Abtak Media Google News

Table of Contents

શ્રાધ્ધ એટલે આપણા પૂર્વજો માટેનો પ્રેમનો દિવસ શ્રધ્ધાતી  જે થાય તે સાચુ શ્રાધ્ધ  કહેવાય આ દિવસે લોકો પૂર્વજોની આત્માની શાંતિ માટે પૂજાઓ અને પિંડદાન કરે છે.શાસ્ત્રો પ્રમાણે   પુનમનું  શ્રાધ્ધ અમાસને દિવસે થાય છે, તો ઘણી  જગ્યાએ  તે પૂનમના દિવસે  કરવાનો રિવાજ છે. શ્રાધ્ધ પર્વમાં માંગલીક કાર્યો થઈ શકતા નથી. બ્રહ્માજીએ સૃષ્ટિલોકમાં શ્રાધ્ધવિધી પ્રચલિત કરી હતી. જેના પગલે મૃત્યુલોકમાં નિમીરાજાએ સૌ પ્રથમ શ્રાધ્ધ કર્યું હતુ. મહાભારતના શાંતિપર્વનાં દાન ધર્માનું શાસનમાં પણ શ્રાધ્ધનો મહિમા વર્ણવાયો છે.ભાદરવા માસનો શુકલ પક્ષ  દેવોનો અને કૃષ્ણ પક્ષ પિતૃઓનો   ગણાય છે.  લોક વાયકા મુજબ શ્રાધ્ધ શ્રધ્ધાપૂર્વક કરનાર વ્યકિત ઉપર  પૂર્વજોની સંપૂર્ણ  કૃપા વરસે છે.   તો બીજી તરફ  તેની ઉપેક્ષાથક્ષ પિતૃદોષ  લાગે છે.સૃષ્ટિના પ્રત્યેક મનુષ્ય ઉપર દેવઋણ  પિતૃઋણ અને આચાર્ય ઋણ હોય છે.

મહાભારતનાં શાંતિ પર્વનાં દાન-ધર્માનુંશાસનમાં પણ શ્રાધ્ધનો મહિમા  વર્ણિવાયો છે: ભાદરવા માસનો શુકલ પક્ષ દેવોનો અને કૃષ્ણપક્ષ પિતૃઓનો ગણાય છે

શ્રાધ્ધના વિવિધ પ્રકારોમાં નિત્ય,  નૈમિતિક, કામ્ય,  સુધ્ધાપાર્થ પુષ્ટયર્થ, દૈવિક, પાત્રાર્થ, કર્મગ, ગોષ્ઠિ, વૃધ્ધિ, પર્વન, સંપિંડન જેવા  શ્રાધ્ધનો   સમાવેશ થાય છે. આપણી સંસ્કૃતિના તમામ તહેવારો અને  પરંપરા પાછળ આપણા મહાન ઋષીમુનિઓની વાત પાછળ વૈજ્ઞાનિક કારણો જોડાયેંલા છે.  શ્રાધ્ધ પક્ષમકાં કાગડાને કાગવાસ નાંખવાનું વિશેષ મહત્વ છે, તેની પાછળના કારણોમાં કાગડાની આયુ બસો વર્ષથી વધારે હોવાથી તેને આપણાં પૂર્વજો જોયેલા છે. બીજી એક વાતમાં ભાદરવા માસમા કાગડી સગર્ભા  બનતા તેના બચ્ચાને  જન્મ આપે છે. કાગડીને પૂરતો  ખોરાક અને અન્ન મળી રહે અને તેના બચ્ચા તૃપ્ત  થાય તે માટે  પણ આ વ્યવસ્થા ગોઠવાઈ હતી.

પિતૃઓને કાગવાસ અને પીપળાને પાણી પાવાનો મહિમા છે,  જેનીપાછળ એક  વાયકા મુજબ કાગડાના  ચરકમાંથી આ વટવૃક્ષ પીપળાનું સર્જન થાય છે. આ વૃક્ષ સૌથી વધુ ઓકિસજન આપતું હોવાથી તેમાં વૈજ્ઞાનિક અભિગમ જોડાયેલો છે. આપણા ગુજરાતમાં ત્રણ સ્થળોએ પિતૃતર્પણ વીધી થાય છે, જેમાં પ્રભાસપાટણ, પ્રાંચિતમાં પિતૃતર્પણ અને સિધ્ધપૂરમાં માતૃતર્પણ થાય છે.  મોરબી પાસેના   રફાળેશ્ર્વર મંદિરે   માતૃ અને પિતૃ તર્પણ બંને થાય છે.

