Abtak Media Google News

‘આપ’ની ઉમેદવારની પ્રથમ યાદીમાં 46 સીટીંગ ધારાસભ્યોની ટિકિટ કપાતા અનેક ધારાસભ્યો બળવાના મુડમાં

દેશની રાજધાની દિલ્હી વિધાનસભાની અતિ રસાકસીભરી બની રહેલી ચૂંટણી આગામી આઠમી ફેબ્રુઆરીએ યોજાનારી દિલ્હીમાં વર્તમાન સત્તાધીશ ‘આપ’ની કેજરીવાલ સરકારને આ ચૂંટણીમાં મહાત આપવા ભાજપ ઉપરાંત કોંગ્રેસ પણ એડીચોટીનું જોર લગાવી રહ્યું છે. જેથી આ ત્રિપાંખીયા જંગમાં ફરીથી વિજય મેળવવા ‘આપ’ જાહેર કરેલી ઉમેદવારોની પહેલી યાદીમાં વર્તમાન 46 ધારાસભ્યોની ટિકિટ કાપીને નવા ચહેરાઓને તક આપી છે. પાર્ટીએ વર્તમાન ધારાસભ્યાનેી ટિકિટ કાપી નાખતા અનેક ધારાસભ્યો બનવાના મુડમાં આવી ગયા છે. જેથી, દિલ્હી વિધાનસભાની ચૂંટણી પહેલા ‘આપ’માં બળવાના એંધાણ જોવા મળી રહ્યાં છે.

આમ આદમી પાર્ટી (આપ) ના ઉમેદવારોની યાદી જાહેર થતાંની સાથે જ પાર્ટીમાં બળવો દેખાવા માંડ્યો છે. પાર્ટીએ વર્તમાન 46 ધારાસભ્યોને ટિકિટ કાપી છે. અનેક ધારાસભ્યો તેમની ટિકિટ કાપવામાં આવતા નારાજ છે અને તેઓએ પાર્ટી સામે ખુલ્લેઆમ બોલવાનું શરૂ કર્યું છે.  આપે લોકસભાની ચૂંટણીઓ હારી ગયેલા આતિશી, રાઘવ ચઢ્ઢા અને દિલીપ પાંડે સહિતના નવા ચહેરાઓ પર દાવ રમ્યો છે. આ ઉપરાંત તાજેતરમાં પાર્ટીમાં જોડાયેલા શોએબ ઇકબાલ ટિકિટ મેળવવામાં સફળ થયા હતા. આપના સ્થાપક સભ્ય એવા બદરપુરના ધારાસભ્ય નારાયણ દત્ત શર્માએ પાર્ટી છોડવાની જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે તેમની ઘણી પાર્ટીઓ સાથે વાતચીત ચાલી રહી છે અને તેઓ નિશ્ચિતપણે ચૂંટણી લડશે. શર્માએ કહ્યું હતું કે તેઓ કોઈ પણ સંજોગોમાં વિધાનસભાની ચૂંટણી લડશે, પછી ભલે તે કોઈ અન્ય પક્ષ સાથે લડશે અથવા અપક્ષો લડશે. તેમની બેઠક પરથી રામસિંહ નેતાજીને આપે ઉમેદવાર જાહેર કર્યા છે.

Rajani

પાર્ટીના નેતૃત્વ પર પ્રહાર કરતા શર્માએ કહ્યું હતું કે તેઓ ‘આપ’ ના સ્થાપક સભ્ય છે અને તેમણે ઘણાં વર્ષોથી ભૂ માફિયાઓ અને ભ્રષ્ટ લોકો સામે લડત આપી છે, પરંતુ આજે પાર્ટીએ એક એવા વ્યક્તિને ટિકિટ આપી છે જે ઘણા આક્ષેપોથી ઘેરાયેલી છે. . તેમણે અરવિંદ કેજરીવાલ અને આમ આદમી પાર્ટી પર નિશાન સાધતા અનેક ટવીટ કર્યા છે. આપે રાજેન્દ્ર નગર બેઠક પર વિજેન્દ્ર ગર્ગની ટિકિટ કાપી છે. આ બેઠક પરથી રાઘવ ચમાને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. વિજેન્દ્રએ કહ્યું કે પાર્ટીએ મોટા નામના ઉમેદવારને ટિકિટ આપી છે અને તેમની સાત વર્ષની મહેનત જોવા મળી નથી. ગર્ગે કહ્યું કે પાર્ટીનો આ નિર્ણય ખૂબ ખોટો છે કારણ કે તેમણે છેલ્લા સાત વર્ષથી આ પ્રદેશ માટે ઘણું કામ કર્યું છે અને લોકો પણ તેમની ટિકિટ કાપવામાં ખૂબ જ દુ:ખ છે.

Admin 1

જો કે, તેમણે સ્પષ્ટ કર્યું હતું કે તેઓ પાર્ટી છોડશે નહીં અને તે વિસ્તારના લોકોને મદદ કરવા હંમેશા ઉપલબ્ધ રહેશે.ત્રિલોકપુરીથી ફરીથી ટિકિટ ન મળતા રાજુ ધીંગણે પણ દુ:ખ વ્યક્ત કરતા કહ્યું હતું કે રાજકારણમાં પ્રામાણિક અને કામદાર લોકોને કોઈ સ્થાન નથી. તેમણે કહ્યું કે તેઓ આગામી એક કે બે દિવસ વિચારણા કરશે અને ભવિષ્યની રણનીતિ નક્કી કરશે. ચૂંટણી લડવાના પ્રશ્નના મુદ્દે તેમણે કહ્યું હતું કે તેઓ જલ્દી નિર્ણય લેશે અને ટેકેદારો અભિપ્રાયના આધારે નિર્ણય લેશે. ચર્ચા એવી પણ ચાલી રહી છે કે, કમાન્ડો સુરેન્દ્રએ પણ દિલ્હી કેન્ટથી ટિકિટ ન મળતાં નારાજગી વ્યક્ત કરી છે. આ સિવાય ઘણા એવા નામો છે જે ચૂંટણીમાં આમ આદમી પાર્ટી માટે મુશ્કેલી ઉભી કરી શકે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.