Abtak Media Google News

એકમાત્ર પોરબંદર બેઠક પર ગત લોકસભાની ચૂંટણી કરતા આ વખતે લીડ વધવાના આસાર

સૌરાષ્ટ્ર-કચ્છની લોકસભાની આઠ પૈકી સાત બેઠકો પર આ વખતે ભાજપની લીડમાં ઘટાડો થવાના સંકેતો મળી રહ્યા છે. એકમાત્ર પોરબંદર બેઠક પર ભાજપને  2019 કરતા આ વખતે વધુ લીડ મળે તેવું લાગી રહ્યું છે.

ગુજરાત વિધાનસભાની 2022માં યોજાયેલી સામાન્ય ચૂંટણીમાં ભાજપને રાજયની 182 વિધાનસભા બેઠકમાંથી 156 બેઠકો મળી હતી. રેકોર્ડ બ્રેક લીડ બાદ  ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલ દ્વારા લોકસભાની તમામ 26 બેઠકો પાંચ લાખથી વધુ મતોની લીડ સાથે જીતવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો હતો. રામ મંદિરના નિર્માણ બાદ આ ટારગેટ ખૂબજ આસાન લાગતો હતો પરંતુ ઉમેદવારોની પસંદગી, નેતાઓનાં બગડેલા બોલના કારણે સ્થિતિ વણસી ગઈ હતી. મતદાનની ઓછી ટકાવારીએ પણ ભાજપના  સમીકરણો વેરવિખેર કરી નાંખ્યા છે.

હવે ભાજપ દ્વારા લીડ કરતા જીત મહત્વપૂર્ણ બની જવા પામી છે. વર્ષ  2019માં યોજાયેલી લોકસભાની સામાન્ય ચૂંટણીમાં કચ્છ બેઠક પર ભાજપના ઉમેદવાર વિનોદભાઈ ચાવહાને  305513 મતોની લીડ મળી હતી. સુરેન્દ્રનગર બેઠક પર  ડો. મહેન્દ્રભાઈ મુંજપરા 2,77,437 મતોની લીડ સાથે જીતી  સાંસદ બન્યા હતા રાજકોટ બેઠક પર મોહનભઈ કુંડારિયા 3,68,407 મતો સાથે  વિજેતા બન્યા હતા.

પોરબંદર લોકસભા બેઠક પર રમેશભાઈ ધડુક 2,29,823 મતોની લીડથી જીત્યા હતા જામનગર બેઠક પર  પુનમબેન માડમને   236804 મતોની લીડ પ્રાપ્ત થઈ હતી. જયારે જૂનાગઢ બેઠક પર સૌથી ઓછી લીડ રહેવા પામી હતી. રાજેશભાઈ ચુડાસમાને  150211 મતોની લીડ પ્રાપ્ત થવા પામી હતી. અમરેલીમાં નારણભાઈ કાછડિયા  201431 મતોથી જીત્યા હતા જયારે ભાવનગર બેઠક પર ભારતીબેન શિયાળનો  329519 મતોથી વિજય થયો હતો.

વિરોધ પક્ષ પાસે એકપણ સચોટ મૂદો ન  હતો જયારે  સત્તાધારી પક્ષ ભાજપ પાસે રામમંદિર, વિકાસ, મજબૂત અર્થ વ્યવસ્થા, આતંકવાદનો સફાયો સહિતના અનેક મુદાઓ હતા એવું લાગી રહ્યું હતુ કે ભાજપને સતત ત્રીજી વખત લોકસભાની તમામ 26 બેઠકો જીતવામાં કોઈ મોટી કસરત  કરવાની આવશ્યકત રહેશે નહીં આસાનીથી  જીતની હેટ્રીક કરી લેશે. દરમિયાન ઉમેદવરોની પસંદગી અને ત્યારબાદ નેતાઓનાં આડેધડ નિવેદનોના કારણે માહોલ બગડી ગયો હતો. ઉમેદવારોને બદલવાની માંગ પણ ઉઠી હતી.

કાળઝાળ ગરમી અને આયાતી ઉમેદવાર સહિતના કારણોસર મતદાનની  ટકાવારીમાં ઘટાડો નોધાયો  હતો. જેના કારણે હવે પાંચ લાખની લીડથી તમામ બેઠકો જીતવાનો ભાજપનો ટારગેટતો એક બાજુ રહ્યો  2019માં સૌરાષ્ટ્ર-કચ્છની આઠ બેઠકો પર ભાજપના  ઉમેદવારોને જેટલી લીડ મળી હતી.તેટલી લીડ પણ આ વખતે મળે તેમ નથી કચ્છ, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, જૂનાગઢ, અમરેલી અને  ભાવનગર બેઠક પર  આ વખતે ભાજપના ઉમેદવારોની લીડમાં ઘટાડો થાય તેવા  આસાર વર્તાય રહ્યા છે. એક માત્ર પોરબંદર બેઠક પર ભાજપના ઉમેદવારોને  2019 કરતા વધુ લીડ મળે તેવું લાગી રહ્યું છે. ગત ચૂંટણીમાં રમેશભાઈ ધડુક 2,29,823 મતોની લીડ સાથે જીત્યા હતા આ વખતે તેઓનાં  સ્થાને ભાજપે કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડો. મનસુખભાઈ માંડવીયાને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે. એકમાત્ર ડો. માંડવીયાની લીડમાં વધારો થાય તેવું લાગી રહ્યું છે. બાકીની સૌરાષ્ટ્ર-કચ્છની સાતેય બેઠક પર લીડમાં ઘટાડો થાય તેવું હાલ લાગી રહ્યું છે.

> Video creator > Garba lover > Self confidence > Always be funny

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.