Abtak Media Google News

યુરોપીયન યુનિયનમાંથી છુટા યેલા બ્રિટને ભારત તરફ વ્યાપારની દ્રષ્ટિ દોડાવી : વેપારીઓને આકર્ષવા ડિજીટલ કેમ્પેઈન પણ શરૂ

બ્રિટનમાં ૮૦૦થી વધુ ભારતીય કંપનીઓ છે, જે ૧.૧૦ લાખ લોકોને રોજગારી આપે છે

બ્રિટન આજ રાતી યુરોપીયન યુનિયનમાંથી છુટું પડવા જઈ રહ્યું છે. અત્યાર સુધી યુનિયનના ધારા-ધોરણો હેઠળ બંધાયેલા બ્રિટનને હવે મુક્ત વ્યાપારની તક મળી છે. જેના પરિણામે ભારત સો વ્યાપાર કરવા માટે બ્રિટન દ્વારા ઉત્સુકતા દાખવવામાં આવી છે. બ્રિટન દ્વારા અત્યારી જ વેપારીને આકર્ષવા માટે ડિજીટલ કેમ્પેઈન શરૂ ઈ ચૂકયા છે. ભારતની સાથો સાથ ઓસ્ટ્રેલીયા, બ્રાઝીલ, ચીન, જાપાન, સીગાપુર સહિતના દેશો પણ બ્રિટનમાં પોતાનો વેપાર કરવા માંગે છે. જેની માટે હવે ધારા-ધોરણો બદલાશે.

Advertisement

અહીં નોંધનીય છે કે, ભારત બ્રિટનમાં રોકાણ કરતો ત્રીજો મોટો દેશ છે. બ્રિટનમાં ૮૦૦થી વધુ ભારતીય કંપનીઓ છે, જે ૧.૧૦ લાખ લોકોને રોજગારી આપે છે. પાઉન્ડ ગગડવાથી તેમના નફા પર અસર થશે. યુરોપ નવા નિયમ બનાવે તો ભારતીય કંપનીઓએ નવા કરાર કરવા પડશે. તેથી ખર્ચ વધશે અને વિવિધ દેશોના કાયદા-નિયમોથી ઝઝૂમવું પડશે. ભારત બ્રિટન સાથે મુક્ત વ્યાપાર સમજૂતી કરી શકે છે. તેનાથી ભારતની નિકાસ વધવાનું અનુમાન છે. ઇયુ સાથે આ અંગે સહમતિ નહોતી સધાઇ.

7537D2F3 18

યુરોપિયન યુનિયન (ઇયુ)માંથી બ્રિટનના નીકળવાની જહેમત આજે પૂરી થઇ જશે. યુરોપીયન યુનિયન સંસદે ગુરુવારે બ્રેક્ઝિટ કરારને મંજૂરી આપી દીધી છે. તે હેઠળ બ્રિટન સ્થાનિક સમયાનુસાર આજે રાત્રે ૧૧ વાગ્યાથી યુરોપીયન યુનિયનથી અલગ થઇ જશે. ૪ વર્ષ સુધી ચાલેલી ખેંચતાણ બાદ બુધવારે યુરોપીયન યુનિયન સંસદે ૪૧ વિ. ૬૨૧ મતની બહુમતીથી બ્રેક્ઝિટ કરાર પર મહોર લગાવી દીધી. આ કરારને બ્રિટિશ પીએમ બોરિસ જોનસને ગત વર્ષના અંતમાં ઇયુના ૨૭ નેતા સાથે વાતચીત બાદ આખરી ઓપ આપ્યો હતો. બ્રિટને જૂન, ૨૦૧૬માં જનમત સંગ્રહમાં બ્રેક્ઝિટને મંજૂરી આપી દીધી હતી. તે ૨૦૨૦ના અંત સુધી ઇયુની આર્થિક વ્યવસ્થામાં રહેશે પણ નીતિવિષયક બાબતોમાં તેની કોઇ ભૂમિકા નહીં હોય. તે ઇયુનું સભ્ય પણ નહીં રહે.

