Abtak Media Google News

બ્રાજીલના સ્ટાર ફૂટબોલર રોલાલ્ડિન્હો ફરી એકવાર ચર્ચામાં છે. આ વખતે પોતાની રમતના કારણે નહી પરંતુ પોતાના અંગત જીવનના એક નિર્ણયના કારણે ચર્ચામાં છે. સમાચાર છે કે રોલાલ્ડિન્હો એક સાથે બે છોકરીઓ સાથે લગ્ન કરવા જઇ રહ્યો છે. મીડિયાના રિપોર્ટ અનુસાર, રોલાલ્ડિન્હો આ વર્ષે ઓગસ્ટમાં પોતાને બે પ્રેમિકા પ્રિશિલા કોએલ્હો અને બીટ્રીઝ સૂઝા સાથે લગ્ન કરવા જઇ રહ્યો છે.

૩૮ વર્ષના રોલાલ્ડિન્હો ૨૦૧૬થી બીટ્રીઝને ડેટ કરી રહ્યો છે. તો બીજી તરફ પ્રિશિલાને તે ઘણા વર્ષો પહેલાં પ્રપોઝ કરી ચૂક્યો છે. રોલાલ્ડિન્હોને બે ગર્લફ્રેંડ ગત ડિસેમ્બરથી સાથે રહે છે. બ્રાજીલના ન્યૂઝપેપર ઓ ડિયાના અનુસાર રોલાલ્ડિન્હો પોતાની ગર્લફ્રેંડ સાથે એક ખાનગી સમારોહમાં રિયો ડે જેનેરિયોમાં લગ્ન કરી શકે છે. ફૂટબોલ ઓફ ધ ઇયર રહી ચૂકેલા રોલાલ્ડિન્હોએ પોતાની બંને પ્રેમિકાને ગત વર્ષે જાન્યુઆરીમાં લગ્ન માટે એકસાથે પ્રપોઝ કર્યું હતું.

આ સાથે તેમણે તેમને એંગેજમેંટ રિંગ પણ પહેરાવી હતી. આ સાથે જ તેમણે બંનેને એક સમાન ગિફ્ટ આપી હતી. રોલાલ્ડિન્હો દુનિયાનો સૌથી મોટો ફૂટબોલર રહી ચૂક્યો છે. જોકે તેની બહેને લગ્નમાં સામેલ થવાની ના પાડી દીધી છે. તે બે મહિલાઓ સાથે લગ્નના વિરૂદ્ધ છે. રોલાલ્ડિન્હોએ બ્રાજીલ માટે ૯૭ મેચ રમી છે. તેમાં તેમણે ૩૩ ગોલ કર્યા છે. તે બે વર્લ્ડકપ બ્રાજીલ માટે રમી ચૂક્યો છે. તેમણે બ્રાજીલના ફૂટબોલ ક્લબ ગ્રેમિયો માટે રમીને પોતાના કેરિયરની શરૂઆત કરી હતી.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.