Abtak Media Google News

વિધાનસભાની ચૂંટણીના ઉમેદવારો નક્કી કરવા દિવાળી 21મીએ ભાઈબીજથી ભાજપ પ્રદેશ પ્રાર્લામેન્ટરી બોર્ડની બેઠક ગાંધીનાગરમાં શરૂ  થશે, એક સપ્તાહમાં 182 બેઠકોની ચર્ચા કરવામાં આવશે. સૌરાષ્ટ્રના 11 જિલ્લાઓ અને 4 મહાનગરોની 48 બેઠકો માટે 25 અને 26મીએ પ્રાર્લામેન્ટરી બોર્ડની મીટિંગ મળશે, રાજકોટ શહેરને લાગુ પડતી ચાર બેઠક માટે પ્રાર્લામેન્ટરી બોર્ડમાં ચર્ચા માટે 25મીએ લાભ પાંચમના દિવસે સાંજે 7 વાગ્યાનો સેમી આપવામાં આવ્યો છે. ભાજપ દ્વારા ગત મહિને 20 થી 24 વચ્ચે જિલ્લાવાર 3-3 નિરીક્ષકો મોકલી દાવેદારોની અને કાર્યકરોની સેન્સ લેવામાં આવી હતી. નિરીક્ષકોએ સેન્સ આધારિત અહેવાલ  તૈયાર કરી નાખ્યો છે. પ્રાર્લામેન્ટરી બોર્ડમાં જેટલા નામ રજૂ થાય તેમાથી પેનલ બનાવી કેન્દ્રીય નેતાગીરીને મોકલવામાં આવશે. આમુખ બેઠકો પર એક એક નામ જ આખરી રહે તેવી સંભાવના છે . ઉમેદવારોના નામની જાહેરા કેન્દ્રીય પ્રાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળ્યા બાદ ફોર્મ ભરવામાં સમયગાળામાં થશે.

પ્રાર્લામેન્ટરી બોર્ડ સમક્ષ જે તે બેઠકમાં નિરીક્ષકો, શહેર-જિલ્લા પ્રમુખ, તત્કાલિન પ્રમુખ, મહામંત્રીઓ, મેયર, ધારાસભ્યો, સંસદ સભ્યો, બોર્ડ નિગમના ચેરમીનો, સરકાર અને સંગઠનના પ્રભારી વગેરેને બોલવામાં આવશે.

21મી થી સૌરાષ્ટ્ર સિવાયના વિસ્તારોની સુનાવણી થશે, 25-26મી એ સૌરાષ્ટ્રના જિલ્લા ઓને અલગ અલગ સમય ફાળવવામાં આવ્યો છે, રાજકોટ શહેરની બેઠકો માટે પ્રાર્લામેન્ટરી બોર્ડમાં 25મી એ સાંજે ચર્ચા થશે. ઉમેદવાર નિર્ણયક તબક્કો જાહેર થતાં રાજકીય ગરમાવો વધ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.