Abtak Media Google News

નાણાકીય વર્ષ 2022-23માં કંપનીની આવક રૂપિયા 9 લાખ કરોડ,જેમાં ચોખ્ખો નફો રૂ.66,702 કરોડ રહ્યો

રિલાયન્સને તેની એનર્જી પ્રોડકટનો બુસ્ટર ડોઝ લાગ્યો છે. જેને પરિણામે ચોથા ક્વાર્ટરમાં રિલાયન્સનો નફો 19 ટકા વધીને 19 હજારની ઉપર નોંધાયો છે.મુકેશ અંબાણીની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે માર્ચ 2023 ના રોજ પૂરા થયેલા ત્રિમાસિક ગાળાના પરિણામો જાહેર કર્યા છે. આ ક્વાર્ટરમાં કંપનીનો ચોખ્ખો નફો 19% વધીને રૂ. 19299 કરોડ થયો છે. નાણાકીય વર્ષ 2022-23ના ચોથા ક્વાર્ટરમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની ઓપરેટિંગ આવક પણ એક વર્ષ અગાઉ રૂ. 2.11 લાખ કરોડથી વધીને રૂ. 2.16 લાખ કરોડ થઈ છે. સમગ્ર નાણાકીય વર્ષ 2022-23માં કંપનીનો ચોખ્ખો નફો રૂ. 66,702 કરોડ હતો.  જ્યારે કુલ આવક રૂપિયા નવ લાખ કરોડની આસપાસ હતી.

રિલાયન્સ રિટેલે માર્ચ ક્વાર્ટરમાં તેના ચોખ્ખા નફામાં 12.9 ટકાનો ઉછાળો નોંધાવ્યો હતો. હવે કંપનીનો નફો રૂપિયા 2415 કરોડ થઈ ગયો છે. ક્વાર્ટર દરમિયાન કંપનીની આવક 19.42 ટકા વધીને રૂ. 69,288 કરોડ થઈ છે જે અગાઉના નાણાકીય વર્ષના સમાન ક્વાર્ટરમાં રૂ. 58,019 કરોડ હતી. રિલાયન્સ રિટેલનું ઇબીઆઇટીડીએ 32.6 ટકા વધીને રૂ. 4,914 કરોડ થયું છે. કંપનીએ 966 નવા સ્ટોર ખોલ્યા છે.

સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે એટલે કે શુક્રવારે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેરના ભાવમાં થોડો વધારો થયો હતો. શેર 0.14% વધીને રૂ. 2348.90 કરોડ થયો હતો. એનએસઇ પર છેલ્લો ભાવ રૂપિયા 4.95 મુજબ 0.21% વધારા સાથે 2,351.00 રૂપિયા નોંધાયો હતો.ચોથા ક્વાર્ટરમાં રિલાયન્સની કુલ આવક રૂ. 2,39,082 કરોડ હતી, જે પાછલા નાણાકીય વર્ષના સમાન ક્વાર્ટર કરતાં 2.8 ટકા વધુ છે. ક્ધઝ્યુમર બિઝનેસમાં મજબૂત કામગીરીને કારણે વૃદ્ધિ પ્રેરિત હતી. રિલાયન્સ રિટેલે આ વર્ષે 3,300 સ્ટોર ઉમેર્યા છે, જે પહેલા કરતા વધુ ઝડપી દરે સ્ટોર્સ ખોલી રહ્યા છે. આ રીતે રિલાયન્સ રિટેલનો કુલ વિસ્તાર 6 કરોડ 56 લાખ ચોરસ ફૂટ થઈ ગયો છે. ચોથા ક્વાર્ટર માટે કોન્સોલિડેટેડ ઇબીઆઇટીડીએ  વાર્ષિક ધોરણે 21.9% વધીને રૂ.41,389 કરોડ થયો છે. કરવેરા પછીનો કોન્સોલિડેટેડ નફો વાર્ષિક ધોરણે 18.3% વધીને રૂ. 21,327 કરોડ થયો છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.