Abtak Media Google News

વીજ લાઈનનું કામ ચાલુ હોય તે દરમિયાન વીજ વાયરથી બચવા બાઈક ચાલકે બ્રેક મારતા અકસ્માત સર્જાયો; અણીયારાના કોળી યુવાનના મોતથી પરિવારમાં ક્રૂણ કલ્પાંત: ખારચીયા નજીક દુર્ઘટના સર્જાતા અને ગેસ ગળતરનાં ડરે લોકો ભયભીત: ત્રણ ગામનો વીજ પૂરવઠો બંધ કરાયો

રાજકોટ-આટકોટ હાઈવે પર ખારચીયા ગામ પાસે આવેલી માધવ હોટલ સામે ગઈકાલે સાંજના સમયે વીજ લાઈનનું કામ ચાલુ હોય તે દરમ્યાન વીજ વાયરથી બચવા બાઈક સવારે બ્રેક મારતા પાછળથી આવતા એલ.પી.જી. ગેસના ટેન્કરે ઠોકરે ચડાવી ટેન્કર પલ્ટી ખાઈ જતા બાઈક ચાલકનું મોત નિપજયા બાદ ગેસ ગળતરના ભયના કારણે લોકોમાં નાસભાગ મચી ગઈ હતી. અને પોલીસે સાવચેતીના ભાગ રૂપે વીજ પૂરવઠો બંધ કરતા ત્રણ ગામમાં લાઈટ ગુલ થઈ હતી.

તકેદારીના ભાગરૂપે આસપાસના ત્રણ ગામનો વીજ પૂરવઠો થોડીવાર બંધ કરાવી દેવાયો હતો. પોલીસના સુત્રોએ આપેલી વિગતો મુજબ ટેન્કરે આગળ જઈ રહેલા ડબલ સ્વારી બાઈકને બચાવવા પ્રયાસ કર્યો હતો.પરંતુ બાઈકને ટેન્કરની ઠોકર લાગતા બાઈક સ્વાર બંને યુવક ફંગોળાયા હતા. જેમાં ગંભીર રીતે ઘવાયેલા બાઈક ચાલક લાલજીભાઈ બાબુભાઈ મોરવાડીયા ઉ.૩૦ રહે.અણીયારા ગામનું મૃત્યુ નિપજયું હતુ ટેન્કર અકસ્માત સર્જી રોડ સાઈડના ખાડામાં પલ્ટી ખાઈ ગયું હતુ અંદર ગેસ ભરેલો હોવાથી અને જો ગેસ લીકેજ થાય ને ટેન્ક્રમાં આગ લાગે કે બ્લાસ્ટ થાય તો મોટી દુર્ઘટના કે જીવહાની થઈ શકે.ઘટનાની ગંભીરતાને લઈને પોલીસ કાફલો, કલેકટર વિભાગના સંબંધીત અધિકારીઓ, પીજીવીસીએલની ટીમ તથા બીપીસીએલની ટીમ પણ દોડી ગઈ હતી. બંને સાઈડના વાહન વ્યવહારને થંભાવી દેવાયો હતો. તકેદારીના ભાગ રૂપે આસપાસના ત્રણ ગામની લાઈટો પણ બંધ કરી દેવાઈ હતી.

અકસ્માત બાબતે જાણવા મળ્યું હતુ કે હાઈવે પર વીજ લાઈનનું કામ ચાલુ હોય ત્યારે રસ્તામાં બાઈક ચાલકે વીજ વાયરથી બચવા અચાનક બ્રેક મારતા અને પાછળ આવતા ગેસ ટેન્કરના ચાલકે કાબુ ગુમાવી દેતા અકસ્માત સર્જાયો હોવાનું જાણવા મળ્યું હતુ. બનાવ બાદ સાવચેતીનાં ભાગ રૂપે તંત્ર દ્વારા વીજ પૂરવઠો બંધ કરી દેવાયો હતો. અને ગેસ ગળતર થવાની બીકે લોકોમાં નાસભાગ મચી ગઈ હતી. અને નજીકના ગામના લોકોમાં ભયનું લખલખુ પ્રસરી ગયું હતુ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.