Abtak Media Google News

રિલાયન્સ મેગા મોલ ખાતે યોજનાર રકતદાન કેમ્પમાં જોડાવવા લોકોને અપીલ

ડિફેન્ડર ઓફ નેચર સંસ્થા દ્વારા તા.૯ ને રવિવારના રોજ રિલાયન્સ મેગા મોલ, સેક્ધડ ફલોર ખાતે ભવ્ય રકતદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે. આ રકતદાન કેમ્પમાં જાહેર જનતાને સહભાગી બનવા માટે ડિફેન્ડર ઓફ નેચરની ટીમ વતી જાહેર જનતાને આમંત્રણ આપવામાં આવ્યું છે. અબતકની મુલાકાતે આવેલા સંસ્થાના આગેવાનઓ જણાવ્યું હતું કે  ડિફેન્ડર ઓફ નેચર સંસ્થ્ાનો મુખ્ય હેતુ પર્યાવરણ રક્ષણ અને માનવ હિતના કાર્યક્રમો દ્વારા સમાજને પ્રકૃતિ વિકાસ માટે જાગૃત કરવાનો છે. ડિરેન્ડર ઓફ નેચર દ્વારા કરવામાં આવતા આ મહા રકતદાન કેમ્પમાં જોડાવા તથા અન્ય માહીતી માટે પ્રેસીડન્ટ યુગ આર્યા મો. ૯૦૩૩૩ ૧૮૮૮૫ તથા સેક્રેટરી રચના ‚પારેલીયા મો. નં. ૮૯૮૦૬ ૬૯૯૫૭ નો સપર્ંક કરવાનું જણાવાયું છે.

કાર્યક્રમને સફળ બનાવવા ટીમ પ્રેસીડન્ટ યુગ આર્યા, સેક્રેટરી  રચના ‚પારેલીયા, વાઇસ પ્રેસીડન્ટ મેનેજમેન્ટ, યશ લુણાગરીયા, વાઇસ પ્રેસીડેન્ટ મીડીયા સ્મિત રાજાણી, વાઇસ પ્રેસીડન્ટ ગ્રોથ એન્ડ ડેવલોપમેન્ટ અરવિંદ વાલા, ટ્રેઝરર શનિ ભાનુશાલી જહેમત ઉઠાવી  રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.