Abtak Media Google News

મેનકાઈન્ડ ફાર્માના પ્રત્યેક ઇક્વિટી શેરની ₹1ની ફેસવેલ્યૂ સામે પ્રતિ શેર ₹ 1,026 થી પ્રતિ શેર ₹ 1,080ની પ્રાઇસ બેન્ડ ફિક્સ

મેનકાઈન્ડ ફાર્મા લિમિટેડ (કંપની) 40,058,844 ઈક્વિટી શેર માટે પ્રારંભિક જાહેર ભરણાની ઑફર કરે છે, જે મંગળવાર, એપ્રિલ 25, 2023ના રોજ ખૂલશે. આવેદન/ઑફર બંધ થવાની તારીખ ગુરુવાર, એપ્રિલ 27, 2023 છે. એન્કર ઈન્વેસ્ટર માટે આવેદનની તારીખ જાહેર ભરણું ખૂલવાની તારીખના એક દિવસ પહેલાં એટલે કે એપ્રિલ 24, 2023 રાખવામાં આવી છે.

પ્રાઇસબેન્ડ ઑફર પ્રતિ ઈક્વિટી શેર રૂ.  1,026 થી  રૂ. 1,080 નિર્ધારિત કરવામાં આવી છે. આવેદન ઓછામાં ઓછા 13 ઈક્વિટી શેર માટે અને ત્યારબાદ 13ના ગુણાંકમાં કરી શકાશે. 40,058,844 ઈક્વિટી શેરની ઑફરમાં રમેશ જુનેજા દ્વારા 3,705,443 ઈક્વિટી શેર, રાજીવ જુનેજા દ્વારા 3,505,149 ઈક્વિટી શેર, શીતલ અરોરા દ્વારા 2,804,119 ઈક્વિટી શેર (સામૂહિક રીતે પ્રમોટર સેલિંગ શેરધારકો); કેર્નહિલ CIPEF લિમિટેડ દ્વારા 17,405,559 ઈક્વિટી શેર, કેર્નહિલ CIPEF લિમિટેડ દ્વારા 2,623,863 ઈક્વિટી શેર, બેઇગે લિમિટેડ દ્વારા 9,964,711 ઈક્વિટી શેર તથા લિંક ઈન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ દ્વારા 50,000 ઈક્વિટી શેર (સામૂહિક રીતે ઈન્વેસ્ટર સેલિંગ શેરધારકો તથા બધા સાથે મળીને પ્રમોટર સેલિંગ શેરધારકો, સેલિંગ શેરધારકો)  વેચાણ માટે ઑફર કરવામાં આવ્યા છે.

આ ઑફર જામીનગીરી કોન્ટ્રેક્ટ (નિયમન) નિયમો, 1957ના નિયમ 19(2)(બી) ની શરતો, જેનો સુધારો (SCRR) કરવામાં આવ્યો છે, સાથે સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઑફ ઈન્ડિયા (ઈસ્યુ ઑફ કેપિટલ એન્ડ ડિસ્ક્લોઝર રિક્વાયરમેન્ટ્સ) રેગ્યુલેશન્સ, 2018, જે (SEBI ICDR રેગ્યુલેશન્સ) તરીકે સુધારેલા છે તેના હેઠળ કરવામાં આવી રહી છે. ઑફર સેબી આઈસીડીઆર રેગ્યુલેશન્સના નિયમ 6(1) અનુસાર બૂક બિલ્ડિંગ પ્રોસેસ દ્વારા કરવામાં આવી રહી છે જ્યાં પ્રમાણસરતાના આધારે ક્યુઆઈબીને (QIB Portion) ઑફરના 50% કરતાં વધુ ઉપલબ્ધ નથી, સિવાય કે કંપની તથા સેલિંગ શેરધારકો BRLM સાથે મસલત કરીને ક્યુઆઈબી પોર્શનના 60% સુધી એન્કર રોકાણકારોને ફાળવે અને આવી ફાળવણીનો આધાર સંપૂર્ણપણે કંપની તથા સેલિંગ શેરધારકો ઉપર રહેશે જેઓ ઇછકખ સાથે મસલત કરીને, સેબી આઈસીડીઆર રેગ્યુલેશન્સ (Anchor Investor Portion) અનુસાર, જેનો એક તૃતિયાંશ ભાગ ડોમેસ્ટિક મ્યુચ્યુઅલ ફંડો માટે અનામત રાખવામાં આવશે, જેનો આધાર ઉપરોક્ત નિર્ધારિત અથવા તેના કરતાં વધારે રકમ માટે ડોમેસ્ટિક મ્યુચ્યુઅલ ફંડો દ્વારા પ્રાપ્ત માન્ય આવેદનો ઉપર રહેશે, જે રકમે એન્કર ઈન્વેસ્ટરોને ફાળવણી કરવામાં આવશે. તદઉપરાંત, નેટ ક્યુઆઈબી પોર્શનનો 5% હિસ્સો પ્રમાણસરતાના આધારે માત્ર મ્યુચ્યુઅલ ફંડોને ફાળવણી માટે ઉપલબ્ધ રહશે, જેનો આધાર ઉપરોક્ત નિર્ધારિત અથવા તેના કરતાં વધારે ઑફર પ્રાઈસ માટે પ્રાપ્ત માન્ય આવેદનો ઉપર રહેશે, તથા બાકીનો નેટ ક્યુઆઈબી પોર્શન મ્યુચ્યુઅલ ફંડો સહિત તમામ ક્યુઆઈબીને (એન્કર ઈન્વેસ્ટરો સિવાય) પ્રમાણસરતાના આધારે ફાળવણી માટે ઉપલબ્ધ રહશે, જેનો આધાર ઉપરોક્ત નિર્ધારિત અથવા તેના કરતાં વધારે ઑફર પ્રાઈસ માટે પ્રાપ્ત માન્ય આવેદનો ઉપર રહેશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.