Abtak Media Google News

રાજકોટના બે ઓડીટોરીયમ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં યુવાઓની બહોળી સંખ્યામાં ઉપસ્થિતિ

પ્રદેશ ભાજપની યોજના અનુસાર પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુભાઈ વાઘાણી તથા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના માર્ગદર્શન હેઠળ દિગ્વીજય દિન અંતર્ગત ગુજરાતભરમાં વિધાનસભા વાઈઝ ૧૦૦થી વધુ યુવા મોરચાના સંમેલનો યોજી તેને વિડીયો કોન્ફરન્સના માધ્યમથી ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઈ શાહ, મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણી સહિતનાએ માર્ગદર્શન આપ્યું હતું. તે અંતર્ગત રાજકોટ ખાતે શહેરના અટલબિહારી વાજપાઈ ઓડીટોરીયમ તથા પ્રમુખસ્વામી ઓડીટોરીયમમાં રાષ્ટ્રીય યુવા ભાજપના પૂર્વ પ્રમુખ અને સાંસદ અનુરાગ ઠાકુર, પ્રદેશ નિતીન ભારદ્વાજ, શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, ભાનુબેન બાબરીયા, જુબીન આશરા, પ્રકાશ ગુર્જરની ઉપસ્થિતિમાં યુવા સંમેલનો યોજાયા હતા. જેમાં સી.એ., ડોકટર, વકીલ, એમ.બી.એ., એન્જીનીયરીંગ સ્ટુડન્ટ, સ્પોર્ટસમેન સહિતની વિવિધ શ્રેણીના યુવાનો ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

કાર્યક્રમમાં સંચાલન યુવા ભાજપ પ્રમુખ પ્રદિપ ડવે, સ્વાગત પ્રવચન પ્રદેશ યુવા ભાજપ મહામંત્રી નેહલ શુકલએ તથા અંતમાં આભારવિધિ જુબીન આશરાએ કરી હતી. સંમેલનની વ્યવસ્થા યુવા ભાજપ મહામંત્રી પૃથ્વીસિંહ વાળા, પરેશ પીપળીયા, હિતેશ મા‚, અમિત બોરીચા, કુલદીપસિંહ જાડેજા, પૂર્વેશ ભટ્ટ, વ્યોમ વ્યાસ, કિશન ટીલવા, પાર્થરાજસિંહ ચૌહાણે સંભાળી હતી.આ તકે ઉપસ્થિત યુવાનોને માર્ગદર્શન આપતા રાષ્ટ્રીય યુવા ભાજપના પૂર્વ પ્રમુખ અને સાંસદ અનુરાગ ઠાકુરે જણાવ્યું કે ભાજપ દ્વારા યુવાનોમાં રાષ્ટ્રભકિત અને રાષ્ટ્રવાદનું સિંચન થાય તેવા આશયથી સ્વામી વિવેકાનંદજીના વિચારોનું વાવેતર કરવામાં આવે છે. આ તકે શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીએ જણાવ્યું કે પ્રદેશ ભાજપ દ્વારા ગુજરાતભરમાં એકી સાથે ૧૦૦ યુવા સંમેલનો યોજી અમિતભાઈ શાહ તથા વિજયભાઈ ‚પાણી અને જીતુભાઈ વાઘાણીએ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી માર્ગદર્શન આપી યુવા પેઢી વ્યસન મુકત બને અને ભારતના નિર્માણમાં યુવાનો સહયોગી થાય અને આવા કાર્યક્રમોના માધ્યમથી યુવાનોને ભાજપની વિચારધારા સાથે જોડવાનો પ્રયાસ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.