Abtak Media Google News

ઘેરબેઠા બ્લડ યુરિન સેમ્પલ કલેકશનની સુવિધા: રેકડબ્રેક ત્રણ લાખ દર્દીઓએ કરાવ્યા રિપોર્ટ

અત્યારના સમયમાં ગરીબ દર્દીઓ માટે હોસ્પિટલના કે લેબોરેટરીના પગથીયા ચડવા હિમાલયના પહાડ ચડવા જેવું કપરું બની ગયું હોય ત્યારે દર્દીનારાયણને રાહત આપવા માટે પંચનાથ ટ્રસ્ટ દ્વારા આરોગ્યને લગતી અનેક લાભદાયી યોજના અમલી બનાવવામાં આવી છે. પંચનાથ પેથોલોજી લેબોરેટરીની અંદર માત્ર ‚રૂ.૧૦ના દરે બ્લડ સુગર ટેસ્ટ કરી આપવામાં આવે છે તો ‚રૂ.૮૦૦માં ફુલ બોડી ચેકઅપ કરી આપવામાં આવતા ૧૩ વર્ષમાં રેકોર્ડબ્રેક ત્રણ લાખ દર્દીઓએ અહીંની લેબોરેટરીનો લાભ ઉઠાવ્યો છે. ફુલ ટાઈમ પેથોલોજીસ્ટના સીધા નિદર્શન હેઠળ ચાલતી અતિ આધુનિક, ઉચ્ચ ગુણવતા ધરાવતી રાજકોટની પંચનાથ પેથોલોજી લેબોરેટરીમાં બ્લડ સુગર ટેસ્ટ ‚રૂ.૧૦માં, યુરિન ટીન ટેસ્ટ ‚રૂ.૨૦માં, કીડનીની તપાસ ‚રૂ.૧૫૦માં, લીવરની તપાસ માત્ર ‚રૂ.૨૫૦માં, થાઈરોઈડની તપાસ માત્ર રૂા.૨૮૦માં અને ફુલ બોડી તપાસ માટે રૂા.૮૦૦માં કરી આપવામાં આવે છે. આ સહિતના અનેક ટેસ્ટ પણ રાહતદરે કરી આપવામાં આવે છે અને દર્દીઓના તમામ ટેસ્ટ ૪૦ ટકા જેટલા રાહત દરે કરી આપવામાં આવે છે.

પંચનાથ મહાદેવ સાર્વજનિક મેડિકલ ટ્રસ્ટ અને પંચનાથ પેથોલોજી લેબોરેટરીના પ્રમુખ દેવાંગભાઈ માંકડના જણાવ્યા મુજબ આ લેબોરેટરી સવારે ૭:૩૦ વાગ્યાથી કાર્યરત થઈ જાય છે. આ ઉપરાંત લેબોરેટરી સુધી આવી શકવા માટે સક્ષમ ન હોય તેવા દર્દીઓના ઘરેથી જ બ્લડ યુરિનના સેમ્પલ એકત્ર કરવાની ઉમદા સેવા પુરી પાડવામાં આવે છે. દેવાંગભાઈ માંકડે વધુમાં ઉમેર્યું હતું કે, આટલું ઓછું હોય તેવી રીતે આઉટ ઓફ રેન્જ વેલ્યુવાળા રીપોર્ટ ઉપર બે વખત પ્રક્રિયા કરવામાં આવે છે. આ ઉપરાંત સ્વચ્છતા ઉપર સૌથી વધુ ધ્યાન કેન્દ્રીત કરવામાં આવે છે. આખા શહેરમાં ફુલ બોડી ચેકઅપ માત્ર ‚રૂ.૮૦૦માં કરી આપતી પંચનાથ લેબોરેટરીમાં આખા બોડીની ચકાસણી કરવામાં આવે છે.

લેબોરેટરી ઉપરાંત પંચનાથ સાર્વજનિક હોસ્પિટલમાં તાજેતરમાં જ આયુર્વેદિક અને હોમિયોપેથીકની સારવાર પણ ઉપલબ્ધ બનાવવામાં આવી છે. જયારે દર્દીઓને અન્ય સારવાર જેવી કે સ્ત્રી રોગ, કાન, નાક, ગળાના રોગો, ચામડી, ગુપ્ત રોગ, ફિઝીયોથેરાપી સહિતનો સમાવેશ થાય છે. પંચનાથ પેથોલોજીના સફળ સંચાલન માટે પ્રમુખ દેવાંગભાઈ માંકડના માર્ગદર્શન હેઠળ ઉપપ્રમુખ લક્ષ્મણભાઈ ચાવડા, મંત્રી તનસુખભાઈ એમ.ઓઝા, ખજાનચી મહેન્દ્રસિંહજી આર.ગોહિલ, ટ્રસ્ટી ડો.લલિત ત્રિવેદી, ટ્રસ્ટી ડી.વી.મહેતા, ટ્રસ્ટી મયુરભાઈ શાહ, મનુભાઈ એ.પટેલ, મિતેષભાઈ એમ.વ્યાસ, નીતિનભાઈ ડી.મણીયાર, નારણભાઈ કે.લાલકીયા, વસંતભાઈ જસાણી સહિતના જહેમત ઉઠાવી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.