Abtak Media Google News

પોલીસ કમિશનર રાજુ ભાર્ગવના માર્ગદર્શન હેઠળ સ્ટાફે રાત દિવસ જોયા વગર કરેલી કામગીરીના ચાર ચાંદ લાગ્યા

વિધાનસભાની ચૂંટણીમાં ભવ્ય જીત બાદ પ્રથમ વખત વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગઈકાલે રાજકોટ આવ્યા હતા. અને તેઓ દ્વારા સૌરાષ્ટ્રવાસીઓને 2000 કરોડ કરતાં વધુ રકમનાં વિકાસ કામોની ભેટ આપવામાં આવી હતી. જેમાં ગુજરાતનું પ્રથમ ગ્રીનફિલ્ડ ઇન્ટરનેશનલ એરપોર્ટ તેમજ સૌરાષ્ટ્રના પ્રથમ ડબલ ડેકર બ્રિજનું લોકાર્પણ કરવાના છે. આ ઉપરાંત સૌની યોજના, પુસ્તકાલય, ડીઆઈ પાઇપલાઇન અને ફિલ્ટર પ્લાન્ટ સહિતનાં કામોને ખુલ્લાં મૂક્યા હતા. તેમજ રેસકોર્સ મેદાન ખાતે જાહેરસભાને સંબોધન કર્યું હતું.

જેથી વડાપ્રધાનની સુરક્ષાને લઈ રાજકોટ પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ દ્વારા લોખંડી બંદોબસ્ત કરતા સભામાં કે માર્ગ પર ચકલું પણ ફરક્યું ન હતું.અને વાહનના રૂટની સરળ વ્યવસ્થા કરી દેવાતા લોકોને હેરાન ગતી થઈ ન હતી.ઉપરાંત આજે બે દિવસ તાજીયા હોવાથી તેમાં પણ પોલિસ દ્વારા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવાનો હોવાથી શહેર પોલીસને છેલ્લે ત્રણ દિવસથી ઊંચું માથું કરીને પણ જોવાનો સમય મળ્યો નથી.ઉલ્લેખનિય છે કે,વડાપ્રધાન મોદીના આગમન પૂર્વે રાજકોટ ખાતે પોલીસના ઉચ્ચ અધિકારીઓની બેઠક મળી હતી.

જ્યાં તમામ અધિકારીઓ અને કર્મચારીઓ માટે પોઈન્ટ નક્કી કરવામાં આવ્યા હતા. આ સાથે પીએમના આગમન સમયે હુમલો, વિરોધ પ્રદર્શન જેવી સ્થિતિ ઊભી ન થાય એનું ધ્યાન રાખવા સૂચના આપવામાં આવી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમ દરમિયાન પોલીસ કમિશનર, 4 ડીસીપી, 5 એસ.પી, 18 એ.સી.પી, 60 પી.આઇ, 169 પી.એસ.આઇ સહિત કુલ 3019 પોલસીકર્મી ફરજમાં તહેનાત કરી દેવામાં આવી છે.

જે ઉપરાંત હીરાસર એરપોર્ટ અને એરફોર્સે એસપીજી અને બ્લેક કમાન્ડો સહિતની છાવણી ગોઠવી દેવામાં આવી હતી.તે ઉપરાંત અલગ અલગ સ્થળ પરના રોડ વન-વે અને બંધ કરતા ટ્રાફિકની સમસ્યાઓ ઊભી ન થાય તે માટે તેમના માર્ગમાં આવતા ચોક પર ટ્રાફિક પોલીસ રાખી દેવામાં આવી હતી.જેથી લોકોને હેરાન ગતિનો સામનો કરવો પડ્યો ન હતો. ઉલ્લેખનીય છે કે આજે મોહરમનો બંદોબસ્ત હોવાથી શહેર પોલીસ તેમાં પણ જોડાઈ ગઈ છે જેથી છેલ્લા ચાર થી પાંચ દિવસ સુધી શહેર પોલીસ સતત રાત દિવસ ઉંધે માથે લાગી હોવાથી તેમને ચાર ચાંદ લગાવી દીધા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.