Abtak Media Google News

સરકારને ઘણા દિવસોથી બ્લડ બેંકને લઈને ફરિયાદો મળી રહી હતી જેના પછી કડક આદેશ આપવામાં આવ્યા છે. વાસ્તવમાં સરકારે કડક શબ્દોમાં કહ્યું છે કે લોહી વેચાણ માટે નથી, બ્લડ બેંકો ફકત તેની પ્રોસેસિંગ ફી વસૂલ કરી શકે છે.

બ્લડ બેંક અને હોસ્પિટલોને રક્ત પેટે ફકત પ્રોસેસિંગ ચાર્જ જ વસુલવા આદેશ

હોસ્પિટલોમાં ક્યારેક એવું જોવા મળે છે કે બ્લડ બેંકો જે દર્દીઓને તાકીદે લોહીની જરૂર હોય તેઓ પાસેથી વધુ ચાર્જ વસૂલ કરે છે પરંતુ હવે સરકારે આ અંગે કડક વલણ અપનાવ્યું છે. સરકારે નેશનલ બ્લડ ટ્રાન્સફ્યુઝન કાઉન્સિલ દ્વારા જારી કરવામાં આવેલી માર્ગદર્શિકાનું કડકપણે પાલન કરવા સૂચના આપી છે.ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા (ડીસીજીઆઈ) એ કહ્યું છે કે હોસ્પિટલો અને બ્લડ બેંકો હવે રક્તદાન કરવા માટે માત્ર પ્રોસેસિંગ ફી વસૂલી શકે છે. આ અંગે ડીસીજીઆઈએ તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના ડ્રગ કંટ્રોલર અને કો-લાઈસન્સિંગ અધિકારીઓને એક પત્ર લખ્યો છે, જેમાં કહેવામાં આવ્યું છે કે આ નિર્ણય એટલા માટે લેવામાં આવ્યો છે કારણ કે રક્ત વેચાણ માટે નથી.

આ પત્રમાં 26 સપ્ટેમ્બરે યોજાયેલી ડ્રગ એડવાઇઝરી કમિટીની 62મી બેઠકનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ડીસીજીઆઈએ લખ્યું, આ ભલામણ એટીઆર પોઈન્ટ ત્રણના એજન્ડા નંબર 18ના સંબંધમાં કરવામાં આવી હતી, જેમાં રક્ત માટે વધુ ચાર્જ લેવાના સંબંધમાં અભિપ્રાય વ્યક્ત કરવામાં આવ્યો હતો કે રક્ત વેચાણ માટે નથી. તે માત્ર સપ્લાય માટે છે અને બ્લડ બેંકો માત્ર પ્રોસેસિંગ ફી વસૂલી શકે છે.તભારતના ડ્રગ કંટ્રોલર જનરલે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના ડ્રગ કંટ્રોલર્સને તેમના અધિકારક્ષેત્ર હેઠળની તમામ બ્લડ બેંકોને સુધારેલી માર્ગદર્શિકાનું પાલન કરવા માટે નિર્દેશ આપવા જણાવ્યું છે. હકીકતમાં, સરકારને ઘણા દિવસોથી ફરિયાદો મળી રહી છે કે બ્લડ બેંકો વધુ ચાર્જ વસૂલતી હોય છે, જેને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.