Abtak Media Google News

બેઇજિંગમાં ૪’૧૦૦ મીટર રિલે રેસમાં કાર્ટરે દોડની શરૂઆત કરી હતી

જમૈકાના દિગ્ગજ રનર ઉસેન બોલ્ડ પોતાની સાથી ખેલાડીને કારણે ડોપિંગ મામલામાં ફસાઇ ગયો છે, જેના કારણે તેણે પોતાનો એક ગોલ્ડ મેડલ પરત કરવો પડશે. તેની સાથે તેણે બનાવેલો વર્લ્ડ રેકોર્ડ પણ તૂટી જશે.

મહત્વનું છે કે, સ્પોર્ટ્સ આર્બિટ્રેશન કોર્ટ (સીએએસ)એ બોલ્ટના સાથી રનર નેસ્ટા કાર્ટર  જેનો બેઇજિંગ ઓલંમ્પિક દરમિયાન લેવામાં આવેલો ડોપ ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો, જેની અપીલને ઠુકરાવી દેવામાં આવી છે.

આ કારણે તે રિલે રેસમાં કાર્ટરની સાથે સામેલ બોલ્ટે પોતાનો નવમો ગોલ્ડ મેડલ ગુમાવવો પડશે.

સીએએસ પેનલ દ્વારા આપવામાં એક નિવેદનમાં કહેવામાં આવ્યું, બેઇજિંગ ઓલંમ્પિક ડોપ મામલામાં પરીક્ષણ પરિણામોની અનદેખી કરવી કે કેટલિક કથિત નિષ્ફળતાઓ માટે આઈઓસી નિર્ણયને હટાવવાના મામલામાં કાર્ટર દ્વારા ઉઠાવેલા કોઈપણ તર્કને સ્વીકાર ન કરી શકાય.

બેઇજિંગ ઓલંમ્પિકમાં ૪*૧૦૦ મીટર રિલે રેસમાં કાર્ટરે દોડની શરૂઆત કરી હતી, ત્યારબાદ ત્રીજા વારામાં બોલ્ટે બેટન પોતાના હાથમાં લઈને રેસને ૩૭.૧૦ સેક્ધડમાં પૂરી કરીને વિશ્વ રેકોર્ડ બનાવ્યો હતો.

આંતરરાષ્ટ્રીય ઓલંમ્પિક સમિતિ દ્વારા ૨૦૧૬માં લેવામાં આવેલા બેઇજિંગના નમૂનામાં કાર્ટરને ડોપમાં દોષી ઠેરવ્યો. આ કારણે જમૈકા ટીમને આ સ્પર્ધામાંથી અયોગ્ય જાહેર કરી દેવામાં આવી હતી.

કાર્ટરની અપીલ છતા સીએએસે આ અયોગ્યતાને યથાવત રાખતા હવે ત્રિનિદાદ તથા ટોબૈગોની ટીમને ગોલ્ડ મેડલ આપવામાં આવશે.

આ સિવાય આઈઓસી જાપાનને સિલ્વર અને બ્રાઝિલને બ્રોન્ઝ મેડલ આપશે. આ નિર્ણયને કારણે બોલ્ટના શાનદાર ઓલંમ્પિક કેરિયરમાં પણ દાગ લાગી ગયો છે.

તેણે ૧૦૦ મીટર, ૨૦૦ મીટર અને ૪*૧૦૦ મીટર રેસમાં સતત ત્રણ વાર ઓલંમ્પિક ગોલ્ડ મેડલ જીતવાનો રેકોર્ડ બનાવ્યો હતો, જે હવે આ મામલાને કારણે તૂટી ગયો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.