલી પરંપરામાં સમૂલગ્ન એ અત્યારના સમયની માંગ છે . છેલ્લા 2 વર્ષથી કોરોનાકાળ હોય સમુગ્ન શક્ય બન્યા નહોતા જેથી આ વર્ષે આયોજન કરાયું છે

ઉલ્લેખનીય છે કે , એકમાત્ર દાતા તરીકે મયુરધ્ધસિંહ, જાડેજાએ વર્ષ 2019 માં 86 દિકરીઓના સમૂહ લગ્ન કરાવ્યા સાથે આજ લગ્નોત્સવમાં તેઓ પણ લગ્નગ્રંથીથી જોડાતા કુલ 87 દિકરીઓના લગ્નની વિરલ અને ઐતિહાસિક ઘટના ઘટી હતી . આ ઉપરાંત મયુરધ્વજસિંહ જાડેજાએ તેમના દીકરીના પ્રથમ જન્મદિવસની અનોખી પેટરૂપે કોરોનાકાળમાં માતા – પિતાનું છત્ર ગુમાવનાર પાંચ દીકરીઓના  વાલી બની દત્તક લઇ તેને પ્રાથમિક શિક્ષણ થી માંડી કોલેજ સુધીના અભ્યાસની તમામ ફી ની જવાબદારી ઉપાડી હતી . એટલું જ નહીં તેઓએ કોરોનાકાળમાં અનેક ભૂખ્યાઓના જઠરાગ્નિ ઠારવા , ઓક્સીજનના બાટલાઓ પુરા પાડવા વગેરે જેવા અનેક સેવાકિય કાર્યો તેમણે કર્યા છે . આ લગ્નોત્સવમાં સર્વધર્મના 101 યુગલોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે . 02

મંગળવારે સવારે 8.30 કલાકે જાનનું આગમન અને સામૈયા , 9.30 કલાકે માનવંતા મહેમાનોનું સન્માન અને હસ્તમેળાપ , તથા 1 ર કલાકે ભોજન સમારંભ યોજાશે . આ અવસરે સર્વજ્ઞાતિ સમૂહલગ્નોત્સવના સાક્ષી બનવા સમાજ શ્રેષ્ઠીઓ , રાજકીય મહાનુભાવો , સર્વ સમાજના રાજેસ્વીરત્નો , સંતો – મહંતો , ઉચ્ચ અધિકારીઓ , નારી રત્નો સહિત મોંઘેરા મહેમાનો ઉપસ્થિત રહેશે . આ લગ્નોત્સવમાં જયમીનભાઇ ઠાકર , વિજયભાઇ દેશાણી , બલભદ્રસિંહ ચુડાસમા , કિશોરસિહ જેઠવા , વિનોદ બોખાણી , ધર્મેશ વૈદ્ય , જયેશ ઉપાધ્યાય , મિલન કોઠારી અને સેફાયર એલિગન્સ ટીમ સહ આયોજક તરીકે જોડાયા છે . શિવ માનવ સેવા એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ રાજકોટની ટીમ દ્વારા આ ભવ્ય રમૂહ લગ્નસમારોહની વ્યવસ્થાની કામગીરીનો કાર્યભાર સંભાળાયો છે .

જે.એમ.જે ગ્રૂપ વર્ષોથી રિયલએસ્ટેટ , સોલાર પાર્ક , લોજીસ્ટિક વગેરે અનેક ક્ષેત્રે જોડાયેલું છે સાથે સમાજિક પ્રવૃતિઓમાં પણ સદાય અગ્રેસર રહ્યું છે . શ્રી મયૂરદ્ધજસિજ જાડેજાએ જણાવ્યું હતું કે , મેં એક સંકલ્પ કર્યો છે કે સમાજની દીકરીઓ જેમના માતા – પિતાને લગ્નનો સામાન્ય ખર્ચ પણ પોસાય તેમ નથી તેવા પરિવારની દીકરીઓને સંસાર વસાવવામાં મદદરૂપ થવું જે મારી દ્રષ્ટીએ સૌથી શ્રેષ્ઠ સામાજિક કાર્ય છે . જે.એમ.જે.ગ્રુપ રાજકોટ દ્વારા આયોજીત આ ભવ્યાતિભવ્ય સર્વજ્ઞાતિ સમૂ લગ્નોત્સવનું અબતક ચેનલ પરથી લાઇવ ટેલિકાસ્ટ થશે .

સમૂહ લગ્નએ નાનપ અને મજબૂરીનો પ્રસંગ નહીં, પણ સમજદારીના સંસ્કાર ગણાય: મયુરધ્વજસિંહ જાડેજા

Vlcsnap 2022 05 14 11H06M53S502

તેરા તુજકો અર્પણની ભાવના સાથે જે એમ જે ગ્રુપ દ્વારા સર્વજ્ઞાતિય સમૂહ લગ્નનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે સમાજમાં સમૂહ લગ્ન પ્રમાણ વધે અને દરેક વર્ગમાં જાગૃતિ સાથે એક આદર્શ વ્યવસ્થા તરીકે સમૂહ લગ્ન આવકાર બને તે જરૂરી હોવાનું જણાવી પત્રકની મુલાકાતે આવેલા મયુરસિંહ જાડેજા કિશોરસિંહ જેઠવા ધર્મેશભાઈ વેદ વિશાલ ભાઈ એ અબ તક ના મેનેજીંગ ડિરેક્ટર સતીશકુમાર મહેતા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે સમૂહ લગ્ન એ હવે ના સમયની જરૂરીયાત બની ચૂકી છે. “તેરા તુજકો અર્પણ”ની ભાવના સાથે 17મેના રોજ દીકરીના લગ્ન માટે રાધે મયુર સિંહ જાડેજા જણાવ્યું હતું કે સમૂહ લગ્ન એ સામાજિક પછાતપણા કે અજ્ઞાનતાનું પ્રતીક નથી પણ સમૂહ લગ્ન પ્રથા એ સભ્ય સંસકારનું પ્રતીક છે હું સુખી-સંપન્ન પરિવાર નો છું છતાં મેં લગ્નની આદર્શ વ્યવસ્થા તરીકે સમૂહ લગ્ન માં લગ્ન કરીને જીવનની શરૂઆત કરી છે તેમણે જણાવ્યું હતું કે બદલતા જતા સમાજ અને વિશ્વમાં અનેક પરંપરાઓ બદલાય છે ત્યારે સામાજિક આર્થિક અને સમયનાબચાવ સમૂહ ભાવના સાથે યોજાતા સમુહ લગ્ન એક આદર્શ સંસ્કાર ની પરંપરા છે તેને દરેક વર્ગ અપનાવવી જોઈએ.

જે.એમ.જે. ગ્રુપ દ્વારા સર્વજ્ઞાતિ 101 દીકરીઓના સમુહલગ્નોત્સવ અબતક ચેનલ અને ડિજિટલ માધ્યમ દ્વારા લાઈવ નિહાળી શકશો

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.