Abtak Media Google News

મહિલાઓને ત્રણ કિ.મી. ચાલીને પાણી ભરવા માટે કરવો પડે છે રઝળપાટ : છેલ્લા કેટલાક દિવસથી બની વિકટ પરસ્થિતિ

ઉનાળાની શરૂઆતની સાથે જ હળવદ પંથકમા પસાર થતી નર્મદા કેનાલો બંધ થતા શહેર તથા ગ્રામ વિસ્તારોમાં પાણીની સમસ્યા વધુ ઘેરી બનતી જાય છે ત્યારે શહેરના વોર્ડ નંબર સાતમાં આવતાં ભવાનીનગર  તેમજ જીઆઈડીસી વિસ્તારમાં છેલ્લા પંદર દિવસથી પાણી માટે મહીલાઓ રઝળપાટ કરી રહી છે. આવી વિકટ પરિસ્થિતિમાં તંત્ર પાણી ઉપલબ્ધ કરાવે તેવી બુમરાળ ઉઠવા પામી છે.

Advertisement

ઉનાળાની કાળઝાળ ગરમીમાં પાણીની અછતના કારણે સમસ્યાઓ દિવસેને દિવસે વધી રહી છે, ત્યારે હળવદ શહેર તેમજ ગ્રામ પંથકમાં પીવાના પાણીની બુમરાળ ઉઠવા પામી છે. હાલ શહેરના ભવાનીનગર તેમજ જીઆઇડીસી વિસ્તારમાં મોટા ભાગના લોકો મજૂરી કામ કરી રોજીરોટી મેળવી પેટીયું રળી રહ્યા છે   દિવસ આખો મજુરી કામ કરી સાંજના મહીલાઓને એક બેઠા પાણી માટે આમ તેમ ભટકવું પડે છે.

શહેરની બહારના વિસ્તાર જાણે પછાત બની ગયા હોય તેમ તંત્રને અનેક વખત મૌખિક રજૂઆત કરી હોવા છતાં માત્ર ઠાલા વચનો આપવામાં આવે છે.

અત્રે ઉલ્લેખનીય છેકે, છેલ્લા પંદર દિવસથી પાણી ન આવતા આ વિસ્તારમાં દેકારો મચી ગયો છે ત્યારે પાલીકા તંત્ર દ્વારા વહેલી તકે પાણીની સમસ્યા દૂર કરવામાં આવે તેવી આ વિસ્તારના લોકોમાં માંગ ઉઠવા પામી છે.

પાણીની સમસ્યા વહેલી તકે હલ કરાશે : ચીફ ઓફીસર

Img 20180417 Wa0040 1આ અંગે હળવદ નગરપાલિકાના ચીફ ઓફીસર સાગર રાડીયાને પૂછતાં તેઓએ જણાવ્યું કે ભવાનીનગર વિસ્તારમાં અમુક જગ્યાએ પાણીની સમસ્યા છે. જે લાઈન હાલમાં રીપેરીંગમાં છે જયારે જીઆઇડીસી વિસ્તારમાં પાલીકાની લાઈન નથી જતી છતા પણ લોકોને ટેન્કર દ્વારા પાણી પુરૂ પાડવાની સુચનાઓ આપવામાં આવી છે.શહેલમા પાણીની બુમરાળઘ ઉઠવાની સાથે  મહિલાઓ બેડા પાણી માટે ત્રણ- ત્રણ કી.મીની રઝળપાટ કરી રહી છે, તેવામાં વોર્ડ નંબર ૧માં આવેલા પાણીના સંપમાંથી રોજનુ હજારો લીટર પાણી રસ્તા પર વેડફાઈ રહ્યુ છે.

આ બાબતે તંત્રને પાણીનો થતો વેડફાટ નજર આવતો નથી, અને માત્ર ઠાલા વચનો આપી આશ્વાસન આપવામાં રસ  જ છે.

પાલીકામાં અનેકવાર રજૂઆત કરાઇ છે : વાસુદેવ પટેલ પાલીકા સદસ્ય

શહેરના વોર્ડ નંબર સાતમાં આવતાં ભવાનીગર તેમજ જીઆઇડીસી વિસ્તારમાં છેલ્લા પંદર દિવસથી પાણી ન આવતુ હોવાની નગરપાલીકાના ચીફ ઓફિસર સાગર રાડીયાને અનેક વખત મૌખિક રજૂઆત કરવામાં આવી હોવા છતાં પણ પાલીકા તંત્ર દ્વારા કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવતી નથી. આમ સ્થાનિક લોકો કેટલાય સમયથી પાણીની સમસ્યાની બુમરાળ ઉઠવા પામી છે છતાં તંત્ર આંખ આડા કાન ધરી રહ્યું છે.

પાણીની સમસ્યા વહેલી તકે હલ કરાશે : ચીફ ઓફીસર

આ અંગે હળવદ નગરપાલિકાના ચીફ ઓફીસર સાગર રાડીયાને પૂછતાં તેઓએ જણાવ્યું કે ભવાનીનગર વિસ્તારમાં અમુક જગ્યાએ પાણીની સમસ્યા છે. જે લાઈન હાલમાં રીપેરીંગમાં છે જયારે જીઆઇડીસી વિસ્તારમાં પાલીકાની લાઈન નથી જતી છતા પણ લોકોને ટેન્કર દ્વારા પાણી પુરૂ પાડવાની સુચનાઓ આપવામાં આવી છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.