Abtak Media Google News

વિકાસશીલ જૂનાગઢના ઉજ્જવળ ભવિષ્ય માટે ભાજપના ઉમેદવારોને પ્રચંડ જનસમર્થન સાથે જંગી બહુમતીથી ચૂંટવા ૨૧મી એ ભારી મતદાન કરવા માટે જૂનાગઢવાસીઓને રાજુભાઇ ધ્રુવની હૃદયસ્પર્શી અપીલ

જૂનાગઢમાં ૨૧ જુલાઈ રવિવારનાં રોજ યોજનારી મહાનગરપાલિકાની ચૂંટણીમાં મતદાતાઓને મોટી સંખ્યામાં મતદાન માટે ઉમટી પડી ભાજપને ભવ્ય વિજય અપાવવા હૃદયપૂર્વકની અપીલ કરતા રાજુભાઈ ધ્રુવે જણાવ્યું હતું કે, કેન્દ્રમાં છેલ્લાં પાંચ વર્ષથી અને રાજ્યમાં છેલ્લાં ૨૨ વર્ષથી વધુ સમયથી ભાજપની સરકાર કાર્યરત છે. તેના પરિણામ સ્વરૂપે ગુજરાતમાં વિકાસની ગાડી પૂરપાટ દોડી રહી છે. જો પાલિકાથી લઈ પાર્લામેન્ટ સુધી એક જ પક્ષનું શાસન હોય તો વિકાસનાં લાભો વધુ ઝડપી અને અસરકારક રીતે પ્રાપ્ત થાય છે. આથી વિધાનસભા અને લોકસભા ચૂંટણી બાદ જૂનાગઢ નગરપાલિકા ચૂંટણીમાં પણ ભાજપના પ્રતિનિધિઓને વિજયી બનાવવાથી જૂનાગઢના વિકાસ કાર્યોને પ્રોત્સાહન મળશે અને પાલિકાથી લઈ પાર્લામેન્ટ સુધી ગીર-જૂનાગઢમાં વિકાસ કાર્યોનો સુભગ સમન્વય રચાશે.

ભારતીય જનતા પાર્ટીની સરકારે સતત અને સખત કામ કરીને જૂનાગઢને વિકાસનું સરનામુ બનાવ્યુ છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની ભાજપ સરકારનાં શાસનમાં જૂનાગઢનો વિકાસ ઉડીને આંખે વળગે તેવો બન્યો છે.

રાજુભાઈ ધ્રુવે જણાવ્યું છે કે, છેલ્લા અઢી દાયકા દરમિયાન ભાજપ સરકાર દ્વારા ગુજરાતમાં દરેક ગામ, નગર, શહેરમાં અનેક પ્રજાકીય વિકાસ કાર્યો થયા છે અને થઈ રહ્યા છે. તેમાં પણ જો હવે જૂનાગઢ મહાનગરપાલિકામાં ભાજપ પુન: સત્તાસ્થાને આવશે તો જૂનાગઢ શહેરનાં રસ્તા, ગટરવ્યવસ્થા, સફાઈ, પાણી પુરવઠા, વીજળી તેમજ શિક્ષણ અને આરોગ્ય સુવિધાઓના ક્ષેત્રે નોંધપાત્ર કાર્યો થશે.

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ અનેક યોજનાઓ ની ભેટ ધરીને જૂનાગઢની દિવ્યતા જાળવી ભવ્યતા બક્ષી છે.

સૌરાષ્ટ્રમાં ટુરિઝમ સર્કીટ કાર્યરત કરવાનાં અભિયાનનાં ભાગરૂપ  જેતપુર-સોમનાથ નેશનલ હાઈવે થતાં સોમનાથ જતા યાત્રીકો જૂનાગઢની મુલાકાત લેતા થયા છે. ઊપરાંત મહાશિવરાત્રી નાં મેળાને મીનીકુંભ મેળાનો દરજ્જો પણ રાજ્ય સરકારે અપતા જૂનાગઢમાં યાત્રિકોની આવક જાવક વધી છે. ગીરનાર રોપ વે પ્રોજેક્ટ ૨૫ વર્ષથી અટકેલો હતો. રાજ્યનાં પનોતા પુત્ર નરેન્દ્રભાઈ મોદી જેવા વડાપ્રધાન બન્યા કે તુરંત ગિરનાર રોપ-વેની મંજૂરી આપતા આજે આ પ્રોજેક્ટ પૂર્ણતાને આરે આવ્યો છે.

