Abtak Media Google News

ગુજરાત બીએસએનએલ ૧ માસમાં સૌથી વધુ સીમકાર્ડ વેચવામાં દેશભરમાં પ્રથમ: ૧ મહિનામાં ૫૦ કરોડની આવક મેળવી તમામ રેકોર્ડ તોડયા

દેશભરમાં જીઓ ફિવર છવાયો છે ત્યારે જીઓના જમાનામાં પણ સરકારી ટેલીકોમ કંપની ગણાતી બીએસએનએલ ગુજરાતમાં માર્ચ મહિનામાં સૌથી વધુ ૨.૭૫ લાખ સીમકાર્ડ વહેંચી દેશભરમાં ટોચનું સ્થાન હાંસલ કર્યું છે. આ ઉપરાંત એક જ માસમાં ‚ા.૫૦ કરોડની આવક મેળવી બીએસએનએલએ તમામ રેકોર્ડ તોડયા હોવાનું જાણવા મળ્યું છે.

ગુજરાત બીએસએનએલએ દેશભરમાં અનોખો રેકોર્ડ સર્જયો છે. દેશભરમાં ગુજરાત બીએસએનએલએ માર્ચ મહિનામાં ૨,૭૫,૦૦૦ નવા મોબાઈલ કનેકશન આપી નવો રેકોર્ડ બનાવ્યો છે. તેમજ એક મહિનામાં ૫૦ કરોડની આવક મેળવીને અત્યાર સુધીના તમામ રેકોર્ડ તોડયા છે. લોકોએ જીઓ સામે સરકારી, સુરક્ષિત અને ભરોસામંદ બીએસએનએલની સેવાઓ પર વિશ્ર્વાસ કાયમ રાખ્યો છે. બીએસએનએલ પણ હંમેશા તેમના ગ્રાહકો માટે સૌથી સસ્તી અને ઝડપી સેવાઓ આપવા માટે હંમેશા કટીબઘ્ધ છે. બીએસએનએલ દ્વારા અનલીમીટેડ ઈન્ટરનેટ ૩જી ફકત ‚પિયા ૩૩૬માં આપીને બધી ટેલીકોમ કંપનીઓને પાછળ રાખી દીધી છે.

ભારત સંચાર નિગમ લીમીટેડ દ્વારા પોતાના ગ્રાહકો માટે અવનવી સેવાઓ ઉપલબ્ધ કરાવાઈ છે. અગાઉ બીએસએનએલના તમામ મોબાઈલ ગ્રાહકોને સસ્તા ભાવે ૩જી ઈન્ટરનેટ ઉપલબ્ધ કરાવ્યું છે. ત્યાર પછી દેશભરમાં કોઈપણ ખૂણે રોમીંગ ચાર્જ નાબુદ કરી ગ્રાહકોને વધુ એક ભેટ આપી હતી. દેશભરમાં આજે જયારે જીઓના ઉપભોકતાઓ વધ્યા છે ત્યારે બીજીબાજુ જીઓને તકકર મારવા સરકારે ટેલીકોમ કંપની ગણાતી બીએસએનએલના ગુજરાત સર્કલએ માત્ર એક જ માસમાં ૨.૭૫ લાખ સીમકાર્ડ વહેંચી દેશભરમાં ટોચના સ્થાને બિરાજમાન રહ્યું છે. સાથે-સાથે એક જ માસમાં રૂપિયા ૫૦ કરોડની આવક મેળવી અત્યાર સુધીના બીએસએનએલના તમામ રેકોર્ડ તોડયા છે.રાજકોટ બીએસએનએલ એક માસમાં ૧૫ હજાર સીમ વહેંચી ૩.૬૨ કરોડની આવક મેળવી

દેશભરમાં સૌથી વધુ આવક મેળવવામાં માર્ચ માસમાં ગુજરાત ટોચ ઉપર રહ્યું છે ત્યારે શહેરોમાં રાજકોટમાં પણ પાછળ નથી. રાજકોટ બીએસએનએલ દ્વારા ગત માર્ચ માસમાં ૧૫ હજાર સીમકાર્ડનું વેચાણ કર્યું હોવાનું અને એક જ માસમાં ા.૩.૬૨ કરોડની આવક પણ મેળવી હોવાનું રાજકોટ બીએસએનએલના વર્તુળમાંથી જાણવા મળ્યું છે. ઉલ્લેખનીય છે કે રાજયભરમાં સૌથી વધુ સીમકાર્ડ વહેંચવામાં રાજકોટ સર્કલ મોટાભાગે અવ્વલ રહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.