Abtak Media Google News

ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ આઠ મહિનામાં નેટ ડાયરેક્ટ ટેક્સ કલેક્શન બજેટ અંદાજના 58.34 ટકા એટલે કે રૂ. 10.64 લાખ કરોડ સુધી પહોંચી ગયું છે.  જે ગત વર્ષના સમાન સમયગાળા કરતા 23.4 ટકા વધુ છે.  રિફંડ જારી કરતાં પહેલાં ગ્રોસ કલેક્શન એપ્રિલ-નવેમ્બરના સમયગાળામાં 17.7 ટકા વધીને રૂ. 12.67 લાખ કરોડ થયું હતું.

Advertisement

આવક બજેટ અંદાજના 58.34 ટકા થઈ, ગત વર્ષની તુલનાએ આવકમાં 23 ટકાનો ધરખમ વધારો

ચાલુ નાણાકીય વર્ષમાં એપ્રિલથી નવેમ્બર સુધીમાં રૂ. 2.03 લાખ કરોડના રિફંડ જારી કરવામાં આવ્યા હતા.  મંત્રાલયે જણાવ્યું હતું કે જે કિસ્સામાં રિફંડ શરૂઆતમાં નિષ્ફળ ગયા હતા, ત્યાં વિશેષ પહેલ કરવામાં આવી હતી અને પછીથી માન્ય બેંક ખાતાઓમાં રિફંડ જારી કરવામાં આવ્યા હતા.  વર્તમાન નાણાકીય વર્ષ 2022-23માં પ્રત્યક્ષ કરનું કલેક્શન 18.23 લાખ કરોડ રૂપિયા અને પરોક્ષ કરનું કલેક્શન 15.38 લાખ કરોડ રૂપિયા થવાનો અંદાજ છે.

નેશનલ કાઉન્સિલ ઓફ એપ્લાઇડ ઇકોનોમિક રિસર્ચ, એક આર્થિક સંશોધન સંસ્થાના અંદાજ મુજબ, નાણાકીય વર્ષ 2021-22માં ભારતનો લોજિસ્ટિક્સ ખર્ચ કુલ સ્થાનિક ઉત્પાદનના 7.8 ટકા અને 8.9 ટકાની વચ્ચે હતો.  રાજેશ કુમાર સિંઘ, સેક્રેટરી, ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઓફ ઈન્ડસ્ટ્રી એન્ડ ઈન્ટરનલ ટ્રેડએ લોજિસ્ટિક્સ કોસ્ટ પર રિપોર્ટ બહાર પાડ્યો.

આ અવસરે તેમણે કહ્યું કે સરકારે ખર્ચ ઘટાડવા અને ભારતીય ઉદ્યોગની સ્પર્ધાત્મકતા વધારવા માટે નેશનલ લોજિસ્ટિક્સ પોલિસી બહાર પાડી છે.  ડીપીઆઇઆઇટી વિશ્વ બેંકના લોજિસ્ટિક્સ પર્ફોર્મન્સ ઇન્ડેક્સમાં ભારતની રેન્કિંગને વર્તમાન 38માં સ્થાનથી 25માં સ્થાને લાવવા માટે કામ કરી રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.