Abtak Media Google News

રાજકોટ જિલ્લાના મતદારોનો આભાર વ્યકત કરતા ભૂપતભાઈ બોદર

રાજકોટ જીલ્લા પંચાયતના પ્રમુખ ભૂપતભાઈ બોદરએ  ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી ને ઐતિહાસિક જીત મળવા બદલ તેમજ રાજકોટ શહેર તેમજ રાજકોટ ગ્રામ્યની તમામ વિધાનસભા બેઠકો ઉપર ભાજપનો ભવ્ય વિજય થવા બદલ રાજકોટ જિલ્લાના મતદારો તેમજ તમામ શ્રેણીના કાર્યકર્તાઓનો જાહેર આભાર વ્યકત કરતા જણાવેલ કે ગુજરાત વિધાનસભા ચૂંટણીના પરીણામો જાહેર થઈ ગયા છે અને સર્વત્ર  ભાજપનો જવલંત અને ઐતિહાસિક  વિજય થયો છે, સોળે કળાએ કમળ ખીલ્યુ છે  અને કોંગ્રેસ-આપનો સફાયો થયેલ છે.રાજકોટ ગ્રામ્યની જનતાએ ભાજપને હંમેશા પ્રેમ અને હુંફ આપેલ છે, ત્યારે આ ચૂંટણીમાં પણ રાજકોટ શહેર તેમજ ગ્રામ્યના મતદારોએ  ભારતીય જનતા પાર્ટીમાં પુન: વિશ્વાસ મુકીને વિકાસને મત આપીને વિજેતા બનાવેલ છે. ત્યારે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ ના નેતૃત્વમાં કેન્દ્ર સરકાર અને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વવાળી અને પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલના માર્ગદર્શન હેઠળ રાજયની ભાજપ સરકારે કરેલા અગણિત વિકાસ કાર્યોને લોકોએ અનુમોદન આપીને ભાજપને ખોબલે-ખોબલે મત આપીને પુન: ભાજપને શાસન સોંપેલ છે.

Img 20221209 Wa0010

ત્યારે વધુમાં તેઓએ જણાવેલ કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વડપણ હેઠળની કેન્દ્રની ભાજપ સરકાર ધ્વરા અનેક જનહિતલક્ષી યોજનાઓનો અમલ ગુજરાતના મુખ્યમંત્રી  ભુપેન્દ્રભાઈ પટેલ ના નેતૃત્વ હેઠળની રાજય સરકાર ધ્વારા સુદૃઢ રીતે અમલ થઈ રહયો છે, જેના પ્રભાવક પરિણામો આપણને સૌને પ્રાપ્ત થઈ રહયા છે, ગુજરાતમાં વિક્રમજનક રીતે સતત 1ર વર્ષ સુધી વિકાસલક્ષી ગુડ ગવર્નનસ ધ્વારા દેશ- દુનિયાને વિકાસનું ’ગુજરાત મોડલ’ આપનારા ગુજરાતના પનોતા પુત્ર નરેન્દ્રભાઈ દેશના વડાપ્રધાન બનતા ઉન્નતિ અને સમૃધ્ધિના માર્ગો  ખુલી ગયા છે. આ ઉપરાંત આયુષ્યમાન ભારત, સુક્ધયા સમૃધ્ધિ  યોજના, પ્રધાનમંત્રી જીવનજયોતિ વીમા યોજના, અટલ પેન્શન યોજના જેવી યોજનાઓનો પણ લાભ ગુજરાતના લોકોને આપવામાં કેન્દ્ર અને રાજયની ડબલ એન્જીન ભાજપ સરકારે અગ્રીમ ભુમિકા ભજવી છે.આમ ગુજરાત તેમજ રાજકોટની જનતાએ આ ચૂંટણીમાં  ભારતીય જનતા પાર્ટીને ખોબલે-ખોબલે મત આપીને ઐતિહાસિક જીત અપાવેલ છે તેમ રાજકોટ ગ્રામ્યના મતદારો તેમજ તમામ શ્રેણીના કાર્યકર્તાઓનો જાહેર આભાર વ્યકત કરતા રાજકોટ જીલ્લા પંચાયતના પ્રમુખ ભૂપતભાઈ બોદરએ જણાવેલ હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.