Abtak Media Google News

બાળકના જન્મ સાથે જ જન્મની માહિતી ઉપરાંત ડેટા બેંક તૈયાર કરાશે

આજે રજુ કરવામાં આવેલા બજેટમાં મ્યુનિ.કમિશનર બંછાનિધી પાનીએ આર્થિક અને વહિવટી સુધારણા પર ભાર મુકયો છે. અત્યાર સુધી માત્ર ઝોન કચેરી કે સિવિક સેન્ટર ખાતેથી લોકોને જન્મના દાખલા મળતા હતા. આગામી નાણાકીય વર્ષથી લોકોને પોતાના વિસ્તાર એટલે કે વોર્ડ ઓફિસથી જ જન્મના પ્રમાણપત્રઅણમળી રહે તે માટે આયોજન ગોઠવવામાં આવશે.

Advertisement

બજેટમાં કેટલાક આર્થિક સુધારણા કરવામાં આવ્યા છે. જેમાં કાર્પેટ ટેકસ પઘ્ધતિ, મ્યુનિસિપલ બોન્ડ, એડીબી લોન, ક્રેડીટ રેન્ટીંગ પ્રક્રિયાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત વહિવટી સુધારા પર પણ ભાર મુકવામાં આવ્યો છે. મહાપાલિકા દ્વારા જીઆઈએસના માધ્યમથી કાર્પેટ એરીયા ટેકસ સિસ્ટમ એકયુરેટ થશે તથા તમામ ડિપાર્ટમેન્ટની કોર અને નોનકોર એકટીવીટી સંપૂર્ણ સુઆયોજીત, સમયસર અને પારદર્શક ઈઆરપી મારફત બનશે. દરેક વોર્ડ ઓફિસેથી નોંધાયેલા જન્મ સર્ટીફીકેટની નકલ નિયમાનુસાર ફી ભરીને મેળવી શકાશે. રાજકોટના ૧૦૦ ટકા પ્રસૃતિગૃહોને હોસ્પિટલમાંથી બાળકોની જન્મની એન્ટ્રી થાય તે પૂર્વે જ કાર્યવાહી કરવામાં આવશે. બાળકની જન્મની સાથે જ જન્મની માહિતી ઉપરાંત બાળકની ડેટા બેંક પણ તૈયાર કરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.