• સંગઠન મહામંત્રી રત્નાકરની ચૂંટણી સંયોજકો અને સહસંયોજકો ઉપરાંત તમામ સેલના હોદેદારો સાથે બેઠક

ગુજરાતની લોકસભાની તમામ 26 બેઠકો કોઇપણ ભોગે પાંચ લાખ મતોની લીડ સાથે જીતવા માટે ભાજપ એડી ચૌટીનું જોર લગાવી રહ્યું છે. ભાજપ દ્વારા આગામી દિવસોમાં 36 ચુંટણી લક્ષી સમિતિ બનાવવામાં આવશે સતત બેઠકોનો ધમધમાટ ચાલી રહ્યો છે.પ્રદેશ ભાજપ અઘ્યક્ષ સી.આર. પાટીલ દ્વારા ગત ગુરૂવારે લોકસભાની ચુંટણી માટે સંયોજક અને સંહસંયોજકોની નિમણુંક કરવામાં આવી છે.

ગઇકાલે નવનિયુકત સંયોજક અને સહ સંયોજકો સાથે દિલ્હીમાં ભાજપના રાષ્ટ્રીય અઘ્યક્ષ જે.પી. નડ્ડાએ બેઠક યોજી હતી. દરમિયાન આજે પ્રદેશ ભાજપના સંગઠન મહામંત્રી રત્નાકરે તમામ સેલના હોદેદારો અને સંયોજકો અને સંહસંયોજકો સાથે બેઠક યોજી હતી. લોકસભાની તમામ બેઠકો પાંચ લાખ મતોની લીડથી જીતવા માટે 36 ચુંટણી લક્ષી સમીતીની રચના કરવામાં આવશે. આ સમિતીની રચના કરવા તથા સમિતિની કામગીરી સંદર્ભે આજે વિસ્તૃત ચર્ચા-વિચારણા કરવામાં આવશે.

આ 36 સમિતના સભ્ય તરીકે કોનો સમાવેશ કરવો બેઠક વાઇઝ કમીટીએ કયાં પ્રકારની કામગીરી કરવી તમામ રૂપરેખા તૈયાર કરવામાં આવશે. ભાજપ દ્વારા અલગ અલગ મોરચે ચુંટણીની પુરજોશમાં તૈયારીઓ આરંભી દીધી છે. કોંગ્રેસ હજી સંગઠન માળખુ પણ નકકી કરી શકી નથી ત્યારે ભાજપે ઉમેદવારોની પસંદગી કરવા સહિતની મોટાભાગની પ્રક્રિયા આટોપી લીધી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.