લાખો કરદાતાઓને મોટી રાહત: ફેસલેસ અસેસમેંટના નિયમો થયા વધુ સરળ

અબતક, રાજકોટ

ફેસલેશ મૂલ્યાંકન સ્કિમ અંતર્ગત કરદાતાઓને ઇન્કમટેક્સ સાથે જોડાયેલાં કામો માટે કચેરીએ જવાની કે કોઇ અધિકારીને મળવાની જ‚રત નથી રહી. એક ઇલેક્ટ્રોનિક સિસ્ટમ દ્વારા સંપૂર્ણ કામગીરી આટોપી લેવાની વ્યવસ્થા ૨૦૧૯માં શ‚ કરવામાં આવી હતી. કરદાતાઓ માટે ફેસલેશ અથવા તો ઓનલાઇન એસેસમેન્ટની યોજના વ્યવસ્થા અંતર્ગત ફરિયાદ નોંધાવવા માટે આયકર વિભાગે ત્રણ રજીસ્ટ્રર, ઇ-મેઇલ આઇડી બનાવી છે. ઇ-એએસમેન્ટ અંતર્ગત કરદાતાઓને અધિકારીઓને ‚બ‚ મળવાની જ‚ર નથી.

કરદાતાઓને કર સંબંધી સમસ્યા નિવારણ અને ફરિયાદ માટે કચેરીએ જવાની જ‚ર નહી રહે : નાણામંત્રાલયે સત્તાવાર વેબ પોર્ટલ પર મુકેલા દસ્તાવેજો પ્રમાણિત ગણાશે

આયકર વિભાગ દ્વારા તાજેતરમાં જ સત્તાવાર રીતે ટ્વિટર ઉપર ટ્વિટ કરીને જણાવ્યું હતું કે કરદાતાઓની સાથેસાથે ચાટર્ડ એકાઉન્ટ અને અરજદારો માટે આવક વેરા વિભાગની ફેસલેશ સ્કિમ અંતર્ગત પડતર કેસ સંબંધે ફરિયાદ નોંધાવવા માટે ઇ-મેઇલ આઇડી બનાવવામાં આવ્યા છે.

નાણામંત્રાલયએ ગઇકાલે મંગળવારે જાહેરાત કરી હતી કે આવક વેરા પોર્ટલમાં કરદાતાઓના નોંધાયેલા ખાતાઓના માધ્યમથી જોડાયેલાં ઇલેક્ટ્રોનીક રેકોર્ડને કરદાતા દ્વારા પ્રમાણીત માનવામાં આવશે. ઇલેક્ટ્રોનીક્સ વેરીફીકેશન કોર્ડ ઇવીસીને કેન્દ્રિય પ્રત્યક્ષ કર નિગમ સીબીડીટી દ્વારા ફેસલેશ એસેસમેન્ટની પ્રક્રિયામાં દાખલ કરવામાં આવેલા તમામ દસ્તાવેજ અને વિગતોની ખરાઇ સરળ બનાવવા માટે આવક વેરા વિભાગના નિયમોમાં સુધારો કરવામાં આવ્યો છે.

નાણામંત્રાલય દ્વારા જણાવાયું છે કે નવા નિયમ મુજબ આવકવેરા વિભાગના પોર્ટલમાં કરદાતાઓના નોંધાયેલા ખાતાઓમાં જમા કરવામાં આવેલા તમામ વિગતોને માન્ય ગણવામાં આવશે. આ માટે જો કોઇ વ્યક્તિ આવકવેરા વિભાગના પોર્ટલમાં નોંધાયેલા ખાતાથી લોગઇન કરીને વિગતો જમા કરાવે તો તેને પ્રમાણીત ગણવામાં આવશે.

નાણા મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા સરળ પ્રક્રિયા કંપની અને ટેક્સ ઓડીટરો માટે ઉપલબ્ધ બનાવવા આવશે અને તેમને હવે ડીજીટલ સહીથી વેરીફાઇ કરવાની સવલત મળશે.

કરદાતાઓમાં કંપનીઓ અને એસેસમેન્ટને પણ ઇવીસીનો લાભ મળશે. ડીજીટલ સહીથી ઇલેક્ટ્રોનીક રેકોર્ડ પ્રમાણીત કરવા માટે અનિવાર્ય‚પમાં આવકવેરા વિભાગની પોર્ટલમાં વિગતો નોંધાવાની શરત રાખવામાં આવી છે. આ નવા સુધારાને કર સંબંધી અભ્યાસક્રમમાં પણ દાખલ કરવામાં આવશે.