લોક વાયકા મુજબ પૂર્વજોનું શ્રાધ્ધ શ્રધ્ધાપૂર્વક કરવાથી વ્યકિતને પૂર્વજોની સંપૂર્ણ કૃપા પ્રાપ્ત થશય, બીજી તરફ તેની ઉપેક્ષાથી પિતૃ દોષ લાગે છે: પ્રત્યેક મનુષ્ય ઉપર દેવઋણ, આચાર્યઋણ અને પિતૃ ઋણ હોય છે

આપણે આ પવિત્ર ભૂમિ ઉપર બ્રહ્મકુંડમાં સ્નાન  કરીને  પારસ પીપળાને  એક લોટો જળ ચડાવીને પિતૃઓનાં  મોક્ષની  વિધી કરીએ છીએ. આ  જગ્યાએજ  કુંડમાં ગંગાજી શ્રાવણી અમાસે પ્રગટ થાય છે.તેથી સ્નાનનું મહત્વ છે. ભાદરવો આખો આ વિધિ માટે પવિત્ર ગણાય છે. અમાવસ્યાનું શ્રાધ્ધ એ સર્વ મનોકામના પૂર્ણ કે છે. ભારતીય સંસ્કૃતિની પરંપરા તહેવારો વિધિમાં  નદી વૃક્ષો પશુ પંખીઓનું  જોડાણ આદી કાળથી ચાલ્યું  આવે છે. ગાય માતાનું પૂજન સૌથી વિશેષ  જોવા મળે છે.શ્રાધ્ધ પર્વમાં કાગડાનું  વિશેષ  જોડાણ છે. શાસ્ત્રો મુજબ   કોઈપણ સક્ષમ આત્મા કે કાગડાના શરીરમાં   ભ્રમણ કરી શકે છે.

એક વાત એવી પણ છે કે જયાર આત્મા નિકળે છે, ત્યારે સૌ પ્રથમ તે કાગડાનું સ્વરૂપ ધારણ  કરે છે. કાગડાને યમરાજનું પ્રતિક પણ   ગણાય છે.એક ધાર્મિક માન્યતા મુજબ કાગડાને ભગવાનના પુત્રો માનવામાં આવે છે.વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ પક્ષીઓમાં   એકમાત્ર કાગડાને જ ભવિષ્યમાં  બનનારી ઘટનાની જાણ થાય છે. એક દંતકથા મુજબ તેને અમૃતનો સ્વાદ ચાખ્યો હોવાથી કાગડો  કયારેય કુદરતી રીતે   મૃત્યુ પામતો નથી, તેનું મૃત્યુ રોગ, વૃધ્ધાવસ્થા, કે આકસ્મિક થાય છે. એક  કાગડાનું મૃત્યુ થાય ત્યારે  તેના સાથી કાગડાઓ ખોરાક ખાતા નથી  કાગડા હંમેશા   ભેગા મળીને જ ખોરાક લેતા હોય છે.

નિત્ય શ્રાધ્ધ,  નૈમિત્તિક, કામ્ય, શુધ્ધયાર્થ, પુષ્ટયર્થ, દૈવિક, યાત્રાર્થ, કર્મગ, ગોષ્ઠિ, વૃધ્ધિ, પવર્નન, સપિંડન જેવા શ્રાધ્ધના વિવિધ પ્રકાર છે: શ્રાધ્ધમાં  દૂધપાક અને ખીર ખાવાનું મહત્વ છે, વિષ્ણુ પુરાણ અનુસાર દૂધ પાકનું  ભોજન પિતૃઓને  તૃપ્ત કરે છે

આપણા મહાન મંદિરોના નદીના ઘાટે પંડિતો આપણી  સાત પેઢીના નામ  શોધી આપે છે. આજના યુગમાં કોમ્પ્યુંટર વગર 150 વર્ષ પૂના પુસ્તકો ઉપરથી ક્ષણવારમાં આપણને માહિતી આપે છે. ધાર્મિક માન્યતા મુજબ અવંતિકા શહેર જે આજે ઉજૈનનગરી તરીકે ઓળખાય છે. ત્યાં શ્રાધ્ધ પક્ષી શરૂ થતા સમગ્ર દેશના લોકો આસ્થળે વિધિ કરવા આવે છે. શ્રીપ્રા નદીને મોક્ષની દાતા કહેવાય છે. આપણા દેશમાં   બિંદુ સરોવર માતૃ શ્રાધ્ધ માટે પ્રખ્યાત  ગણાય છે.        તર્પણ અને  સમર્પણ એટલે માતૃશ્રાધ્ધ  તર્પણથી તૃપ્તી  અને માતૃઓની મૂકિત સમા આ બિંદુ સરોવરમાં  33 કરોડ દેવતાઓનું   મોસાળ ગણવામાં આવે છે. આ સરોવરની  સાથે મહર્ષિકદમ અને માતા દેવહુતિની  વાત જોડાયેલી છે.

