Abtak Media Google News

દિલ્હીની ચૂંટણી દેશની એકતાને બે સુમાર કમજોર બનાવવાનં ચિહનો: પ્રચાર ઝુંબેશમાં હલકટાઈ અને હેવાનિયત માઝા મૂકે છે: મુખ્યમંત્રી સુધીના નેતાઓની અતિ ખર્ચાળ દોડધામમાં કૈંક કાળું !

નિરંકુશા તથા સ્વચ્છંદી શાસકો ભારતને કયાં લઈ જશે ? ઘણી ધોરી ગનાં ખેતર જેવી હાલત થઈ જવાના એંધાણ આપતી મતિભ્રષ્ટ  રાજકારણીઓની જમાત ! ‘આપણામાંથી કોંક તો જાગે’ નો પોકાર ! ‘વસંતપંચમી’ના શુભ દિને સંકલ્પ કરવાનું અનિવાર્ય ! ‘ઉઠ, જાગ, મુસાફિર ભોર ભઈ, અબ રૈન કહાં કૈ સોવત હય… જો જાગત હૈ વો પાવત હૈ, જો સોવત હૈ વો ખોવત હૈ; આપણો દેશ જો નહિ જાગે તો સ્મશાનવત્ થઈ જશે: ચેતવણી

પ્રજાસત્તાક-દિનની ઉજવણી વખતે જે સંકલ્પો કરવાના હતા, જે પ્રતિજ્ઞાઓ લેવાની હતી, જે બાંહેધરીઓ પાળવાના નિર્ણયો લેવાના હતા. તે બધુ કરવાનું નેતાઓને સુઝ્યું નથી એવો ખ્યાલ એને લગતા અહેવાલો ઉપરથી આવી શકે છે.

નિરર્થક અને છેતરામણા, દંભી અને પાખંડી હાકલા પડકારા કરવામાં આપણા નેતાઓ પીએચડીની ડિગ્રી કરતાંય વધુ ડિગ્રી ધરાવે છે. અને પૂરેપૂરા પાવરધા છે. અને તેમણે એ પાવરધાઈનો તેમણે તન તોડીને ઉપયોગ કર્યાનું આપણા કાન આંખ સુધી પહોચાડવામાં તેમણે લગીર પીછેહઠ કરી નથી એટલે એનો ધોખો કરવા જેવું રહ્યું નથી ! આમ છતાં આજની ઘડીએ એમ કહી દેવાની ફરજ બને છે કે, આપણા ભારતને ચૂંટણીઓનાં અતિ બિહામણા કાવાદાવા ભરખી જવાના ઓછાયા નિહાળવા આપણી આંખો તથા કાન ઉઘાડા રાખ્યા વિના આપણને ચાલે તેમ નથી !

વધુ દિલ્હીની ચૂંટણી અને તેને લગતો પ્રચાર સ્ફોટક બની રહ્યા છે. દિલ્હીનાં અહેવાલોમાં ચૂંટણી પ્રચારને લગતી સનસનીખેજ માહિતીઓ બહાર આવી છે.

આવા એક અહેવાલમાં દર્શાવાયું છે કે દિલ્હીન શાહીનબાગ વિસ્તારમાં લોકો અનેક દિવસોથી સીએએનો વિરોધ કરી રહ્યા છે. તો હાલમાં દિલ્હીની ચૂંટણીને લઈ દરેક રાજકીય પક્ષમાં શાહીનબાગનો મુદો ઉઠાવવામાં આવી રહ્યો છે. તો ભાજપ પર શાહીનબાગ મુદે આક્રમક છે. તેવામાં ગુજરાત કોંગ્રેસના બે ધારાભ્યો ગ્યાસુદીન શેખ અને ઈમરાન ખેડવાલા શાહીનબાગ પહોચ્યા હતા.

7537D2F3 18

દિલ્હીની આ ઘટના છેક કચ્છ-ગુજરાત સુધી પહોચી છે, જેમાં એમ દર્શાવાયું છે કે, દિલ્હીના શાહીન બાગથી વિરોધીઓને હટાવવા મો રાજકારણ ચાલી રહ્યું છે. આ મુદે ભાજપ અને આમ આદમી પાર્ટી દ્વારા પ્રહારો અને વળતો પ્રહારો કરવામાં આવી રહ્યા છે. બંને પક્ષો વચ્ચે ચાલી રહેલા યુધ્ધની વચ્ચે હિન્દુ સેનાએ કહ્યું કે તે શાહીન બાગનો માર્ગ ખોલશે હિન્દુ આર્મીના જણાવ્યા અનુસાર, તે ૨ ફેબ્રુઆરીએ સવારે ૧૧ વાગ્યે શાહીદબાગ જવાનો રસ્તો ખોલશે. તેમણે વિરોધ કરનાઓને જેહાદી તરીકે પણ ગણાવ્યા છે. હિન્દુ સૈન્યએ એક અખબાર યાદીમાં લખ્યું છે કે ૫ સીએએસના બહાના હેઠળ શાહીનબાગ માર્ગને શરમાવીને લાખો લોકાને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. શાહની બાગ દેશના વિરોધક્ષઓનો અડ્ડો બની ગયું છે. પીએફઆઈની ઓફીસ હેઠળ નીચે આ તરકટ ચાલી રહ્યું છે.

નિરંકુશા તથા સ્વચ્છંદી શાસકો ભારતને કયાં લઈ જશે ? ઘણી ધોરી ગનાં ખેતર જેવી હાલત થઈ જવાના એંધાણ આપતી મતિભ્રષ્ટ રાજકારણીઓની જમાત ! ‘આપણામાંથી કોંક તો જાગે’ નો પોકાર ! ‘વસંતપંચમી’ના શુભ દિને સંકલ્પ કરવાનું અનિવાર્ય ! ‘ઉઠ, જાગ, મુસાફિર ભોર ભઈ, અબ રૈન કહાં કૈ સોવત હય… જો જાગત હૈ વો પાવત હૈ, જો સોવત હૈ વો ખોવત હૈ; આપણો દેશ જો નહિ જાગે તો સ્મશાનવત્ થઈ જશે: ચેતવણી

આ બધુ એમ માનવા પ્રેરે છે કે, દિલ્હીની ચૂંટણીથી શરૂ થયેલો મામલો હવે સારી પેઠે વણસી ચૂકયો છે.

ભારતને ચૂંટણીઓનાં અતિ બિહામણા કાવાદાવા ભરખી જઈ શકે એવા ઓછાયા દેખાવા લાગ્યા છે. પ્રચાર ઝુંબેશમાં હલકટાઈ અને હેવાનિયત માઝા મૂકે છે. મુખ્યમંત્રી સુધીના નેતાઓની અતિ ખર્ચાળ દોડધામમાં કૈંક કાળુ હોવાનો આભાસ થાય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.