Abtak Media Google News

ધારાસભ્યને બચાવવામાં પોલીસ અધિકારીઓની સંડોવણી

રાજનૈતિક સંવેદનશીન ઉનાવ ગેંગ રેપ કેસમાં સીબીઆઇએ ભાજપના ધારાસભ્ય કુલદિપસિંહ સેન્ગરને દોષિત જાહેર કર્યો છે. ૪ જુન ઉત્તરપ્રદેશના માખી ગામમાં પોતાની ઘરે કુલદિપસિંહે બળાત્કાર આર્ચર્યો હતો. ત્યારે તેની મહીલા અસ્સ્ટિન્ટ શાશી સિંહે તેના રુમની બહાર ઉભીને પહેરેદારી કરી હતી. સુત્રોના આધારે પિડિતા વારંવાર બંગારમાઉના ધારાસભ્યનું સતત નામ લેતી હતી. આ ઉપરાંત અનય કેસો માટે પણ તેના વિરુઘ્ધ એફઆઇઆર બાદમાં નોંધાઇ હતી.

કેન્દ્રની એજન્સીએ પિડીતનું સ્ટેટમેન્ટ લઇ કોર્ટમાં કેસ ચલાવની તૈયારી કરી રાખી હતી. પોલીસ અધિકારીએ જણાવ્યું કે છોકરીની મેડીકલ પરિક્ષણ અને ફોરેન્સીક ટેસ્ટમાં ખુબ જ વિલંબ થયો હતો. રેપ કેસમાં સંડોવાયેલા શાશીસિંહની પણ ધડપકડ કરવામાં આવી હતી. જો કે ધારાસભ્યને બચાવવામાં પોલીસની સંડોવણી હોવાનું પણ ખુલ્યું હતું. તો યુપી સરકારના પણ ધારાસભ્યને બચાવવાનો હાથ હોવાની સેન્ટ્રલ એજન્સીને શંકા છે.

પિડીતાનો  ૪ જુને ધારાસભ્યના ઘરે બળાત્કાર કરવામાં આવ્યો બાદમાં ૧૧ જુને શુભમસિંહ, અવધ નારાયણ અને બ્રિજેશ  યાદવ દ્વારા ગેંગરેપ એસયુવી ગાડીમાં કરવામાં આવ્યો હતો. જયારે ર૦ જુને છોકરી મળી જતા અમુક પોલીસ અધિકારીઓએ ફરીયાદ નોંધવાની મનાઇ કરી હતી. પરંતુ બાદમાં તેમના એક એફઆઇઆર નોંધી હતી. જયારે ચાર્જશીટ ફાઇલ કરવામાં આવી ત્યારે પોલીસે ત્રણના નામ જ લીધા હતા.

માટે ર૦મી જુને નોંધાયેલી એફઆઇઆરમાં ધારાસભ્યનો ઉલ્લેખ પોલીસે કર્યો જ ન ન હતો. પરંતુ યુપીસરકાર થોડા સમય પહેલા જ સજાગ થતા તેણે ડીએસપીને સસ્પેન્ડ કર્યા હતા.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.