શેરબજારમાં આગ ઝરતી તેજી

સેન્સેક્સમાં 750 પોઇન્ટથી વધુ અને નિફટીમાં 230 પોઇન્ટથી વધુનો ઉછાળો 

ભારતીય શેરબજાર માટે આજે મંગળવારે મંગલકારી સાબિત થયો હતો, બજારમાં આજે સતત બીજા દિવસે તેજીનો પવન ફુંકાયો હતો, સેન્સેક્સ અને નિફટી તોતીંગ ઉછાળા સાથે ખુલ્યા હતા, સેન્સેક્સે 52 હજાર અને નિફટીએ 15,500ની સપાટી ઓળંગી હતી, જો કે અમેરિકી ડોલર સામે ભારતીય રૂપિયાનું ધોવાણ સતત ચાલુ છે, બેન્ક નિફટી અને નિફટી મીડ કેપ ઇન્ડેક્સમાં પણ જોરદાર ઉછાળા જોવા મળ્યા હતા.

આજે મુંબઇ શેરબજારના બન્ને આગેવાન ઇન્ડેક્સ સેન્સેક્સ અને નીફટી ઉછાળા સાથે ખુલ્યા હતા, સેન્સેક્સ ઇન્ટ્રાડેમાં 52382.19 પોઇન્ટની સપાટી હાંસલ કરી હતી જ્યારે નિફટીએ 15593.30 પોઇન્ટની સપાટી હાંસલ કરી હતી. આજે સતત બીજા દિવસે શેરબજારમાં તેજી જોવા મળી હતી. બુલીયન બજારમાં પણ તેજી જોવા મળી હતી. આજે સોના અને ચાંદીના ભાવમાં ઉછાળો જોવા મળ્યો હતો. ડોલર સામ રૂપિયાનું ધોવાણ ચાલુ જ છે.

આ લખાય રહ્યું છે ત્યારે સેન્સેક્સ 749 પોઇન્ટના ઉછાળા સાથે 52347 અને નિફટી 232 પોઇન્ટના ઉછાળા સાથે 15582 પોઇન્ટ પર કામકાજ કરી રહ્યા છે, જ્યારે અમેરિકી ડોલર 0.08 પૈસાના ઘટાડા સાથે 78.06 પર ટ્રેડ કરી રહ્યા છે.