Abtak Media Google News

કોરોના વાયરસના વધતા કેસના પગલે શેરબજારમાં ભારે અફરા તફરીનો 

માહોલ: નિફ્ટી પણ 500 પોઇન્ટ જેટલું ગગડી જતાં રોકાણકારોના શ્વાસ  અધ્ધર 

આજે કારોબારના પહેલા દિવસે શેરબજાર ભારે ઘટાડા સાથે ખુલ્યું હતું. સેન્સેક્સ 1400 પોઇન્ટ જેટલુ નીચે સરકી ગયું હતું.  આ લખાય છે ત્યારે 1484  પોઇન્ટ અને નિફ્ટી 447 પોઇન્ટ ઘટીને ટ્રેડ થઈ રહયા છે.. જો કે, ટ્રેડિંગની પહેલી જ મિનિટમાં સેન્સેક્સમાં 1000 પોઇન્ટ અને નિફ્ટી 350 પોઇન્ટથી વધુ નીચે ગયો હતો. આરબીએલ, આઈઓબી, પંજાબ સિંધ બેંકના શેરોમાં લગભગ 10% નો ઘટાડો છે.

આ પહેલ શુક્રવારે સેન્સેક્સ 154 પોઇન્ટના ઘટાડા સાથે 49,591 ની સપાટીએ બંધ રહ્યો હતો. જ્યારે, નિફ્ટી પણ 39 પોઇન્ટ તૂટીને 14,834ની સપાટીએ બંધ રહ્યો હતો. બજારમાં મોટાભાગના બેંકિંગ અને મેટલ સેક્ટરના શેરોમાં સૌથી વધુ ઘટાડો રહ્યો હતો.  સેન્સેકસ 1800 પોઈન્ટ પટકાતા શેર બજાર ધોવાયુ છે  જેમાં 15 મિનિટમાં રોકાણકારોના 7 લાખ કરોડ રૂપિયા ડૂબ્યા છે.

વર્તમાન સમયમાં કોરોના મહામારીએ માઝા મૂકી છે. દેશમાં સતત કેસ વધી રહ્યા છે. વર્તમાન સમયે તેની અસર આર્થિક ક્ષેત્રમાં થશે તેવી ભીતિ સેવાઈ રહી છે.

આવી સ્થિતિમાં અર્થતંત્રના બેરોમીટર ગણાતા શેર બજારમાં મોટો કડાકો બોલી જતાં રોકાણકારોના શ્વાસ અધ્ધર થઈ ચૂક્યા છે. ઘણા સમયથી સેન્સેક્સ 50 હજાર અંકનીની આજુબાજુ ટ્રેડ થઈ રહ્યો છે સેન્સેક્સ 40000ને આંબી જાય તેવી પણ સ્થિતિ છે.

અહીં ઉલ્લેખનીય છે કે સેન્સેક્સમાં આવેલા કડાકા પાછળ કોરોના સૌથી મોટું જવાબદાર પરિબળ છે આર્થિક રાજધાની મુંબઈમાં બાદ હવે મહારાષ્ટ્ર સરકારે વધુ દિવસોના લોકડાઉન સંગે વિચારણા હાથ ધરતાં ઉપર તેની ગંભીર અસર પડી જવા પામી છે.

બિજી તરફ વૈશ્વિક બજારમાં ઉલટી ગંગા જોવા મળી છે. શુક્રવારે અમેરિકન માર્કેટમાં તેજી જોવા મળી હતી. ડાઉ જોન્સ 0.89% વધીને 297.03 પોઇન્ટ પર 33,800.60 પર બંધ રહ્યો હતો. નેસ્ડેક 0.51%ના વધારા સાથે 70.88 પોઇન્ટ ઉપર 13,900.20 પર બંધ થયો હતો. એસપી 500 ઇન્ડેક્સ પણ 31.63 અંક વધીને 4,128.80 પર બંધ રહ્યો. એ જ રીતે ફ્રાન્સ અને જર્મનીનાં બજારોમાં પણ વધારો રહ્યો.ભારતમાં અન્ય દેશોની સરખામણીમાં વધુ ઝડપથી કેસ વધ્યા હોવાનું ફલિત થાય છે. નવી લહેર વધુ આક્રમક રીતે જનજીવન ઉપર ત્રાટકી રહી છે. આજે ગુજરાત હાઇકોર્ટે પણ આ બાબતે સુઓમોટો લઈને મહત્વના નિર્દેશો આપ્યા છે.

ગયા વર્ષે કોરોનાના કારણે 23 માર્ચથી બજારમાં ઘટાડો જોવા મળ્યો હતો. ત્યારે સેન્સેક્સ તેમના નીચલા સ્તરે 25,800 પર પહોંચી ગયો હતો. જોકે તે ત્યાંથી રિકવર થઈને આ વર્ષે 16 ફેબ્રુઆરીમાં 52,500ની સપાટી ક્રોસ કરી લીધી હતી. જોકે છેલ્લાં કેટલાક દિવસોથી કોરોનાના નવા કેસમાં રેકોર્ડ બ્રેક વધારો થવાના કારણે શેરબજારમાં ઘટાડો જોવા મળ્યો છે.

આજે વેપાર દરમિયાન દિવસની સૌથી નીચલી સપાટી 47,779 જોવા મળી હતી. બીએસઇમાં 2,922 શેરોમાં વેપાર થઈ રહ્યો છે. 416 શેરમાં વધારો અને 2,339 શેરો ઘટાડા સાથે વેપાર કરી રહ્યા છે. એક્સચેન્જ પર લિસ્ટેડ કંપનીઓની માર્કેટ 201.31 લાખ કરોડ થઈ ગયો છે. જે શુક્રવારે 209.63 લાખ કરોડ થઈ ગઈ છે. તે પ્રમાણે માર્કેટ કેપ 8.32 લાખ કરોડ રૂપિયા ઘટી છે.

સોમવારે કારોબારના પહેલા દિવસે શેરબજાર ભારે ઘટાડા સાથે ખૂલ્યું હતું. જોકે ટ્રેડિંગની શરૂઆતની થોડી મિનિટોમાં સેન્સેક્સમાં ઘટાડો થયો હતો. અરબીએલ, આઈઓબી, પંજાબ સિંધ બેંકના શેરોમાં લગભગ 10%નો ઘટાડો છે. નિષ્ણાતોના મત પ્રમાણે, દેશમાં ફરી લોકડાઉન થવાના ડરથી શેરબજારમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે.

આ પહેલ શુક્રવારે સેન્સેક્સ 154 પોઇન્ટના ઘટાડા સાથે 49,591ની સપાટીએ બંધ રહ્યો હતો, જ્યારે નિફ્ટી પણ 39 પોઇન્ટ તૂટીને 14,834ની સપાટીએ બંધ રહ્યો હતો. બજારમાં મોટા ભાગના બેંકિંગ અને મેટલ સેક્ટરના શેરોમાં સૌથી વધુ ઘટાડો રહ્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.