Abtak Media Google News

ગુજરાતમાંથી વધુ એક આઈએએસ અધિકારીને દિલ્હી બોલાવાયા છે. 2010ની ગુજરાત કેડરના સુજીત કુમારને શિપિંગ અને ખાણ, ખનીજ અને ફર્ટિલાઈઝરના રાજયકક્ષાના મંત્રી મનસુખ માંડવીયાના પ્રાઈવેટ સેક્રેટરી તરીકે શિપિંગ વિભાગમાં ડેપ્યુટી સેક્રેટરી તરીકે નિમણૂંક કરાઈ છે. બોટાદ કલેક્ટરને પાંચ વર્ષ માટે આ કામગીરી બજાવવી પડશે.

બોટાદ કલેક્ટર સુજીત કુમારને કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારમાં ગુજરાતથી રાજ્યસભા સાંસદ એવા મનસુખ માંડવીયાના પીએસ બનાવાયા છે. તેમણે પાંચ વર્ષ સુધી દિલ્હીમાં રહેવું પડશે. જ્યાં સુધી નવો ઓર્ડર ન થયા ત્યાં સુધી જોડાયા છે.

જોઈન્ટ સેક્રેટરી જે શ્રીનિવાસને સુજીત કુમાર, કેન્દ્રિય કેબિનેટ સેક્રેટરી, શિપિંગ મિનિસ્ટ્રીને ફેક્સ કરીને નિમણૂંકની જાણ કરી છે. સાથે જ વહેલી તકે સુજીત કુમારને નવી જવાબદારી ઉપાડવા માટે કહેવામાં આવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.