Abtak Media Google News

આધાર, પાન, ચુંટણી કાર્ડ અથવા ડ્રાઇવીંગ લાયસન્સ સહિતનું જન્મના પુરાવા તરીકે માન્ય રહેશે

પાસપોર્ટ પ્રક્રિયા સરળ કરવા સરકારે આધાર કે પાનને જન્મના પ્રમાણ તરીકે માન્ય ગણવાનો નિર્ણય લીધો છે. પરિણામે હવે પાસપોર્ટ મેળવવા જન્મનું પ્રમાણપત્ર આપવું ફરજીયાત રહેશે નહીં.

વર્ષ ૧૯૮૦ ના પાસપોર્ટ નિયમ મુજબ તા. ૨૬-૧-૧૯૮૯ કે ત્યારબાદ જન્મેલા અરજદારોને જન્મનું પ્રમાણપત્ર આપવું ફરજીયાત હતું. અલબત હવે સ્કુલ લીવીંગ ટ્રાન્સફર અથવા પાન કાર્ડ, આધાર કાર્ડ ઇ આધાર, ડ્રાઇવીંગ લાયસન્સ, ચુંટણી કાર્ડ અને એલઆઇસી પોલીસી બોન્ડ પણ પાસપોર્ટ માટે માન્ય ગણવામાં આવશે.

સરકારી કર્મચારીઓ સર્વીસ રેકોર્ડ, પેન્શન રેકોર્ડ, સહીતના પુરાવા રજુ કરી શકશે. સરકારે પાસપોર્ટ માટેની સરળ પ્રક્રિયા અંગે પાર્લામેન્ટમાં વિગતો આપી છે. આ પ્રક્રિયાના સરળીકરણના કારણે હવે ઝડપથી લાખો પાસપોર્ટ ઇસ્યુ થશે.

નવા પાસપોર્ટમાં હિન્દી તેમજ અંગ્રેજી  ભાષામાં વ્યકિતગત માહીતી રહેશે.૬૦ વર્ષની ઉપર અને ૮ વર્ષની નીચેના અરજદારોને પાસપાોર્ટ ફીમાં ૧૦ ટકાનું ડિસ્કાઉન્ટ મળશે. ઓનલાઇન અરજી કરનારને માતા અથવા પિતામાંથી કોઇપણ એકનું નામ આપવાનું રહેશે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.