Abtak Media Google News

કાર્પેટ એરિયા આધારીત વેરા પઘ્ધતિ માટે નિયમો બનાવવાની દરખાસ્તના સમર્થનમાં ૩૭ અને વિરોધમાં ૩૦ મતો પડયા: ૩૦ વર્ષ બાદ રાજકોટમાં મિલકત વેરાની આકારણી માટે નવું કરમાળખુ

રાજકોટ મહાનગરપાલિકામાં આજે સવારે મેયર ડો.જૈમનભાઈ ઉપાધ્યાયના અધ્યક્ષ સ્થાને મળેલી ખાસ સભામાં ૧૧ પૈકી ૯ દરખાસ્તોને સર્વાનુમતે મંજુરીની મહોર મારવામાં આવી હતી જયારે ૨ દરખાસ્તો બહુમતીથી મંજુર થઈ હતી. ૩૦ વર્ષ બાદ શહેરમાં મિલકત વેરાની આકારણી ખાતે કાર્પેટ એરીયા આધારીત વેરા પઘ્ધતિની અમલવારી માટે નિયમો બનાવવાની દરખાસ્તને બોર્ડની બહાલી મળી હતી. જેના સમર્થનમાં ૩૭ મત અને વિરોધમાં ૩૦ મતો પડયા હતા.

Advertisement
Gujrat News | Rajkot
gujrat news | rajkot

રાજયની અન્ય મહાનગરપાલિકાઓની સરખામણીએ રાજકોટ મિલકત વેરાની આકારણીમાં કાર્પેટ એરીયાની અમલવારી કરવામાં સૌથી છેલ્લે રહી ગયું છે. અગાઉ જનરલ બોર્ડમાં કાર્પેટ એરીયા માટેના દર નકકી કરવાની દરખાસ્તને મંજુરીની મહોર મારવામાં આવી હતી. દરમિયાન તાજેતરમાં સ્ટેન્ડિંગ કમિટી દ્વારા કાર્પેટ એરીયા આધારીત વેરા પઘ્ધતિના નિયમો મંજુર કર્યા બાદ આખરી મંજુરી માટે સભાગૃહ સમક્ષ રજુ કરવામાં આવ્યા હતા. જેનો કોંગ્રેસે ઉગ્ર વિરોધ કર્યો હતો.

વિરોધ પક્ષના નેતા વશરામભાઈ સાગઠિયાએ જણાવ્યું હતું કે, કાર્પેટ એરીયા મુજબ વેરો એટલે કે માત્ર ભાજપના મળતીયાઓને જ ફાયદો અને પ્રજાને મોટી નુકસાન થવાની ભીતિ છે. કમિશનરે સુચવેલા દર કરતા શાસકો વેરાના દરમાં ૪૨ થી ૧૫૦ ટકા સુધીનો વધારો કર્યો છે. નવી પઘ્ધતિથી વેરામાં ઘટાડો થશે તે વાત સાવ વાહીયાત છે ખરેખર વેરા ઘટવાને બદલે વધશે. વિસ્તારની દ્રષ્ટીએ કેટેગરી એ,બી,સી,ડી પ્રમાણે રેસીડેન્સમાં ૧૧ રૂપિયા અને કોમર્શીયલમાં ૨૨ ‚પિયા નકકી કરાયા છે. કેટેગરી પ્રમાણે આ દરમાં ઘટાડો કરવો જોઈએ તેવી માંગણી કરી હતી. સાથો સાથ જણાવ્યું હતું કે, રહેણાંક હેતુની અંદાજે ૭૦ ટકા અને કોમર્શીયલ હેતુની ૧૦૦ ટકા મિલકતોમાં વેરો વધશે. હોસ્પિટલ માટે કમિશનરે જે દર ચુકવ્યા હતા જેમાં શાસકોએ ઘટાડો કર્યો છે. જેમાં ફરી વધારો કરવો જોઈએ એવી માંગણી પણ થઈ હતી. સ્ટેન્ડિંગ કમિટી દ્વારા ભાવાંકમાં કરવામાં આવેલા ધરખમ ઘટાડાનો લાભ માત્ર ભાજપના મળતીયાઓને જ થતો હોય તેવું લાગી રહ્યું છે. વિદ્યાર્થીઓ અને વાલીઓ પાસેથી તોતીંગ ફી વસુલવી, ખાનગી શૈક્ષણિક સંસ્થાઓ અને દર્દીઓને લૂંટતી પ્રાઈવેટ હોસ્પિટલનેફાયદો થાય તેવું કરમાળખું ન રાખવું જોઈએ તેવી માંગ પણ કરી હતી. ખાનગી પ્લોટ અથવા જમીનોમાં વેરાનો દર શૂન્ય રાખવામાં આવ્યો છે જેની સામે પણ કોંગ્રેસે વિરોધ નોંધાવ્યો હતો અને કમિશનરે સુચવેલો દર યથાવત રાખવાની માંગણી કરી હતી.

