Abtak Media Google News

આગામી સોમવારે યુવા ભાજપ દ્વારા યોજાશે સોશિયલ મીડિયા સમિટ

કેન્દ્ર અને રાજય સરકારની વિવિધ યોજના છેવાડાના માનવી સુધી પહોચાડવા ભાજપ દ્વારા સોશિયલ મીડિયાનો ભરપુર ઉપયોગ કરવામાં આવશે જે અંતર્ગત આગામી રપમી સપ્ટેમ્બરના રોજ યુવા ભાજપ દ્વારા સોશિયલ મીડીયા સમિટનું આયોજન કરવામાં આવ્યું છે.

પ્રદેશ ભાજપ કાર્યાલય  ખાતે પ્રદેશ યુવા મોરચાના ઉત્તર ઝોનની બેઠક પ્રદેશના મહામમત્રી રજનીભાઇ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં તેમજ પ્રદેશના પ્રમુખ ડો.પ્રશાંત કોરાટની અધ્યક્ષતામાં યોજાઇ હતી. આ બેઠકમાં મંડળના પ્રમુખ,જીલ્લા મહાનગરના હોદેદાર  તેમજ પ્રદેશના ઉત્તર ઝોનના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ઝોનવાઇસ યુવા મોરચાની બેઠકો આગામી કાર્યક્રમ અંતર્ગત યોજાઇ હતી.  બેઠકમાં યુવા મોરચાના કાર્યકરો માટે  વિવિધ કાર્યક્રમ માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

ડો.પ્રશાંત કોરાટે જણાવ્યું હતું,  વડાપ્રધાન  નરેન્દ્રભાઇ મોદીના જન્મદિવસ નિમિત્ત સેવાપંખાવાડીયામાં વિવિધ કાર્યક્રમ યોજવામાં આવી રહ્યા છે જે અંતર્ગત જેમા રાજયભરમાં રકતદાન કેમ્પનું આયોજન થઇ રહ્યુ છે જેમાં 25 હજારથી વધારે બલ્ડ યુનિટ એકત્ર કરવામાં આવ્યું છે. આગામી દિવસોમાં સ્વચ્છતા અભિયાન,નાના બાળકોને ભોજન, વૃદ્ધાશ્રમોમાં વડિલોને ભોજન કરાવું તેમજ સરકારી શાળામાં ભણતા વિદ્યાર્થીઓને ઉપયોગી થાય તેવી શિક્ષણ કિટની વિતરણ સહિતના કાર્યક્રમ થઇ રહ્યા છે.

આગામી  25 સપ્ટેમ્બર ભારતીય જનતા પાર્ટીના દરેક કાર્યકર માટે મહત્વનો છે કારણ કે 25 સપ્ટેમ્બર પંડિત દિન દયાળ ઉપાધ્યાયની જન્મજંયતિ છે આ દિવસે યુવા મોરચા દ્વારા પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના માર્ગદર્શન અને અધ્યક્ષતામાં માં સોશિયલ મીડિયા સમિટ નું આયોજન થનાર છે. સોશિલ મીડિયા આવનાર સમયમાં મહત્વની ભૂમિક નિભાવનાર છે ત્યારે ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચાના કાર્યકરો સોશિયલ મીડિયાનો મહત્તમ ઉપયોગ કરે તે માટે માર્ગદર્શન મળશે. સોશિયલ મીડિયા થકી કેન્દ્ર સરકાર અને રાજય સરકારની દરેક યોજના છેવાડાના માનવી તેમજ ગરિબ વ્યકિત સુધી પહોંચાડવા ઉપયોગ કેવી રીતે કરી શકાય તે સમીટમાં માર્ગદર્શન આપવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.