બ્રિટન ઇયુમાંથી બહાર થયું તે જ બ્રેક્ઝિટ કહેવાયું છે. ઇયુમાં યુરોપના ૨૮ દેશની આર્થિક-રાજકીય ભાગીદારી છે. બીજા વિશ્વયુદ્ધ બાદ આર્થિક સહયોગ વધારવા ઇયુ બન્યું હતું. ખ્યાલ એવો હતો કે જે દેશો પરસ્પર વ્યાપાર કરશે તેઓ અંદરોઅંદર યુદ્ધ ટાળશે. યુરો ઇયુનું પોતાનું ચલણ છે, જેનો ૧૯ સભ્ય દેશ ઉપયોગ કરે છે. બ્રિટન ૧૯૭૩માં ઇયુ સાથે જોડાયું હતું. પરંતુ હવે બ્રિટનને યુરોપીયન યુનિયનમાંી બહાર નીકળવાની જરૂર ઉભી થઈ છે. બ્રેક્ઝિટના કારણે બ્રિટનના વડાપ્રધાનનો પણ ભોગ લેવાઈ ગયો છે.

ઇયુની સંસદમાં બ્રેક્ઝિટ માટે મતદાન દરમિયાન લાગણીસભર માહોલ રહ્યો. મતદાન બાદ સાંસદોએ બ્રિટન માટે પરંપરાગત ગીત ગાયું. ઇયુ પ્રેસિડેન્ટ ઉર્સુલા વોને બ્રિટનના પ્રસિદ્ધ લેખક જ્યોર્જ ઇલિયટની પંક્તિઓ દોહરાવતાં કહ્યું- અલગ થવાના દુ:ખમાં અમે અમારા પ્રેમનું ઊંડાણ જોઇએ છીએ. બ્રિટિશ સાંસદોએ કહ્યું કે અમે આ ટીમમાં પાછા આવીશું, લોન્ગ લિવ યુરોપ… ક્યાંક-ક્યાંક બ્રેક્ઝિટ ખતમ થયાની ખુશી પણ જોવા મળી.

બ્રેક્ઝિટથી બ્રિટિશ અર્થતંત્રને દર વર્ષે ૫૩ હજાર કરોડ રૂ.નું નુકસાન થશે. જર્મનીના બૈર્ટેલ્સમન ફાઉન્ડેશનના તાજેતરના સ્ટડીમાં જણાવાયું છે કે ઇયુમાંથી બહાર થતાં બ્રિટનમાં વસ્તુઓ અને સેવાઓ પર ટેક્સ લાગશે, જે અત્યાર સુધી સિંગલ માર્કેટ સિસ્ટમ હોવાના કારણે નહોતો લાગતો. ટેક્સ લાગતાં હવે વસ્તુઓ અને સેવાઓ મોંઘી થશે અને લોકોનો ખર્ચ પણ વધશે જ્યારે આવક ઘટવાનો અંદાજ છે. તેના કારણે બ્રિટનના લોકોની આવકમાં અંદાજે ૪૫ હજાર કરોડ રૂ. નુકસાન થશે. તેનો ભાર બ્રિટનવાસીઓ પર માથાદીઠ ૬૮ હજાર રૂ. પડશે.

બ્રિટન અલગ થતાં ઇયુના અર્થતંત્ર પર પણ અસર થશે. હાલ વૈશ્વિક અર્થતંત્રમાં ઇયુનો હિસ્સો ૨૨ ટકા છે. બ્રિટન નીકળી જતાં તે ઘટીને ૧૮ ટકા થઇ જશે. ઇયુની વસતી પણ ૧૩ ટકા ઘટશે. બીજી તરફ ઇયુમાં જર્મનીનો જીડીપી ૨૦થી વધીને ૨૫ ટકા જ્યારે ફ્રાન્સનો ૧૫થી વધીને ૧૮ ટકા થઇ જશે. અમેરિકા પણ ફાયદામાં રહેશે. ઇયુના અર્થતંત્રમાં બ્રિટન ૧.૫૦ લાખ કરોડ રૂ.નું યોગદાન આપે છે. ઇયુ હવે બ્રિટનને રાહતો પણ નહીં આપે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.