Abtak Media Google News

રૂ.10ની ફેસ વેલ્યુના ઈકિવટી શેર દીઠ રૂ.129થી રૂ.135ની કિંમતે પ્રાઈઝ બેન્ડ ફિકસ કરાઈ

અબતક, રાજકોટ
બીએલએસ ઈ-સર્વિસીઝ લિમિટેડ (બીએલએસઈએલ અથવા કંપની) આવતીકાલે ઇક્વિટી શેર્સના તેના આઈપીઓના સંદર્ભે તેની બિડ/ઓફર ખોલશે.

પ્રત્યેક રૂ. 10ની ફેસ વેલ્યુના ઇક્વિટી શેર્સની કુલ ઇશ્યૂ સાઇઝમાં 2,30,30,000 સુધીના ઇક્વિટી શેર્સ (11,00,000 ઇક્વિટી શેર્સના હાથ ધરેલા પ્રી-આઈપીઓ પ્લેટમેન્ટ સિવાય)ના ફ્રેશ ઇશ્યૂનો સમાવેશ થાય છે.

એન્કર ઇન્વેસ્ટર બિડિંગ તારીખ સોમવાર, 29 જાન્યુઆરીના રોજ હશે. બિડ/ઓફર મંગળવાર, 30 જાન્યુઆરીના રોજ સબ્સ્ક્રીપ્શન માટે ખૂલશે અને ગુરૂવાર, 1 ફેબ્રુઆરી, 2024ના રોજ બંધ થશે.

ઇશ્યૂનો પ્રાઇઝ બેન્ડ ઇક્વિટી શેર દીઠ રૂ. 129થી રૂ. 135 નક્કી કરવામાં આવ્યો છે. બિડ્સ લઘુતમ 108 ઇક્વિટી શેર્સ અને ત્યારબાદ 108 ઇક્વિટી શેર્સના ગુણાંકમાં કરી શકાશે.

ઇશ્યૂમાં બીએલએસ ઇન્ટરનેશનલ શેરહોલ્ડર્સ (બીએલએસ ઇન્ટરનેશનલ શેરહોલ્ડર્સ રિઝર્વેશન પોર્શન) દ્વારા સબ્સ્ક્રીપ્શન માટે રૂ. (–) લાખ સુધીના 23,03,000 સુધીના ઇક્વિટી શેર્સના રિઝર્વેશનનો સમાવેશ થાય છે. અમારી કંપની બીઆરએલએમ સાથે ચર્ચા કરીને બીએલએસ ઇન્ટરનેશનલ શેરહોલ્ડર્સ રિઝર્વેશન પોર્શન માટે ઇક્વિટી શેર દીઠ રૂ.7નું ડિસ્કાઉન્ટ ઓફર કર્યું છે (શેર હોલ્ડર ડિસ્કાઉન્ટ).

અમારી કંપની ઇક્વિટી શેર્સના ફ્રેશ ઇશ્યૂથી મળનારી કુલ રકમનો નવી ક્ષમતાઓ ઊભી કર વા તથા તેના હાલના પ્લેટફોર્મ્સને ક્ધસોલિડેટ કરવા માટે તેના ટેક્નોલોજી ઇન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત કરવા, બીએલએસ સ્ટોર્સ ઊભા કરીને ઓર્ગેનિક ગ્રોથ માટેની પહેલને ફંડ પૂરું પાડવા, હસ્તાંતરણો દ્વારા ઇનઓર્ગેનિક ગ્રોથ હાંસલ કરવા તથા સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે ઉપયોગ કરવાની દરખાસ્ત કરે છ.

> Video creator > Garba lover > Self confidence > Always be funny

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.