Abtak Media Google News
  • રોકાણકારો પાસે 29 ફેબ્રુઆરી સુધીનો સમય છે 
  • પ્રાઈસ બેન્ડ 70 રૂપિયાથી 71 રૂપિયા પ્રતિ શેર

બિઝનેસ ન્યૂઝ :  Purv Fexipack IPO આ અઠવાડિયે 27 ફેબ્રુઆરીએ ઓપન થવાનો છે. રોકાણકારો પાસે 29 ફેબ્રુઆરી સુધીનો સમય છે. કંપનીના આઈપીઓમાં પૈસા રોકવાનું વિચારી રહેલા રોકાણકારો માટે ગ્રે માર્કેટમાંથી પણ સારા સમાચાર છે.

Purv Flexipack IPO નો પ્રાઈસ બેન્ડ 70 રૂપિયાથી 71 રૂપિયા પ્રતિ શેર નક્કી થયેલો છે. પરંતુ ગ્રે માર્કેટમાં કંપની પોતાના ઈશ્યુ પ્રાઈસથી વધુ પર ટ્રેડ થઈ રહી છે. ઈન્વેસ્ટર ગેઈનના રિપોર્ટ મુજબ રવિવારે કંપનીના શેર બીએસઈમાં 125 રૂપિયાના પ્રીમિયમ પર ઉપલબ્ધ હતા. જે દર્શાવે છે કે શેરની ગ્રે માર્કેટમાં ભારે ડિમાન્ડ છે. ગ્રે માર્કેટમાં હાલ પ્રીમિટમના ટ્રેન્ડ જો લિસ્ટિંગ સુધી આમ  રહે તો કંપની શેર બજારમાં 196 રૂપિયા પર ડેબ્યુ કરી શકે છે. જેનાથી રોકાણકારોને 176 ટકાનો ફાયદો થઈ શકે છે.

રિટેલ રોકાણકારો માટે 1600 શેરોનો એક લોટ બનાવવામાં આવ્યો છે. જેના કારણે રોકાણકારોએ ઓછામાં ઓછા 1,13,600 રૂપિયાનો દાવ લગાવવો પડશે. આઈપીઓની કુલ સાઈઝના ઓછામાં ઓછા 35 ટકા જેટલો ભાગ રિટેલ રોકાણકારો માટે રિઝર્વ છે. અત્રે જણાવવાનું કે શેરોનું એલોટમેન્ટ 1 માર્ચના રોજ થશે.

Purv Flexipack IPO ની સાઈઝ 40.21 કરોડ રૂપિયાની છે. આ ઈશ્યું સંપૂર્ણ રીતે ફ્રેશ ઈશ્યુ પર આધારિત હશે. કંપની 56.64 લાખ ફ્રેશ શેર બહાર પાડશે. અત્રે જણાવવાનું કે કંપનીનું લિસ્ટિંગ એનએસઈ એસએમઈમાં થશે.

 

કલમ અને કાગળ સાથે શોખથી વ્યવહાર કરું છું. શબ્દોની સાધક છું small writer in big world. Reader/ writer/ bookholic/ story writer /thinker/ video creator

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.