Abtak Media Google News

ભાજપ ખેતી અને ખેડુતલક્ષી સરકાર છે: ભાનુભાઈ મેતા.

૩૦મીએ પીએમ મોદીના કાર્યક્રમના ભાગઆરૂપે.

ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના માર્ગદર્શન હેઠળ રાજકોટ જીલ્લા ભાજપા કાર્યાલય ખાતે જીલ્લાની બેઠક જીલ્લા ભાજપ મહામંત્રી ભાનુભાઈ મેતાના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી. આ બેઠકમાં ગુજરાત પ્રદેશ ભાજપાના ઉપાધ્યક્ષ ગોરધનભાઈ ઝડફિયા, કેબીનેટ મંત્રી જયેશભાઈ રાદડિયા, જિલ્લા મહામંત્રી જયંતીભાઈ ઢોલ, ડો.ભરતભાઈ બોઘરા, સાંસદ મોહનભાઈ કુંડારીયા, ધારાસભ્યો ગોવિંદભાઈ પટેલ, લાખાભાઈ સાગઠિયા, પૂર્વ ધારાસભ્ય બાવનજીભાઈ મેતલીયા, સહકારી આગેવાનો હરદેવસિંહ જાડેજા, ગોવિંદભાઈ રાણપરીયા સહિતના જીલ્લા હોદેદારો તેમજ તાલુકાના પ્રમુખ મહામંત્રી અને હોદેદારો ઉપસ્થિત રહ્યા હતા.

આ બેઠકને માર્ગદર્શન આપતા ગોરધનભાઈ ઝડફિયાએ જણાવ્યું હતું કે, આજથી ૧૩૧ વર્ષ અગાઉ રાજકોટની આલ્ફેડ હાઈસ્કુલ ખાતે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીએ અભ્યાસ કર્યો હતો તે ઐતિહાસિક સ્થળને ગાંધી અનુભૂતિ કેન્દ્રમાં પરિવર્તિત કરવાનું ભગીરથ કાર્ય ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા કરવામાં આવ્યું છે. આ વિશ્ર્વ કક્ષાનું ગાંધી મ્યુઝીયમનું લોકાર્પણ તા.૩૦ સપ્ટેમ્બરના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી કરશે.

આપણા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના સ્વપ્ન સમી દેશની મહત્વાકાંક્ષી આરોગ્યલક્ષી આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાએ હિન્દુસ્તાનની સામાન્ય પ્રજાજે આર્થિક, સામાજીક, અશકત, શ્રમિક વર્ગ સહિત છેવાડાના ગરીબ પરીવારના સભ્યોએ રૂ.૫ લાખ સુધીની હોસ્પિટલાઈજેશન, સારવાર કોઈપણ ગંભીર બિમારીમાં સરકારી કે ખાનગી હોસ્પિટલમાં તદન નિ:શુલ્ક મળવાપાત્ર થશે. જેમાં ભારતભરની ૧૭૦૦ હોસ્પિટલમાં તેની સારવાર મળશે.

આ તકે કોંગ્રેસના કરતુતોને ખુલ્લા પાડતા જણાવ્યું હતું કે, કોંગ્રેસ સતા વગર તરફડીયા મારી રહી છે એટલે પ્રજામાં વર્ગ વિગ્રહ અને ખેડુતોના નામે રોટલા શેકવા નીકળી છે. કોંગ્રેસના શાસનમાં વીજળી, લાઈટ, પાણી જેવી સામાન્ય સુવિધાઓ પ્રજાને કે ખેડુતોને મળતી નથી. આ તકે આગામી કાર્યક્રમોની જાણકારી આપતા કહ્યું હતું કે, તા.૩૦મી સપ્ટેમ્બરે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને આવકારવા જીલ્લામાંથી ૧૫૦૦૦ લોકો સ્વયંભુ ઉમટી પડશે તે માટેની વ્યવસ્થાનું ચિંતન-મનન કરવામાં આવ્યું હતું.

તેમજ તા.૨ ઓકટોબર ગાંધીજીની ૧૫૦મી જયંતીના ઉપક્રમે તાલુકા મથકોએ ૧૫૦ કિમીની યાત્રા ૧૫૦ ગામમાં પદયાત્રા કરીને ગાંધીજીનું જીવનકવન અને તમામ ગામોમાં કાર્યકર્તા અને પ્રજાના સહકારના સેતુથી ગામ સફાઈ અભિયાન, આરોગ્ય કેમ્પો, ગામ અને ગામડુનો વિકાસની વાતો, ખાટલા બેઠકો યોજવામાં આવશે. તા.૨૦ થી ૨૯ ઓકટોબરે સરદાર યાત્રા તમામ તાલુકા મથકો તેમજ વિધાનસભા વાઈઝ બેઠકો કરીને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સ્વપ્ન સમુ સરદાર વલ્લભભાઈ પટેલની ૧૮૨ મીટર ઉંચી પ્રતિમાનું અનાવરણ પ્રસંગે ગુજરાતભરમાંથી લાખો કાર્યકર્તાઓ તેમજ પ્રજાજનો ઉપસ્થિત રહેતે માટેના આગોતરા આયોજન કરશે.

જેમાં તમામ રાજવીઓઅ સરદાર વલ્લભભાઈ પટેલના કહેવાથી તમામ રાજવીઓનો સન્માન કાર્યક્રમ રાખવામાં આવશે. ઉપરાંત તા.૮ નવેમ્બર થી ૧૫ નવેમ્બર સુધી દરેક બુથમાં સ્નેહ મિલન કાર્યક્રમ રાખવામાં આવશે. ઉપરાંત તા.૮ નવેમ્બર થી ૧૫ નવેમ્બર સુધી દરેક બુથમાં સ્નેહ મિલન કાર્યક્રમ રાખવામાં આવેલ છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ગુજરાત અને રાજકોટના આગમનને વધાવવા મીટીગમાં કાર્યકરોમાં ઉત્સાહનો સંચાર જોવા મળ્યો હતો.

આ બેઠકનું સંપૂર્ણ સંચાલન અને વધુ માહિતી રાજકોટ જીલ્લા ભાજપા મહામંત્રી ભાનુભાઈ મેતાએ આપી હતી. ઉપરાંત કેબિનેટ મંત્રી જયેશભાઈ રાદડિયા, સાંસદ મોહનભાઈ કુંડારિયાએ પાક વીમા, ટેકાના ભાવની માહિતી તેમજ જીલ્લા મહામંત્રી ડો.ભરતભાઈ બોઘરાએ આયુષ્યમાન ભારત વિષયક માહિતી આપી હતી. ગુજરાત પ્રદેશ ભાજપા દ્વારા રાજકોટ-૭૦ ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલની કિશાન મોરચાના વિસ્તારક યોજનાના ઈન્ચાર્જ જવાબદારી સોંપવામાં આવતા જીલ્લા ભાજપાના આગેવાનોએ શુભેચ્છા પાઠવી હતી તેમ રાજકોટ જીલ્લા ભાજપા મિડીયા ઈન્ચાર્જ અરૂણભાઈ નિર્મળે જણાવેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.