આપણા જૂનાગઢના દામોકુંડનું પણ શ્રાધ્ધપક્ષમાં વિશેષ મહત્વ છે.   આ જગ્યાએ  ભગવાન શ્રી કૃષ્ણનું પિંડદાન અને નરસિંંહ મહેતાનાં પિતા દામોદરજી દ્વારા શ્રાધ્ધ કર્મ થયું હતુ. પિતૃ તર્પણ માટેઆ કુંડને પવિત્ર માનવામાં  આવે છે. શ્રાધ્ધ પક્ષને પિતૃપક્ષ પણ કહેવાય છે. આ પવિત્ર માસ ભાદ્રપદ પૂર્ણિમાંથી શરૂ થઈને અશ્ર્વીન (આસો) મહિનાની નવી ચંદ્ર સુધી ચાલે છે. મહાભારતના કાળમાં પણ શ્રાધ્ધનું  વર્ણન છે, ભીષ્મપિતામાહે  યુધિષ્ઠિકરને શ્રાધ્ધ વિશે વાત કરી હતી.

ગુજરાતમાં આ સ્થળોએ  થાય છે, પિતૃતર્પણ

આપણા ગુજરાતમાં પ્રભાસપાટણ અને પ્રાંચીમાં પતિૃતર્પણ અને  સિધ્ધપૂરમાં માતૃતર્પણ થાય છે.   જોકે મોરબી પાસેના   રફાળેશ્ર્વર મંદિરે   માતૃ-પિતૃ   તર્પણ બંને એક જ જગ્યાએ થાય છે. ધાર્મિક   વિધી બાદ   બ્રહ્મકુંડમાં સ્નાન કરીને   પારસ પિપળે પાણી  રેડાય છે.   ભગવાન શ્રીકૃષ્ણનું પિડદાન અને નરસિંહ મહેતાના પિતાનું શ્રાધ્ધ  જુનાગઢનાં દામોદર કુંડમાં થયેલ હતુ.

મહાભારત ગ્રંથ મુજબ શ્રાધ્ધના ત્રણ શરીર

આપણા મહાભારત ગ્રંથમાં ઉલ્લેખ છે કે ભીષ્મ પિતામહે યુધિષ્ઠિરને શ્રાધ્ધની વાત  કરી હતી. તપસ્વી અત્રીએ   મહર્ષિ નિમિને  શ્રાધ્ધનો ઉપદેશ આપ્યા બાદ નિમિએ પ્રથમ શ્રાધ્ધ    કરેલ. મહાભારત મુજબ શ્રાધ્ધના ત્રણ શરીરમાં  પ્રથમ સમુહ પાણીમાં આપવામાં આવે છે. બીજુ શરીર અને ગુરૂઓને અને ત્રીજુ અગ્નિદેવને અપર્ણ કરવામાં આવે છે. ઋષીમૂનિઓએ આપણી અને   પ્રકૃતિના  રક્ષણ માટે   વિવિધ ઉત્સવ અને  પરંપરાને આપણી આસ્થા સાથે ગોઠવ્યા છે.

ક્ષીપ્રા નદીને મોક્ષની દાતા કહેવાય છે

આપણા દેશમાં બિંદુ  સરોવર માતૃ શ્રાધ્ધ માટે  પ્રખ્યાત  ગણાય છે.  ક્ષીપ્રા નદીને મોક્ષની      દાતા ગણવામાં આવે છે. તર્પણ અને સમર્પણ એટલે માતૃશ્રાધ્ધ તર્પણ અને તૃપ્તી અને માતૃઓની મૂકિત સમા આ બિંદુ સરોવરમાં 33 કરોડ દેવતાઓનું મોસાળ ગણવામાં આવે છે.  આ સરોવર સાથે મહર્ષિ કદમ અને માતા દેવહૂતિની વાત જોડાયેલી છે. ધાર્મિક  માન્યતા મુજબ  અવંતિકા શહેર જે આજે ઉજજૈન નગરી તરીકે ઓળખાય છે. ત્યાં આ પર્વ શરૂ થતા દેશભરમાંથી આ સ્થળે  વિધી કરવા આવે છે.

શાસ્ત્રોમાં કાગડા અને પીપળાને પિતાનું પ્રતિક  ગણાય છે

શાસ્ત્રો અનુસાર કોઈપણ સક્ષમ  આત્મા કાગડાના  શરીરમાં   પ્રવેશ કરી  શકે છે.કાગડો અને પિપળાને  પિતાનું પ્રતિક મનાય છે. કાગડાને   મુલાકાતી અને પૂર્વજોના આશ્રયનું સુચક ગણાય છે. કાગડાને ભવિષ્યની બનનારી ઘટનાની અગાઉથી જાણ થાય છે, તે યમરાજનું પ્રતિક ગણાય છે.  તેનું આયુષ્ય 200 વર્ષથી વધુ હોવાથી તેણે આપણા પર્વજોને જોયા હોય તેવી  લોક વાયકા છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.