Abtak Media Google News

ચાલુ વર્ષે તમામ શાળાઓએ ઓનલાઈન અહેવાલ મોકલવાનો રહેશે

રાજયની માધ્યમિક અને ઉચ્ચતર  માધ્યમિક   શાળાઓનો વાર્ષિક  અહેવાલ  શિક્ષણ બોર્ડને  ઓનલાઈન  મોકલવા માટેની કાર્યવાહી શરૂ થઈગઈ છે. જેમાં  શાળાઓ 17 ફેબ્રુઆરી સુધીમાં વાર્ષિક અહેવાલ બોર્ડને મોકલી શકશે. રાજયની માધ્યમિક  અને ઉચ્ચતર    માધ્યમિક શાળાઓને દર વર્ષે વાર્ષિક  અહેવાલ  બોર્ડને  મોકલવાનોહોય છે. અત્યાર સુધી  શાળાઓ ફિઝિકલી એટલે કે લેખીત  અહેવાલ  બોર્ડને  મોકલતી હતી. પરંતુ હવે પછી તમામ શાળાઓને આ વાર્ષિક અહેવાલ   ઓનલાઈન મોકલવા માટે તાકીદ કરવામાં આવી છે.  શાળાઓ ઈન્ડેકસ નંબર નાંખ્યા બાદ   અહેવાલોની  વિગતો ભરીશકે તેવી વ્યવસ્થા બોર્ડ દ્વારા કરવામાંઆવી છે.

Advertisement

રાજયની જુદીજુદી  શાળાઓમા માળખાકીય  સુવિધાઓ, શિક્ષણની ગુણવતતા,  વિદ્યાર્થી-શિક્ષકની સંખ્યા,  વાર્ષિક   કાર્યક્રમો સહિતની  તમામ વિગતો   દર્શાવતી વાર્ષિક  નિરિક્ષણ અહેવાલ તમામ શાળાઓએ તૈયાર કરવાનો હોય છે. આ અહેવાલ તૈયાર થયાબાદ  જે તે વિસ્તારના   જિલ્લા શિક્ષણાધિકારી કચેરીએ  મોકલી  આપવામાં આવે છે. આ અહેવાલ જેતેકચેરીને  મળ્યાબાદ  અંદાજીત    ઈન્સ્પેકશન દરમિયાન  અનેક શાળાઓએ અહેવાલમાં દર્શાવેલી વિગતો વાસ્તવમાં  હોતી નથી. આ ઉપરાંત અનેક શાળાઓ વાર્ષિક નિરિક્ષણ અહેવાલ જ રજુકરતી ન હોવાની વિગતો  પણ બહાર આવી હતી.

ગુજરાત માધ્યમિક  અને ઉચ્ચતર  માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા તાજેતરમાં  એક પરિપત્ર જાહેર કરીને દરેક શાળાઓને હવે પછી આ અહેવાલ ઓનલાઈન જાહેર કરવાની  તાકીદ કરવામાં આવી છે.દરેક શાળાઓએ વર્ષ 2022-23ના વાર્ષિક   નિરિક્ષણ  અહેવાલ  ઓનલાઈન  ભરવાના રહેશે.

અમદાવાદની  36 ગ્રાન્ટેડ શાળાઓનાં કર્મીઓનો પગાર અટકાવતા ડીઈઓ

અમદાવાદ જિલ્લા શિક્ષણાધિકારીએ શહેરની 36 ગ્રાન્ટ-ઈન-એઈડ શાળાઓનાં  કર્મચારીઓનો પગાર અટકાવી દીધો છે. કારણ કે તેઓ સમયમર્યાદામાં તેમના કર્મીઓનો  ડેટા સબમિટ કરવામાં નિષ્ફળ ગયા છે. ગ્રાન્ટેડ શાળાઓએ તેમના કર્મચારીઓનો ડેટા દર મહિનાની 6 તારીખ સુધીમાં મોકલવાનો હોય છે. આ ડેટાના આધારે ડીઈઓ કચેરી શાળાઓને પગાર જાહેર કરે છે. અમદાવાદ શહેરમાં 370 ગ્રાન્ટેડ શાળાઓ  જે આ પ્રક્રિયાને  અનુસરે છે.  36 શાળાઓનાં આચાર્યો જરૂરી વિગતો સબમિટ કરવામાં નિષ્ફળ ગયા હોવાથી, કર્મચારીઓો પગાર જાહેર કરવામા આવ્યો નથી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.