Abtak Media Google News

ચોટીલા પંથક મા ફરી એકવાર ચૂંટણી નો ધમધમાટ શરૂ થયો છે ત્યારે તાલુકા પંચાયત ની બે પેટા ચૂંટણી તા.૭.૧૦.૨૦૧૮ ના રોજ યોજાનાર ચૂંટણી જાહેર થતા આજે ચોટીલા મામલતદાર એમ.સી.રાઠોડ  મામલતદાર કચેરી ચોટીલા ખાતે ભાજપના મેરુભાઈ ખાચર, ભુપતભાઇ,જીણાભાઈ ડેરવાડિયા,સુરેશ ધરેજીયા,શૈલેષ ઉપાધ્યાય, તેમજ ખુબજ બહોળી સંખ્યા માં ભાજપ ના કાર્યકતાઓની ઉપસ્તીથી માં રાજપરા.૧૪.વલ્લભભાઈ મીઠાભાઈ ચૌહાણ અને ગુંદા સામાન્ય સ્ત્રી અનામત માં જયાબેન રાજુભાઈ પરાલિયા  પોતાની ઉમેદવારી નોંધાવી ને ચૂંટણી ના શ્રી ગણેશ કર્યા છે.

Advertisement

તો બીજી બાજુ ચોટીલા કોંગ્રેસે પણ આ પેટા ચૂંટણી માં રાજપરા ૧૪ માં જેમાભાઈ ગોકડભાઈ રોજાસરા અને સામાન્ય સ્ત્રી અનામત માં ગુંદા ની સીટ પર રમજુબેન ગોરધનભાઈ મકવાણા એ ૬૩ વિધાનસભા ના કોંગ્રેસ ના ધારાસભ્ય ઋત્વિકભાઈ મકવાણા અને હાલ ચોટીલા તાલુકા પંચાયત ના  પ્રમુખ ખોડાભાઈ વશરામભાઈ ખોરાણી અને તાલુકા કોંગ્રેસ પ્રમુખ અને મહામંત્રી તેમજ અન્ય કાર્યકર્તા ની હાજરી માં ઉમેદવારો એ પોત પોતાની ઉમેદવારી નોંધાવી ને ચૂંટણી નો ધમધામટ શરૂ કઈ દીધો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.