Abtak Media Google News

ખાતાકીય અધિકારીઓ, રાજયમાં સી.એ.માં પ્રથમ નંબર મેળવેલ દિકરી સહિત ૨૪ વિશિષ્ટ વ્યક્તિઓને બ્રાહ્મણ ભોજન શાળા ખાતે પ્રમાણપત્ર, શાલ તેમજ મોમેન્ટો અર્પણ કરી સન્માનિત કરાયા

હળવદ બ્રહ્મસમાજ આયોજિત સન્માન સમારોહમાં વિધાનસભાના અધ્યક્ષ અને પદ્મશ્રી મેળવીને બ્રહ્મ સમાજને ગૌરવ પ્રદાન કરનાર ઝવેરીલાલ મહેતાનું શાલ, મોમેન્ટો સાથે બહુમાન કરવામાં આવ્યું હતું તેમજ બ્રહ્મ સમાજના જૂદા જુદા ખાતાકીય અધિકારીઓ, પદાધિકારીઓ સહિત ૨૪ વિશિષ્ટ વ્યક્તિઓને બ્રાહ્મણ ભોજન શાળા ખાતે પ્રમાણપત્ર અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યાં હતાં.

શહેરની બ્રાહ્મણ ભોજન શાળા ખાતે આ કાયક્રમનો પ્રારંભ વૈદિક શ્લોક સાથે મંચસ્થ મહાનુભાવોના હસ્તે દિપ પ્રાગટ્ય કરાયો હતો. આ પ્રસંગે હળવદ બ્રહ્મ સમાજના પ્રમુખ વિજયભાઇ જાનીએ આમંત્રિત મહાનુભાવોનું સ્વાગત પ્રાસંગિક ઉદ્બોધનથી કર્યુ હતું. હળવદમાં યોજાયેલ સન્માન સમારોહમાં આજે બ્રહ્મ સમાજ દ્વારા વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી અને ફોટોગ્રાફીમાં પદ્મશ્રી એવોર્ડથી નવાજેલ ઝવેરીલાલ મહેતા સાથે મહિલા પીએસઆઇ, પીઆઈ સહિત રાજયમાં સીએમાં પ્રથમ નંબરે આવેલ દિકરી કુ. પ્રાપ્તિ તેમ અલગ અલગ ક્ષેત્રમાં યોગદાનકર્તાઓ ૨૪ વિશિષ્ટ વ્યક્તિઓને શાલ, મોમેન્ટો તેમજ પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.

આ પ્રસંગે વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી જણાવ્યું હતું કે, બહ્મ સમાજ એ દરેક સમાજને સાથે લઈ ચાલનારો અને સર્વે સમાજનું હિત જોનાર સમાજ હોવાનું આજ રોજ હળવદ ખાતે બ્રહ્મ સમાજ આયોજિત સન્માન સમારોહમાં સન્માન સ્વીકારતા કહ્યું હતું. બ્રાહ્મણ સમાજ એક મંચ પર એકઠા થઈ આ કાર્યક્રમ યોજ્યો હોઈ અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ આ પ્રયાસને બિરદાવતા કહ્યું હતું કે,  કોઇપણ સમાજ સંગઠન થકી જ સશક્ત બનતો હોય છે. આ સાથે તેમણે બ્રહ્મ સમાજનું ભારતની સંસ્કૃતિ, શિક્ષણ અને વિકાસમાં પ્રદાન અંગે વિસ્તૃત ચિતાર આપ્યો હતો, તો સાથોસાથ કોઇપણ ક્ષેત્રે બ્રાહ્મણ અગ્રેસર હોવાનો અભિભાવ તેમણે વ્યક્ત કર્યો હતો.

આ પ્રસંગે પૂર્વ પંચાયત મંત્રી જયંતિભાઇ કવાડીયાએ જણાવ્યું હતું કે, હળવદીયા બ્રાહ્મણોએ સમગ્ર વિશ્વ લેવલે આગવી ઓળખ ધરાવે છે, ઉપરાંત વધુમાં ઉમેર્યું હતું કે, નાના એવા ગામની દલિત સમાજની દિકરી કોઈ ક્ષેત્રે ઝળહળે તો તે સમાજને નહીં પણ ગામની સાથે સમસ્ત રાજયને પણ ગૌરવ લેવું જોઈએ. આ કાર્યક્રમમાં પુર્વ પંચાયત મંત્રી જયંતિભાઈ કવાડીયા, હળવદ બ્રહ્મ સમાજના પ્રમુખ વિજયભાઈ જાની, પુર્વ એસટી ડિરેક્ટર બિપિનભાઈ દવે, નગરપાલિકા પ્રમુખ હિનાબેન રાવલ, ભાજપ શહેર પ્રમુખ અજયભાઇ રાવલ, હિનાબેન મહેતા, જગરભાઈ વગેરે મહાનુભાવો ઉપસ્થીત રહ્યા હતા.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.