Abtak Media Google News

અબતક, રાજકોટ

કોરોના મહામારીની અસરો હવે ભૂતકાળ બની ગઈ છે. રસી આવતા જેમ કોરોના સામે લોકોનું સ્વાસ્થ્ય મજબૂત બન્યું છે તેમ ઐધોગિક પ્રવૃતિ, ઉત્પાદન પ્રવૃત્તિઓ ધમધમતા, આંતરમાળખાકીય સેવાઓ મજબૂત બનતા દેશનું સ્વાસ્થ્ય એટલે કે અર્થતંત્ર વધુ મજબૂત બન્યું છે. આજ કારણસર દેશની સ્થિતિ મજબૂત રહેતા આગામી વર્ષ 2022 આર્થિક રીતે ટનાટન રહેવાના એંધાણ છે. જેના પગલે અર્થતંત્રનું બેરોમીટર શેરબજાર પણ નવી સપાટીને સર કરશે..!! અર્થતંત્રનો વિકાસ તો સાથે શેર બજારની નોંધપાત્ર વૃદ્ધિ થશે. ગ્લોબલ ઈન્વેસ્ટમેન્ટ બેન્ક મોર્ગન સ્ટેન્લીના મતે શેરબજારનો ઈન્ડેક્સ આવતા વર્ષ સુધીમાં 80 હજારને પાર થઈ જશે..!!

અર્થતંત્રનો ટાકાઉ વિકાસ અને બેરોમીટર ગણાતા શેરબજારની વૃદ્ધિ…
નવા નફાના ચક્ર, સરકારની સહાયક નીતિઓ અને

મોર્ગન સ્ટેનલીના ઇક્વિટી વ્યૂહરચનાકાર રિધમ દેસાઇએ તાજેતરમાં એક નોંધમાં જણાવ્યું છે કે નવા નફાના ચક્ર દ્વારા પ્રેરિત, ભારત અન્ય બજારો કરતાં આગળ વધવાનું સતત ચાલુ રાખશે. ભારત આગામી સમયમાં સંભવત: નવા નફા ચક્ર, સહાયક નીતિ, નિશ્ચિત આવકના પ્રવાહમાં વધારો, નવા ઉભા થતા એકમો (સ્ટાર્ટઅપ) અને વિશ્વ સાથે ઘટતા વળતરના સહસંબંધો સાથે માળખાકીય અપટ્રેન્ડમાં હોવાનું જણાય છે. જેને જોતા એમ કહી શકાય કે આગામી વર્ષ 2022 સુધીમાં સેન્સેકસ 80,000ની સપાટીને વટાવી જશે..!!

આવકના પ્રવાહમાં થઈ રહેલો વધારો સેન્સેક્સને આગામી વર્ષ સુધીમાં
80 હજારની સપાટીથી વટાવી દેશે: રિધમ દેસાઈ

તેમણે વધુમાં કહ્યું કે અમે અપેક્ષા રાખીએ છીએ કે આગામી બે વર્ષમાં વાર્ષિક 27 ટકા કમાણી વધશે અને સેન્સેક્સ અમારા બેઝ કેસમાં 16 ટકા વધીને 80,000 (ડિસેમ્બર 22) સુધી પહોંચશે.  જોકે મોટાભાગે 2022ના પાછલા ભાગમાં વધારો જોવા મળશે.મોર્ગન સ્ટેન્લી માને છે કે સેન્સેક્સ 2022માં 80,000 સુધી પહોંચી શકે છે, પરંતુ તેના માટે કેટલીક બાબતો ભારત માટે જરૂરી છે. જેમ કે,  ભારત વૈશ્વિક બોન્ડ સૂચકાંકોમાં સમાવિષ્ટ થાય છે જેના પરિણામે લગભગ 20 બિલિયનનો પ્રવાહ આવે, આ ઉપરાંત ભારતમાં સંભવિત ત્રીજી લહેરનો ખતરો છે તે ન આવે. હવે  પછી લોકડાઉન ન લદાય. વિશ્લેષકોએ એમ પણ નોંધ્યું છે કે ભારતીય ઇક્વિટી યુએસ રેટ સાયકલ, તેલની વધતી કિંમતો, મુખ્ય રાજ્યોમાં ચૂંટણીઓ, સંભવિત ત્રીજી કોવિડ વેવ, સ્થાનિક વ્યાજ દરોમાં ઉપરની તરફનો ફુગાવો, વેલ્યુએશન વગેરે પરિબળો પડકારરૂપ પણ છે. જે અવરોધપણ ઉભા કરી શકે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.