Abtak Media Google News
  • મંદિર માટે માર્બલ ઈટાલીથી લવાયો: કાર્બન ફુટપ્રિન્ટ ઘટાડવા માટે મંદિરના પાયામાં કોક્રિટ મિક્ષણ સાથે ફલાયએશનો ઉપયોગ
  • મંદિર નિર્માણ માટે ગુલાબી રેતીના  પથ્થરને ઉતર રાજસ્થાનથી અબુધાબી લઈ જવાયો

યુએઈમાં અબુ ધાબીમાં એક ભવ્ય હિન્દુ મંદિર બનાવવામાં આવ્યું છે. મંદિર પશ્ચિમ એશિયામાં પથ્થરોથી બનેલું સૌથી મોટું મંદિર હશે. મંદિર બનાવવામાં 700 કરોડ રૂપિયાથી વધુનો ખર્ચ કરવામાં આવ્યો છે. આ મંદિરની રચના ખૂબ જ કાળજીપૂર્વક કરવામાં આવી છે. તેમાં સાત મિનારા છે જે દેશના સાત અમીરાતનું પ્રતિનિધિત્વ કરે છે. આ મંદિર વિસ્તાર 27 એકર જમીનમાં બનાવવામાં આવ્યો છે. આ મંદિરના નિર્માણ માટે ગુલાબી રેતીના પથ્થરને ઉત્તર રાજસ્થાનથી અબુ ધાબી લઈ જવામાં આવ્યો હતો.

Advertisement

મંદિર માટે માર્બલ ઇટાલીથી લાવવામાં આવ્યો છે. કાર્બન ફૂટપ્રિન્ટ ઘટાડવા માટે મંદિરના પાયામાં કોંક્રિટ મિશ્રણ સાથે ફ્લાય એશનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. અબુ ધાબી હિન્દુ મંદિર એશિયાનું સૌથી મોટું મંદિર છે, જેની ઊંચાઈ 32.92 મીટર, લંબાઈ 79.86 મીટર અને પહોળાઈ 54.86 મીટર છે.

આ મંદિરને સંપૂર્ણ રીતે બનાવવામાં 18 લાખ ઈંટોનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

શાકાહારી ફૂડ કોર્ટ અને શૂ-હાઉસ

Blending Of Ancient Architecture With Modern Technology In Abu Dhabi Baps Temple
Blending of ancient architecture with modern technology in Abu Dhabi BAPS Temple

મંદિર પરિસરમાં મંદિર તરફ જતાં નદીના પ્રવાહની ડાબી બાજુ શાકાહારી ફૂડ કોર્ટ જોઈ શકાય છે. આ ફૂડ કોર્ટની વિશેષતા એ છે કે તેમાંના બેન્ચ, ટેબલ અને ખુરશીઓ અનોખી રીતે આકાર પામ્યા છે. આ જ રીતે શૂ-હાઉસને પણ આ રીતે જ લાકડાની પેલેટના રી યુઝ દ્વારા બનાવવામાં આવી છે. આ મંદિરના નિર્માણ માટે 20,000 ટન જેટલાં પત્થરો 700 ક્ધટેનર દ્વારા અબુધાબી લાવવામાં આવ્યા હતા. આ પત્થરો

લાકડાની જે પેલેટમાં આવતા હતા. તે જ પેલેટ્સમાંથી અહીંના બેન્ચ, ટેબલ અને ખુરશીઓ બનાવવામાં આવ્યા છે. આમ, આવા નવતર પ્રયોગ દ્વારા ‘Sustainability’  નો સંદેશ પણ આ મંદિર દ્વારા આપવામાં આવ્યો છે.   ગ્રીન બિલ્ડિંગ -ફાઉન્ડેશન ભરવા માટે ખૂબ મોટી માત્રામાં ફ્લાય એશ કોંક્રિટનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. કોંક્રિટ મિશ્રણમાં 55% જેટલા હિસ્સામાં  સિમેન્ટને બદલે ફ્લાય એશ વાપરવામાં આવ્યું હતું, જે કાર્બન ફૂટપ્રિન્ટ ઘટાડવા અને તેને ગ્રીન બિલ્ડિંગ બનાવવા માટે પર્યાવરણને અનુકૂળ મિશ્રણ હતું.

મંદિર ફાઉન્ડેશન દરમિયાન વિશિષ્ટ અનુભવો

Blending Of Ancient Architecture With Modern Technology In Abu Dhabi Baps Temple
Blending of ancient architecture with modern technology in Abu Dhabi BAPS Temple

ફાઉન્ડેશન દરમિયાન માત્ર 1 મીટર જેટલા  ખોદકામ બાદ જાડો ખડક મળી આવ્યો, તે એટલો વિશાળ અને મજબૂત હતો કે મલેશિયાના સ્ટ્રક્ચરલ એક્સપર્ટ,  SOE ક્ધસલ્ટન્ટ્સના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર ડો. કોંગ સિયા કેઓંગે કહ્યું, ’તમારું મંદિર હાથીની પીઠ પર બેઠેલા નાના કબૂતર જેવું હશે!’એર પ્રોડક્ટ્સના મુખ્ય સિવિલ એન્જિનિયર સંદીપ વ્યાસ, RSPના મુખ્ય

સ્ટ્રક્ચરલ એન્જિનિયર વસીઅહમેદ બેહલીમ, તેમજ શાપોરજી પાલોનજીના પ્રોજેક્ટ મેનેજર ટીનુ સિમોન, આ બધાને આશ્ચર્ય થયું કે ખોદકામની સપાટીએ પહોંચે તે પહેલા ઉંચી ખડક મળી આવી હતી.

મંદિરના ફાઉન્ડેશનમાં જ્યારે રણની રેતી વાપરવાની હોય, તો તે સલ્ફર અને ક્લોરાઇડથી મુક્ત હોવી જોઈએ. આ પ્રકારની રેતી રણમાં મળવી મુશ્કેલ છે, પરંતુ જ્યારે ફાઉન્ડેશન માટે રેતીનું લેબમાં ટેસ્ટિંગ કરવામાં આવ્યું, ત્યારે તેમાં સલ્ફર કે ક્લોરાઇડ ગેરહાજર જણાયા, જે લગભગ અશક્ય જેવું છે.  જેને કારણે આ રેતીનો સીધો જ ફાઉન્ડેશનમાં સ્ટ્રકચર ફીલ મટીરીયલ તરીકે ઉપયોગ કરી શકાયો હતો.

અલગ અલગ 10 લેયર માં, ફાઉન્ડેશનમાં 300 જેટલાં સેન્સર લગાવવામાં આવ્યા છે. જે દબાણ, તાપમાન, અને ભૂકંપ જેવી ગતિવિધિઓની હિલચાલ જાણવા, સમજવામાં ઉપયોગી બનશે.

વિશ્વનું પહેલું એવું મંદિર જે આવા સેન્સર દ્વારા વિવિધ ભૌતિક પરિમાણો અને અનેકવિધ બાબતોની આગાહી કરશે. આ તમામ સેન્સર એક ચેકલિસ્ટ તરીકે કામ કરશે.  જે દબાણ, તાપમાન, સંબંધિત ડેટા આપશે.

સેન્સર ઉપરાંત બીજી વિશિષ્ટ વાત એ છે કે મંદિરના ડિજિટલ મોડેલને બનાવીને અત્યંત તીવ્ર સિસ્મિક સિમ્યુલેશનમાંથી પસાર કરવામાં આવ્યું હતું અને આ મોડેલ સફળતાપૂર્વક પસાર થયું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.