જૂનાગઢમાં મેડીકલ કોલેજ કાર્યરત છે, ૬૫૦ કરોડનાં ખર્ચે મેડીકલ કોલેજ બની છે. સીવીલ હોસ્પીટલના નવા બ્લોકનું લોકાર્પણ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે સંપન્ન થતાં જૂનાગઢવાસીઓને આરોગ્યની આધુનિક સવલતો પ્રાપ્ય બની છે. જૂનાગઢમાં ભક્ત કવિ નરસીંહ મહેતા યુનિવર્સીટી બનાવવામાં આવી છે. ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિ. ભવન બિલ્ડીંગ અને શિક્ષણનાં પ્રોજેક્ટ માટે રૂા. ૧૦૦ કરોડ મંજૂર કરવામાં આવ્યા છે.

રાજ્યનાં દિર્ઘદ્રષ્ટા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ગીરનાર યાત્રાધામ વિકાસ મંડળની સ્થાપના કરી ભવનાથ ક્ષેત્રનાં વિકાસ માટે નવી દિશાનાં દ્વાર ખોલ્યા છે ગીરનાર વિકાસ મંડળ થકી અનેક પ્રોજેક્ટ હાથ પર લેવાયા છે. જૂનાગઢનાં દામોદરકૂંડ મજેવડી દરવાજો, સરદાર પટેલ દરવાજા સહિત જૂનાગઢનાં પુરાતન સ્થળોએ રાજ્ય સરકારની ગ્રાન્ટમાંથી રીનોવેશન કરી પુન:વિકાસની કામગીરી ધરવામાં આવી છે.

જૂનાગઢમાં ઉપરકોટના વિકાસ માટે ૭ કરોડ ફાળવવામાં આવ્યા છે. જૂનાગઢ મહાનગર વિસ્તારમાં પાણી પ્રોજેક્ટ અને ગટર વ્યવસ્થા માટે રૂા. ૩૦૦ કરોડનાં લાંબા ગાળાનો પ્લાન રાજ્ય સરકાર દ્વારા મંજૂર કરવામાં આવ્યો છે.

આમ, નગરપાલિકા ચૂંટણીમાં ભાજપનાં ઉમેદવારો વિજય થતાની સાથે જ પાલિકાથી લઈ પાર્લામેન્ટ સુધીનાં ભાજપનાં શાસનમાં સંત-સમુદાયનાં સહયોગ સાથે ના આશીર્વાદ  અને સરકારના દૂરંદેશીભર્યા નિર્ણયથી યાત્રા-પ્રવાસના અનોખા ધામ તરીકે જૂનાગઢનો સર્વાંગી વિકાસ થશે તેમાં કોઈ બેમત નથી. ઉપરાંત ગીર-જૂનાગઢ વિકાસ કાર્યોને વધુને વધુ પ્રોત્સાહન મળતું રહેશે. રૂપાણી સરકાર ગુજરાતમાં પ્રજાની નાનામાં નાની અપેક્ષા પૂર્ણ થાય એ રીતે સતત કાર્યશીલ છે. ગુજરાતના તમામ નાના-મોટા શહેરો વિકાસનો પર્યાય બને એટલું જ નહીં, એકેએક પ્રજાજન વિકાસનો ભાગીદાર બને એ ભાજપની નેમ છે ત્યારે જૂનાગઢની મહાનગરપાલિકા ચૂંટણીમાં ભાજપનું શાસન હોય તો સરકાર અને પ્રજા વચ્ચે સંકલનનો સેતુ સજ્જડ બને અને કોઈપણ વિકાસ કાર્ય અટકે નહીં તેથી જૂનાગઢ મહાનગરપાલિકામાં ભાજપની ભવ્ય જીત અપાવી તેનાં વિકાસ કાર્યોમાં ભાગીદાર બનવા રાજુભાઈ ધ્રુવે જૂનાગઢવાસીઓને હૃદયસ્પર્શી અપીલ કરી  છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.