Abtak Media Google News

બિહારમાં જહાનાબાદ વિધાનસભા સીટ પર થયેલી પેટાચૂંટણીમાં રાષ્ટ્રીય જનતા દળના ઉમેદવાર સુદય યાદવ વિજયી બન્યા છે. તેમણે જેડીયુના અભિરામ શર્માને 35,036 વોટ્સથી હરાવ્યા છે. જ્યારે ભભુઆ વિધાનસભા સીટ પર બીજેપીના રિંકી રાની પાંડેયે જીત નોંધાવી છે. તેમણે કોંગ્રેસના શંભુસિંહ પટેલને 15,000 વોટ્સથી હરાવ્યા છે. અરરિયા લોકસભા સીટ પર હજુ મતગણતરી ચાલુ છે. અહીંયા આઠમા રાઉન્ડ પછી આરજેડીના સરફરાઝ બીજેપીના પ્રદીપસિંહ કરતા ઘણા આગળ ચાલી રહ્યા છે. આ પેટાચૂંટણીમાં એનડીએ અને મહાગઠબંધન વચ્ચે સીધી હરિફાઇ હતી.

મહાગઠબંધનથી અલગ થનારા મુખ્યમંત્રી નીતિશ કુમારની પ્રતિષ્ઠા દાવ પર લાગી છે. બીજેપી-જેડીયુ વચ્ચે ફરીથી ગઠબંધન થયા પછી આ પહેલી ચૂંટણી છે. બીજી બાજુ લાલુપ્રસાદ યાદવના જેલમાં હોવાને કારણે વિપક્ષના નેતા તેજસ્વી યાદવની પણ આ પહેલી ચૂંટણી પરીક્ષા થઇ રહી છે. આ વખતે અરરિયામાં 61%, જહાનાબાદમાં 57.85% અને ભભુઆમાં 59.68% મતદાન થયું છે.

  1. અરરિયા, લોકસભા સીટ-        રાષ્ટ્રીય જનતાદળ (આરજેડી) સાંસદ તસ્લીમુદ્દીનના નિધન પછી ખાલી થઇ હતી.
  2. જહાનાબાદ, વિધાનસભા સીટ  આરજેડી ધારાસભ્ય મુદ્રિકા સિંહ યાદવના નિધન પછી ખાલી થઇ હતી.
  3. ભભુઆ, વિધાનસભા સીટ       બીજેપીના ધારાસભ્ય આનંદ ભૂષણ પાંડેયના નિધન પછી ખાલી થઇ હતી.

 

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com,

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.