Abtak Media Google News

 

હિન્દુ ધર્મ અનુસાર જ્યારે કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય છે તો તેની પાછળ કેટલીક ધાર્મિક ક્રિયાઓ કરવામાં આવે છે. મૃતક પાછળ તર્પણ, શ્રાદ્ધ અને પિંડદાન કરવામાં આવે છે. કહેવાય છે કે મૃતક પાછળ જ્યાં સુધી પિંડદાન, તર્પણ અને શ્રાદ્ધ કર્મ કરવામાં ન આવે ત્યાં સુધી તેની આત્માને શાંતિ મળતી નથી.

શ્રાદ્ધ સહિતના કાર્યો માત્ર પુરુષો દ્વારા જ કરવામાં આવે. આ ધારણા સંપૂર્ણ રીતે સત્ય નથી. ગરુડ પુરાણમાં એવું કહેવામાં આવ્યું છે કે મહિલાઓ પણ શ્રાદ્ધ કર્મ, તર્પણ અને પિંડદાન કરી શકે છે. ગરુડ પુરાણમાં કેટલીક એવી પરિસ્થિતિઓ વિશે જણાવ્યું છે જેમાં મહિલાઓ પિંડદાન અને શ્રાદ્ધ કરી શકે છે.

Pitru Paksha Og

જોકે આ વિધિઓ પાછળ એક એવી માન્યતા પણ જોડાયેલી છે કે શ્રાદ્ધ સહિતના કાર્યો માત્ર પુરુષો દ્વારા જ કરવામાં આવે. આ ધારણા સંપૂર્ણ રીતે સત્ય નથી. ગરુડ પુરાણમાં એવું કહેવામાં આવ્યું છે કે મહિલાઓ પણ શ્રાદ્ધ કર્મ, તર્પણ અને પિંડદાન કરી શકે છે. ગરુડ પુરાણમાં કેટલીક એવી પરિસ્થિતિઓ વિશે જણાવ્યું છે જેમાં મહિલાઓ પિંડદાન અને શ્રાદ્ધ કરી શકે છે.

ગરુડ પુરાણનો નિયમ

પુત્રાભાવે વધુ કૂર્યાત, ભાર્યાભાવે ચ સોદન: શિષ્યો વા બ્રાહ્મણ: સપિડોં વા સમાચરેત
જ્યેષ્ઠસ્ય વા કનિષ્ઠસ્ય ભ્રાતૃ: પુત્રશ્ચ: પૌત્રકે શ્રાધ્યામાત્રદિકમ કાર્ય પુત્રહીનેત ખગ:

ગરુડ પુરાણ ના 11, 12, 13 અને 14 સંખ્યાના શ્લોકમાં આ નિયમનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ શ્લોકમાં જણાવ્યું છે કે હિન્દુ ધર્મમાં શ્રાદ્ધનું મહત્વ શું છે અને કોણ કઈ પરિસ્થિતિમાં શ્રાદ્ધ કરી શકે છે.  આ શ્લોકનો અર્થ થાય છે કે દીકરા કે દીકરીના અભાવમાં પત્ની કે પુત્રવધુ દ્વારા પણ શ્રાદ્ધ કરી શકાય છે. જો પત્ની જીવિત ન હોય તો સગો ભાઈ, ભત્રીજો અથવા તો ભાણેજ શ્રાદ્ધ કરી શકે છે. જો તેમાંથી પણ કોઈ ન હોય તો કોઈ શિષ્ય અથવા તો મિત્ર પણ શ્રાદ્ધ કરી શકે છે. ગરુડ પુરાણના આ શ્લોકથી સ્પષ્ટ થાય છે કે મહિલાઓ પણ પિંડદાન અને શ્રાદ્ધ કરવાનો અધિકાર ધરાવે છે.

Images 6

સીતાજીએ કર્યું હતું રાજા દશરથનું પિંડદાન

વાલ્મિકી પુરાણમાં જણાવાયું છે કે માતા સીતાએ પોતાના સસરા દશરથનું પિંડદાન કર્યું હતું. ત્યાર પછી રાજા દશરથની આત્માને શાંતિ મળી હતી. વાલ્મિકી રામાયણમાં જણાવાયું છે કે વનવાસ દરમિયાન શ્રીરામ, લક્ષ્મણ અને માતા સીતા પિતૃપક્ષ દરમ્યાન રાજા દશરથનું પિંડદાન કરવા ગયા પહોંચ્યા હતા. શ્રાદ્ધની સામગ્રી લેવા પ્રભુ શ્રીરામ અને લક્ષ્મણજી નગરમાં ગયા હતા તે સમયે આકાશવાણી થઈ કે પિંડદાન નો શુભ સમય સમાપ્ત થવાનો છે. ત્યારે રાજા દશરથની આત્માએ માતા સીતાને દર્શન આપ્યા અને તેમને પિંડદાન કરવાનું કહ્યું. રાજા દશરથ ની ઈચ્છાનું પાલન કરવા માટે માતા સીતાએ રાજા દશરથનું પિંડદાન નદી, ફુલ, ગાય અને વટ વૃક્ષને સાક્ષી માનીને કર્યું હતું. આ રીતે શાસ્ત્રોમાં પણ ઉલ્લેખ મળે છે કે પુત્રની અનુપસ્થિતિમાં પુત્રવધુ પિંડદાન કે શ્રાદ્ધ કરવાનો અધિકાર ધરાવે છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.