Abtak Media Google News

મેડિકલ, એગ્રીકલચર, ડેરી અને વોટર પ્લાન્ટ સહિત અનેક સેક્ટર માટે સાનુકૂળ શક્યતાઓ

તાજેતરમાં અમદાવાદ અને રાજકોટ ખાતે યુગાન્ડાનું હાઇ પાવર ડેલિગેશન આવેલ જેમાં એમ્બેસેડર મહમદ કેઝાલા, કોમર્શિયલ કાઉન્સેલ મિસ સોફિયા, મેમ્બર ઓફ પાર્લામેન્ટ મિમિસ ટીપેરૃ નુસુરા ઓમર અને મિસ્ટર ડેવિડ જોડાયેલ.

આ ડેલિગેશન દ્વારા અમદાવાદની 6 કંપનીઓની ફેક્ટરીઓની વિઝિટ કરવામાં આવેલ અને ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ અને ઇન્ડસ્ટ્રીઝ ખાતે એક સેમિનારનું આયોજન કરવામાં આવેલ જ્યારે રાજકોટ ખાતે 14 ફેક્ટરીઓની વિઝિટ કરવામાં આવેલ અને એક બીટુબી મીટનું આયોજન કરવામાં આવેલ જેમાં રાજકોટ ઉપરાંત મોરબી, ભાવનગર, ગોંડલ અને જસદણ સહિતના શહેરોની કંપનીઓએ પોતાના પ્રેઝન્ટેશન આપેલ.

ડેલિગેશન દ્વારા આવતા 6 થી 12 માસની અંદર ખૂબ જ મોટા પ્રમાણમાં એટલે કે અંદાજે 100 કરોડના ઓર્ડર્સ આપવામાં આવશે એવી આશા વ્યક્ત કરાઇ છે. જેમાં ઓક્સિજન પ્લાન્ટ, વેન્ટિલેટર્સ, હોસ્પિટલ ફર્નિચર, હોસ્પિટલ ઇક્વીપમેન્ટસ, ડેરી મશીનરી, આઇસ્ક્રીમ પ્લાન્ટ, મિનરલ વોટર પ્લાન્ટ, ઓઇલ મિલ મશીનરી, વિવિધ પ્રકારની ગ્રાઇન્ડીંગ મશીનરી, સોપ અને ડિટર્જન્ટ મશીનરી, ઇરીગેશન સિસ્ટમ, સુગર કેન ક્રશર, બ્રિકેટિંગ પ્લાન્ટ્સ, એગ્રિકલચર ઇક્વીપમેન્ટસ, ફિશિંગ ઇક્વીપમેન્ટ્સ, સિરામિક ટાઇલ્સ, ટેસ્ટીંગ ઇક્વીપમેન્ટ્સ, બામ્બુ સ્ટિક મશીન સહિતના અનેક મશીનરી સપ્લાય કરવાની તકો સર્જાય છે. યુગાન્ડામાં ઔદ્યોગીકરણને વેગ આપવા ત્યાંથી રાજકોટ ખાતે ટેક્નિકલ અભ્યાસ અને તાલીમ માટે આવતા પાંચ વર્ષમાં 1000 જેટલા સ્ટુડેંટ્સને પણ મોકલવાની વ્યવસ્થા વિચારણા હેઠળ છે. મોરબીની એક કંપની દ્વારા યુગાન્ડામાં સીરામીક ફેક્ટરી કરવા માટે પણ ચર્ચા થઇ છે.

આગામી માસમાં યુગાન્ડાના 10 લોકોનું એક પ્રતિનિધિમંડળ ફરીથી રાજકોટ આવી રહ્યું છે. જ્યારે આગામી 11મી ફેબ્રુઆરી 2022ના રોજ યોજાનારા આંતરરાષ્ટ્રીય વેપાર મેળામાં પણ યુગાન્ડાનું એક મોટું ડેલિગેશન ભાગ લેશે. એસવીયુએમ 2022ના આંતરરાષ્ટ્રીય વેપાર મેલામાં 200 થી 300 વિદેશી બિઝનેસમેન મુલાકાત લેશે.

ડેલિગેશન મોરબી ખાતે ગુજરાત સરકારના મંત્રી બ્રિજેશ મેરજા સાથે શુભેચ્છા મુલાકાત કરેલ.

સમગ્ર મુલાકાત દરમ્યાન સંસ્થાના પ્રમુખ પરાગ તેજુરા અને ટીમના સભ્યોએ સાથે રહીને આયોજન કરેલ જ્યારે અમદાવાદમાં યસ વી.ચી.એસ. પ્રા.લિ., અવીવા ઇક્વિપમેન્ટ્સ પ્રા.લિ., કે.જે. ઇન્ટરનેશનલ, સકુન એન્જિનિયર્સ, 3એ ગ્લોબલ એન્જિનિયરિંગ પ્રા.લિ., આશિનીતા એન્ટરપ્રાઇઝ એલએલપી કંપનીઓ તથા રાજકોટ ખાતે વિશ્ર્વકર્મા એન્જિનિયરિંગ વર્ક્સ, ભાર્ગવી ટ્રેડિંગ, લીનોવા કિચન ઇક્યુપમેન્ટસ પ્રા.લિ., રોનક એન્જિનિયરિંગ, ઓટોમીઝ મેન્યુફેક્ચરિંગ પ્રાઇવેટ લિમિટેડ, રાજુ એન્જિનિયર્સ લિ. સાગર એક્વાકલ્ચર પ્રાઇવેટ લિમિટેડ, પેલિકન રોટોફ્લેક્સ પ્રા.લિ., ભૂમિ એગ્રો ઇન્ડસ્ટ્રીઝ, એઇ ઇન્ટરનેશનલ, જ્યોતિ સીએનસી ઓટોમેશન લિમિટેડ, કેપ્ટન પોલીપ્લાસ્ટ લિમિટેડ, પ્રાઇમ ઇન્ડસ્ટ્રીઝ, કેરા વિટ્રીફાઇડ એલએલપી, ચામુડેશ્ર્વરી ફેબ ટેક, જય શક્તિ એન્ટરપ્રાઇઝ, મંગલ મૂર્તિ, પરમો વેલ્ડીંગ મશીન પ્રા.લિ. કંપનીઓની મુલાકાત લીધી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.