Gujrat News | Rajkot
gujrat news | rajkot

જેની સામે ભાજપના નગરસેવકોએ એવો દાવો રજુ કર્યો હતો કે, ૧૯૮૮ પહેલા શહેરમાં લમસમ વેરા પઘ્ધતિ અમલમાં હતી. ૧૯૮૮ બાદ ભાડા આધારીત વેરા પઘ્ધતિ અમલમાં આવી છે અને હવે ૩૦ વર્ષ બાદ કાર્પેટ એરીયાની અમલવારી થઈ રહી છે ત્યારે શહેરમાં ૮૦ થી ૮૫ ટકા મિલકતોના વેરા ઘટે છે. જેની સામે કોંગ્રેસને વાંધો છે. ખાસ બોર્ડમાં કાર્પેટ એરીયા આધારીત વેરા પઘ્ધતિ માટેના નિયમો મંજુર કરવાની દરખાસ્તના સમર્થનમાં ૩૭ મત અને તેના વિરોધમાં ૩૦ મતો પડયા હતા. આમ નવા કરમાળખાને મંજુર કરવાની દરખાસ્ત બોર્ડમાં બહુમતીથી મંજુર થઈ હતી. અન્ય ૯ દરખાસ્તો સર્વાનુમતે જયારે ૨ દરખાસ્ત બહુમતીથી મંજુર થઈ છે.

વિપક્ષી નેતાની મિલકતનો વેરો ૬૦ ટકા જેટલો ઘટશે: ભારદ્વાજ

ભાજપના સિનિયર કોર્પોરેટર અને સ્ટેન્ડિંગ કમિટીના પૂર્વ ચેરમેન નીતિનભાઈ ભારદ્વાજે આજે સભાગૃહમાં આંકડાઓ રજુ કરતા જણાવ્યું હતું કે, કોંગ્રેસ ભલે કાર્પેટ એરીયાનો વિરોધ કરતું હોય પરંતુ આ નવા કર માળખાની અમલવારી બાદ ભાજપ અને કોંગ્રેસના તમામ ૭૨ નગરસેવકોના વેરામાં ઘટાડો થશે. વિરોધ પક્ષના નેતા વશરામભાઈ સાગઠિયા હાલ પોતાના મકાનનો વેરો રૂ.૪૦૯૩ ભરી રહ્યા છે. નવા કરમાળખાથી તેઓના વેરા બીલમાં સીધો ૨૨૭૨ ‚પિયાનો ઘટાડો થશે અને હવેથી તેઓએ માત્ર રૂ.૧૮૨૧ જ વેરો ભરપાઈ કરવાનો રહેશે. એક માત્ર વશરામભાઈ

નહીં પરંતુ કાર્પેટ એરીયાની અમલવારી બાદ તમામ ૭૨ નગરસેવકના વેરા બીલમાં ઘટાડો થશે. ૩.૫૦ લાખ મિલકતોના વેરા ઘટશે માત્ર ૮૯ હજાર મિલકતોનો વેરો વધશે

મહાપાલિકામાં આજે મળેલી ખાસ સભામાં મ્યુનિ.કમિશનર બંછાનિધી પાનીએ જણાવ્યું હતું કે, કાર્પેટ એરીયા આધારીત મિલકત વેરાની આકારણી પઘ્ધતિની અમલવારી બાદ શહેરમાં ૩.૫૦ લાખ મિલકતોના વેરામાં ઘટાડો થશે. જયારે હેતુફેરવાળી, વધારાના બાંધકામવાળી માત્ર ૮૯ હજાર મિલકતોના વેરામાં વધારો થશે. નવા કરમાળખામાં મીનીમમ વેરો માત્ર ૨૫૦ રૂપિયા રાખવામાં આવ્યો છે. જેથી એકપણ કરદાતાને કોઈ પ્રકારનું નુકસાન થશે નહીં.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com,

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.